અરે બાપરે / જાણો ક્યાંથી જંગલમાં મંગલ કરી રહેલા વિદ્યાર્થીઓ પકડાયા, દારૂ પાર્ટી અને શારીરિક સંબંધ બનાવી રહ્યા હતા ત્યાં અચાનક પોલીસ ત્રાટકી પછી જે હાલ થયા છે….

ટોપ ન્યૂઝ વર્લ્ડ

કેન્યા(Kenya)ના મુરંગા(Muranga)માં એક માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ દારૂની મહેફિલ(Alcohol concoction) માણતા અને શારીરિક સંબંધ બાંધતા પોલીસના હાથમાં રંગે હાથ ઝડપાયા હતા. આ ઘટનામાં સંડોવાયેલા 16 વિદ્યાર્થીઓની પોલીસ દ્વારા સ્થળ પરથી ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે બાકીના શંકાસ્પદ વિદ્યાર્થીઓની શોધખોળ હજુ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે.

આ શાળા દેશના ગીટ્ટીતુ પ્રાંતમાં આવેલી છે. વિદ્યાર્થીઓને શાળામાંથી તહેવાર હોવાને કારણે રજા આપવામાં આવી હતી જેથી તેઓ તેમના ઘરે જઈ શકે. વિદ્યાર્થીઓ બસમાં બેસીને ઘરે જવા માટે નીકળ્યા હતા. પરંતુ ઘરે જવાને બદલે ડઝનેક વિદ્યાર્થીઓ દારૂ પીતા અને શારીરિક સબંધ માણતા ઝડપાયા હતા.

સ્થાનિક ન્યૂઝ પોર્ટલના જણાવ્યા અનુસાર, મંગળવારે વિદ્યાર્થીઓની માકુયુના બાર અને જંગલવાળા વિસ્તારોમાંથી ધરપકડ કરવામાં આવી હતી અને અન્ય કેટલાક વિદ્યાર્થીઓને રૂમમાંથી કપડા વગર જ ઝડપી પડ્યા હતા. પોલીસ અધિકારીઓ દ્વારા કરવામાં આવેલ તપાસને આધારે સ્થળ પરથી હેરોઈન જેવો નશો પણ મળી આવ્યો હતો. જોકે, વિદ્યાર્થીઓ પર કઇ કલમો લગાવવામાં આવી છે તે અંગે હજુ જાણવા મળ્યું નથી.

સૂત્રોના જણાવ્યા મુજબ, 10 વિદ્યાર્થીઓ દારૂ પીતા અને બંધ બારની અંદર શારીરીક સુખ માણતા ઝડપાયા હતા, જ્યારે અન્ય વિદ્યાર્થીઓ નજીકના જંગલમાં શારીરીક સુખ માણતા જોવા મળ્યા હતા. હાલમાં, આ તમામ વિદ્યાર્થીઓને મકુયુ પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેમને કસ્ટડીમાં રાખવામાં આવ્યા હતા. પોલીસ અધિકારીઓએ ધરપકડ કરવામાં આવેલ વિદ્યાર્થીઓના માતા-પિતા અને તેમના સ્કૂલ સ્ટાફની શોધખોળ શરૂ કરી છે.

બીજી બાજુ આ જ સ્કૂલની બસ એક જગ્યાએ અકસ્માતનો શિકાર બની હતી. જેમાં ડ્રાઈવરનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું, જ્યારે અનેક વિદ્યાર્થીઓ ઘાયલ થયા હતા. વહેલી સવારે થયેલા અકસ્માત બાદ ઘાયલોને હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં લગભગ ત્રણ વિદ્યાર્થીઓની હાલત ખુબ જ ગંભીર હતી. જ્યારે બાકીના લોકોને સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી હતી.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.