આલે લે…તારે / સ્કૂલના ફ્રેન્ડ્સ થિયેટરમાં ફિલ્મ જોવા ગયા તો બાજુમાં બેઠેલી ગર્લફ્રેન્ડે અચાનક હાથ પકડી લીધો અને એવું કરવા લાગી કે જાણીને તમે હેરાન થઇ જશો

અજબ ગજબ

મને ફિલ્મો જોવાનો બહુ શોખ છે. અમે ફ્રેન્ડ સર્કલ એક વાર થિયેટરમાં ફિલ્મ જોવા ગયા હતા ત્યારે મારી બાજુમાં અમારા ગ્રૂપની જ એક ગર્લ જોયા (નામ બદલ્યું છે) બેઠી હતી એ સ્વભાવે બહુ જોલી છે, એણે ફિલ્મ દરમિયાન જ અચાનક મારો હાથ પકડી લઈ બોલી, આમ શું લલ્લુની જેમ બેઠો છે, ફિલ્મ જોતાં જોતાં જરા મસ્તી પણ કરવાની! હું તો તેના આ વર્તનથી આૃર્યમાં પડી ગયો! એક છોકરી આમ ખુલ્લેઆમ વર્તે એ મનાય એમ ન હતું! એટલામાં એ ફરી બોલી કે મને તું ગમે છે એટલે તારી બાજુમાં સીટ શોધી છે!

પછી એ મારા હાથ પર હાથ રાખી ફિલ્મ જોવા માંડી! મેં થોડી વાર પછી મારો હાથ પાછો ખેંચી લીધો. ત્યારપછી એ કંઇ જ બોલી નહીં. ફિલ્મ છૂટયા બાદ એ એની ફ્રેન્ડ્સ સાથે જતી રહી. ત્યારબાદ મને કંઈ વિચિત્ર લાગણી થવા માંડી. સતત એના જ વિચાર આવવા માંડયા. એ મારા ક્લાસમાં જ હતી અને મને ખબર હતી જ કે એને બીજા કોઈ છોકરા સાથે કોઈ લફરું ન હતું! એ ભણવામાં હોશિયાર હતી અને દેખાવમાં સુંદર હતી જ!

આવી છોકરી મારા પર ફીદા થઈ એ માની શકાય એમ જ નહોતું.ત્યારથી હું એની સામે જોયા કરતો, પરંતુ એ મારા સામે ભાગ્યે જ જોતી અને જુએ તો પણ તરત જ નજર ફેરવી લેતી! દિવસે દિવસે મને એનું આકર્ષણ વધવા માંડયું છે. હવે મને કંઈ સમજ નથી પડતી કે શું કરવું? હું એને લવ પ્રપોઝ કરું? એને મારા વર્તનથી બહુ ખરાબ લાગ્યું હશે તો મારી પ્રપોઝલ ઠુકરાવી દેશે તો? તમે મને યોગ્ય માર્ગદર્શન આપો એવી રિક્વેસ્ટ છે.

ગોકુલ (નામ બદલ્યું છે)
તું એસએસસીમાં ભણે છે એનો અર્થ કે તંુ હજી યુવાવસ્થામાં પ્રવેશી રહ્યો છે, આમ તો તરુણાવસ્થામાં છે. તારી ફ્રેન્ડ જોયા પણ તરુણી જ હોવાની! આ અવસ્થા જ એવી છે કે વિજાતીય પાત્ર પ્રત્યે આકર્ષણ એટલું બધું હોય છે કે ક્યારેક ન કરવાનું થઈ જાય. અહીં તમે બંને જ હોશિયાર છો જ! હવે મૂળ સવાલ એ છે કે જોયાએ થિયેટરમાં તારી સાથે આવું માની શકાય એવું વર્તન કેમ કર્યું? સ્કૂલ કોલેજમાં ભણતા સ્ટુડન્ટનાં ફ્રેન્ડ્સ ગ્રૂપ્સ મૂવી જોવા જાય એ સ્વાભાવિક છે. ઘણા કિસ્સાઓમાં થિયેટરોમાં જ પ્રેમ શરૂ થતો હોય છે અને હોય તો પાંગરતો હોય છે.

ઘણા કિસ્સામાં એની પાછળ સેક્સવૃત્તિ જ કારણભૂત હોય છે, પરંતુ તમારા કેસમાં એવું થયું નથી. પહેલી નજરે તો એવું લાગે કે જોયાએ પણ સેક્સવૃત્તિથી જ તારો હાથ પકડયો હશે અને બીજી વાતો કરી હશે, પરંતુ વધુ વિચારતા જ નથી લાગતું. એણે ખરેખર મુક્તમને તું પણ મુક્ત રીતે વર્તે એમ ઇચ્છ્યંુ હતું. એને તું પહેલેથી જ ગમતો હોવાનું જણાય છે એટલે જ તો એણે તારી પાસેની સીટની ગોઠવણ કરી! એ તને મળવા અને વાતચીત કરવા ઈચ્છતી હતી એ એની લાગણી વ્યક્ત કરવા ઈચ્છતી હતી. તેં એને એ ઈચ્છતી હતી એવો રિસ્પોન્સ નથી આપ્યો એટલે એને માઠું લાગ્યું જ છે.

જેના કારણે એ હવે તારી સામે બરોબર જોતી પણ નથી, એટલે તું એને લવ કરે કે ન કરે પણ સૌથી પહેલાં એને મળીને સોરી કહીને સ્પષ્ટતા કરી દે કે તને તે સમયે કંઈ સમજ જ પડી ન હતી. હું તારો ફ્રેન્ડ છું જ! એને તારા પ્રત્યે લાગણી હોવાથી એ તારી સાથે વાતચીત શરૂ કરશે જ પછી તમે વધુ નજીક આવશો એટલે ત્યારે જ સંભાળવાનું રહેશે. તમે હમણાં તો ફ્રેન્ડશિપ જ આગળ વધારજો. તમારું સૌપ્રથમ લક્ષ્ય છે અભ્યાસ કરવાનું! હવે એસએસસી બાદ તમે અલગ થઈ જાવ એવું બની શકે.

12મા બાદ કોલેજ અને સ્ટ્રીમ બાબત તમારે ગંભીરતાથી નિર્ણય લેવો પડશે. બંનેને જે પસંદ હોય તે જ કરવું.એકબીજા સાથે રહેવા આંધળુકિયાં ન કરવાં.તમે કોલેજમાં અભ્યાસ દરમિયાન એકબીજાને લવપ્રપોઝ કરી શકો. અચાનક કોઈ વિઘ્ન ન આવે કે અકલ્પ્ય સંજોગો ન સર્જાય તો તમે બંને એકબીજાને લવ તો કરશો જ! હવે એ પછી મેરેજની વાત આવશે, તમે એકબીજાને લવ કરતા હોવાથી તમે મેરેજ કરવા ઈચ્છશો જ, પરંતુ તમારા પરિવારો ચિત્રમાં આવશે એટલે સમસ્યા સર્જાવાની શક્યતા પણ રહેલી છે. આવા સમયે તમે મક્કમ રહેજો. હવે સમય બદલાઈ ગયો હોવાથી પરિવારજનો સંમતિ આપશે એવી આશા રાખી શકાય, પરંતુ તમારે સૌપ્રથમ લક્ષ્ય તો કરિયર પર જ આપવાનું ભૂલવું નહીં.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.