ગુજરાત બજેટ 2022 LIVE / નાણાંમંત્રી કનુ દેસાઈએ 7 કરોડ ગુજરાતીઓનું 2.43 લાખ કરોડનું બજેટ રજુ કર્યું, જાણો કોને કેટલો થશે ફાયદો

ટોપ ન્યૂઝ ગુજરાત

ગુજરાત બજેટ 2022 આજે રજૂ કરવામાં આવ્યું છે. નાણામંત્રીએ 2 લાખ 43 હજાર 965 કરોડ બજેટનું રજૂ કર્યું છે. બપોરે નાણામંત્રી કનુભાઈ બજેટને લઈને આવી પહોંચ્યા હતા. જ્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે પ્રજાલક્ષી અને સર્વ સમાવેશી બજેટ હશે, લોકોની અપેક્ષા પૂર્ણ કરનારું બજેટ રહેશે. બજેટ પૂર્ણ થયા પહેલાં જો કોઈ મીડિયા માહિતી આપશે તો ઔચિત્યભંગનો ગુનો ગણાશે. પહેલીવાર નાણાં વિભાગે આ પ્રકારનો આદેશ કર્યો છે. આ બજેટમાં બોટાદ, વેરાવળ, જામ ખંભાળિયામાં નવી મેડિકલ કોલેજો શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે.

પટેલ સરકારના અંતિમ બજેટને નાણામંત્રી કનુભાઈ દેસાઈ પ્રથમ વખત 1 વાગે રજૂ કર્યું છે. વિધાનસભા ગૃહની બેઠક વ્યવસ્થામાં નાણામંત્રી કનુભાઈ બીજી હરોળમાંથી બજેટ રજૂ કર્યું છે. જ્યારે પ્રથમ હરોળમાં મુખ્યમંત્રી સાથે રાજેન્દ્ર ત્રિવેદી, જિતુ વઘાણી અને ઋષિકેશ પટેલ છે.

બજેટની ખાસ જાહેરાતો પર એક નજર

 

  • જસદણ, લિંબાયત, પાલિતાણા, બગસરામાં નવી કોલેજો શરૂ કરાશે.
  • 4 હજાર ગામોને ફ્રી વાઇફાઈની સુવિધા અપાશે.
  • સુરેન્દ્રનગર ખાતે આયુર્વેદિક કોલેજ, નવસારી જિલ્લાના બીલીમોરામાં સરકારી આયુર્વેદિક હોસ્પિટલ ઊભી કરાશે.
  • મોરબીમાં 400 કરોડના ખર્ચે વૈશ્વિક કક્ષાનો ઇન્ટરનેશનલ સિરામિક પાર્ક સ્થાપવામાં આવશે.
  • PhD કરતા વિદ્યાર્થીઓને રૂ.1 લાખની સહાય.
  • કયા ક્ષેત્ર માટે કેટલી જોગવાઈ
  • સમગ્ર દેશમાં કોરોનામાં 177 કરોડથી વધુના રસી ડોઝ નિઃશુલ્ક આપ્યા છે. પડકારો અમને હંફાવી ન શક્યા, અમે પરિશ્રમથી પ્રગતિની કેડી કંડારી છે, અમે અમૃતકાળની વાત પકડી છે.
  • માથાદીઠ આવક 20 વર્ષમાં 19,823થી વધીને 2,14,809 થઈ છે. ગૌ સંવર્ધન માટે ખાનગી સંસ્થા કામ કરી રહી છે. મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજનાની જાહેરાત કરી હતી, જેના માટે 500 કરોડની ફાળવણીની જાહેરાત કરી છે.
  • સ્કૂલ ઓફ એક્સિલન્સ શરૂ કરવાની જાહેરાત. એના માટે 1188 કરોડની ફાળવણી.
  • કચ્છમાં મોટા ચેકડેમ બનાવવા 65 કરોડ.
  • બનાસકાંઠામાં સિંચાઈનો લાભ આપવા 70 કરોડ.
  • ધરોઈ બંધ પરિક્ષેત્રને પ્રવાસનક્ષેત્ર તરીકે વિકસાવવા 200 કરોડ.
  • અમદાવાદ જિલ્લાના નળકાંઠા વિસ્તારનાં ગામોને સિંચાઈ માટે 25 કરોડ.
  • કૃષિ વિભાગ માટે રૂ.7737 કરોડની જોગવાઈ.
  • રાજ્યમાં પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડની રચના કરાશે.
  • જળ સંપત્તિ વિભાગ માટે રૂ.5339 કરોડની જોગવાઈ.
  • પાણી પુરવઠા વિભાગ માટે રૂ.5451 કરોડની જોગવાઈ
  • આરોગ્ય વિભાગ માટે રૂ.12240 કરોડની જોગવાઈ
  • શિક્ષણ વિભાગ માટે રૂ.34884 કરોડની જોગવાઈ
  • સ્કૂલ ઓફ એક્સેલન્સ પ્રોજેક્ટ માટે રૂ.500 કરોડ
  • મહિલા, બાળ વિકાસ વિભાગ માટે રૂ.4976 કરોડ
  • મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના માટે રૂ.500 કરોડ
  • ગૌશાળા, પાંજરાપોળ નિભાવ ખર્ચ માટે રૂ.500 કરોડ
  • ખેડૂતોને રવીપાક માટે વ્યાજ સહાય યોજના
  • સુપોષિત માતા, સ્વસ્થ બાળ યોજના જાહેર, રૂ.4000 કરોડની જોગવાઈ
  • ધાત્રી માતાને 1000 દિવસ સુધી અપાશે રાશન. 1 કિલો તુવેરદાળ, લિટર તેલ, 2 કિલો ચણા અપાશે
  • ગૃહ વિભાગ માટે રૂ.8325 કરોડની જોગવાઈ
  • ગૃહ વિભાગમાં વિવિધ સંવર્ગની 1094 જગ્યા ઊભી કરાશે
  • સુરત અને ગિફ્ટ સિટીમાં નવા પોલીસ મથક બનશે
  • અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ માટે રૂ.1526 કરોડ
  • સામાજિક ન્યાય, અધિકારિતા વિભાગ માટે રૂ.4782 કરોડ
  • કાયદા વિભાગ માટે રૂ.1740 કરોડની જોગવાઈ
  • આદિજાતિ વિભાગ માટે રૂ.2909 કરોડની જોગવાઈ
  • પંચાયત અને ગ્રામ વિકાસ વિભાગ માટે રૂ.9048 કરોડ
  • શહેરી વિકાસ વિભાગ માટે રૂ.14297 કરોડ
  • ઉદ્યોગ વિભાગ માટે રૂ.7030 કરોડની જોગવાઈ
  • પ્રવાસન વિભાગ માટે રૂ.465 કરોડની જોગવાઈ
  • વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ માટે રૂ.670 કરોડ
  • ખેડૂતો માટે વ્યાજ સહાય માટે નવી યોજના
  • ખેડૂતોને રવી અને ઉનાળુ પાક માટે વ્યાજ સહાય આપવા નવી યોજનાની જાહેરાત

મહિલા અને બાળકલ્યાણ
કુપોષણના નિવારણ માટે સગર્ભા અને ધાત્રી માતાઓને 1000 દિવસ સુધી વિનામૂલ્યે દર મહિને એક કિલો તુવેરદાળ, બે કિલો ચણા અને એક કિલો ખાદ્ય તેલ આપશે, જેના માટે રૂ.4000 કરોડની ફાળવણી કરી છે.

બીજી હરોળમાંથી નાણામંત્રીએ બજેટ રજૂ કર્યું
પટેલ સરકારના અંતિમ બજેટને નાણામંત્રી કનુભાઈ દેસાઈએ પ્રથમ વખત 1 વાગે રજૂ કર્યું છે. વિધાનસભા ગૃહની બેઠક વ્યવસ્થામાં નાણામંત્રી કનુભાઈ બીજી હરોળમાંથી બજેટ રજૂ કર્યું છે. જ્યારે પ્રથમ હરોળમાં મુખ્યમંત્રી સાથે રાજેન્દ્ર ત્રિવેદી, જિતુ વાઘાણી અને ઋષિકેશ પટેલ છે.

કોંગ્રેસનું વિરોધપ્રદર્શન
બજેટસત્રના બીજા દિવસે વિધાનસભા બહાર વિપક્ષ નેતા સુખરામ રાઠવાની આગેવાનીમાં કોંગ્રેસે વિરોધપ્રદર્શન કર્યું હતું, જેમાં તાપી-પાર-નર્મદા લિંક પ્રોજેક્ટ રદ કરવાની માગણી કરવામાં આવી હતી.

બજેટ ઓનલાઇન રજૂ કરવાના અરમાન ફરી એકવાર અધૂરા
ગુજરાત વિધાનસભામાં આ વખતનું બજેટ ઓનલાઇન રજૂ કરવા માટે સરકારના કેટલાક અધિકારીઓએ રાતે ઉજાગરા કર્યા, પણ અંતે એના અરમાન અધૂરા રહી ગયા છે. બજેટ ઓનલાઇન રજૂ કરવા માટે છેલ્લા કેટલાક દિવસોથી સચિવકક્ષાના અધિકારીઓએ તેમની ટીમ સાથે મોડી રાત સુધી ઉજાગરા કરીને IFMS-2 નામના સોફ્ટવેર મારફત તનતોડ મહેનત કરી હતી, જેમાં બજેટલક્ષી કેટલીક ઝીણી ઝીણી બાબતો કેટલાક વિભાગોમાંથી સમયસર અને વ્યવસ્થિત ના આવતાં સંપૂર્ણ બજેટને સોફ્ટવેરમાં સમાવવામાં મોડું થઈ ગયું હતું. પરિણામે, ફરી એકવાર ગુજરાતનું બજેટ ઓનલાઈન રજૂ કરવામાં સરકાર ઊણી ઊતરી ગઈ છે.

જેથી આજે 12 વાગે વિધાનસભાની કાર્યવાહી શરૂ થયા બાદ એક કલાકની પ્રશ્નોત્તરી પછી એટલે કે 1 વાગે નાણામંત્રી બજેટ રજૂ કર્યું હતું.આ બજેટની સૌથી રસપ્રદ બાબત એ છે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાણામંત્રી કનુભાઈ દેસાઈ અને વિરોધપક્ષના નેતા સુખરામ રાઠવાનું પ્રથમ બજેટ છે.

ચૂંટણી પહેલાં ભાજપ-કોંગ્રેસ માટે આ બજેટસત્ર મહત્ત્વનું
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારનું આ પ્રથમ બજેટસત્ર સત્તાપક્ષ અને વિપક્ષ વચ્ચે તોફાની બની રહેવાની પ્રબળ શક્યતાઓ સેવાઇ રહી છે. એટલું જ નહીં, ગુજરાત વિધાનસભાની આવી રહેલી ચૂંટણીઓ પહેલાં મળતું આ સત્ર ભાજપ અને કોંગ્રેસ માટે પણ મહત્ત્વનું સાબિત થઈ શકે છે. એક તરફ રાજ્ય સરકાર ફૂલગુલાબી બજેટ રજૂ કરવા માટે મથામણ કરી રહી છે તો બીજી બાજુ આ સત્ર દરમિયાન વિપક્ષ સરકારને વિવિધ મોરચે ભીડવવા માટે તખતો તૈયાર કરી રહ્યું છે.

કૃષિ યુનિ. અને જમીન પચાવી પાડતા વિધેયક રજૂ કરાશે
આ બજેટસત્ર 22 દિવસ સુધી ચાલશે. બજેટમાં શિક્ષણ, આરોગ્ય, સામાજિક ન્યાય અધિકારિતા, કૃષિ વિભાગની ગ્રાન્ટમાં વધારો કરવામાં આવશે. વિધાનસભામાં બજેટ પર 4 દિવસ ચર્ચા થશે તેમજ વિધાનસભા ગૃહમાં ઓર્ગેનિક કૃષિ યુનિવર્સિટી સુધારા વિધેયક અને ગુજરાત જમીન પચાવી પાડનાર પ્રતિબંધક સુધારા વિધેયક રજૂ કરવામાં આવશે.

શોર્ટ ટર્મ ક્રોપ્સ લોનની યોજનાનું કદ વધી શકે
વિધાનસભાની ગ્રામ્ય વિસ્તારની 122 બેઠકને પ્રભાવિત કરવા માટે સરકાર વિવિધ યોજનાઓ લાવી રહી છે. આ પૈકી સૌથી મોટી કહી શકાય એવી વગર વ્યાજની રૂ. 3 લાખની શોર્ટ ટર્મ ક્રોપ્સ લોનની યોજનાનું કદ વિધાનસભા સત્ર દરમિયાન વધારી રહીં હોવાનું સૂત્રોનું કહેવું છે. રાજ્ય સરકાર એવું માને છે કે ચોમાસામાં જેટલી સંખ્યામાં ખેડૂતો ખેતી કરે છે તેટલા ખેડૂતો નાણાકીય ભીડને કારણે કદાચ શિયાળુ કે ઉનાળુ પાકમાં ખેતી કરતા નથી.

સૂત્રોના કહ્યા પ્રમાણે, રાજ્યમાં આશરે 54 લાખ ખેડૂતો છે. આ ખેડૂતો પૈકી 29 લાખ ખેડૂતો ચોમાસામાં શોર્ટ ટર્મ ક્રોપ્સ લોન મેળવે છે, બાકીના 25 લાખ ચોમાસામાં લોન મેળવતા નથી. ચોમાસામાં રાજ્યમાં 90 લાખ હેકટરમાં કૃષિ થાય છે, જ્યારે શિયાળામાં આશરે 50 લાખ હેકટરમાં કૃષિ થાય છે. મતલબ કે ચોમાસાની સરખામણીએ શિયાળામાં 40 લાખ હેકટરમાં કૃષિ થતી નથી.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.