આલે લે…ભારે કરી / PM મોદીની સુરક્ષા મામલે હવે આવ્યું પાકિસ્તાન કનેક્શન, જુઓ જ્યાં કાફલો અટક્યો હતો ત્યાંથી મળી આવી એવી વસ્તુ કે મચી ગયો ખળભળાટ

ઇન્ડિયા ટોપ ન્યૂઝ

પંજાબના ફિરોઝપુરમાં બે દિવસ પહેલાં વડાપ્રધાન મોદીનો કાફલો ફસોયો હતો. આજ ફિરોઝપુરમાં BSFએ સતલજ નદીમાંથી એક પાકિસ્તાની બોટ જપ્ત કરી છે. જોકે આ બોટ ખાલી મળી આવી છે. તેમાંથી કઈ મળ્યું નથી. આ બોટ સતલજ નદીમાં બીઓપી ડીટી પાસેથી મળી આવી છે. આ બોટ અહીં કેવી રીતે આવી? તેમાં કોણ હતું? અને આ બોટ અહીં આવી તેનો હેતુ શું હતો? તે વિશે સુરક્ષા એજન્સી તપાસ કરી રહી છે.

અહીંથી પાકિસ્તાની બોટ મળી આવી છે તે એટલા માટે મહત્વનું માનવામાં આવે છે કારણ કે વડાપ્રધાન મોદીનો કાફલો અહીં જ ફસાયો હતો. હવે તેમની સુરક્ષામાં ખામી રહી હતી તે વિવાદ રાષ્ટ્રીય ચર્ચાનો વિષય બની ગયો છે.

કેન્દ્રની હાઈ લેવલ તપાસ કમિટી આજે આ જિલ્લામાં
પાકિસ્તાની બોટ એવી જગ્યાએ મળી આવી છે જ્યાં કેન્દ્ર સરકારની હાઈ લેવલ કમિટી પીએમની સુરક્ષા ખામીની તપાસ માટે ફિરોઝપુર પહોંચી છે. તેમાં ગૃહ મંત્રાલયના સુરક્ષા સચિવ સુધીર કુમાર, આઈબીના જોઈન્ટ ડિરેક્ટર બલબીર સિંહ અને એસપીજીના આઈજી એસ.સુરેશ સામેલ છે.

પંજાબનો ખૂબ સંવેદનશિલ જિલ્લો ફિરોઝપુર
ફિરોઝપુર પાકિસ્તાનની સીમાથી જોડાયેલો હોવાથી ખૂબ સંવેદનશિલ વિસ્તાર માનવામાં આવે છે. અહીં પીએમનો કાફલો રોકાયો હતો. તે જગ્યા પણ પાકિસ્તાનથી માત્ર 50 કિમીના અંતરે જ આવેલી છે. આ વિસ્તારમાં ઘણી વખત ટીફિન બોમ્બ અને વિસ્ફોટક મળી ચૂક્યા છે. નવેમ્બર મહિનામાં દિવાળી પહેલાં ભારત-પાક સીમામાંથી ટીફિન બોમ્બ મળ્યા છે. અહીં પોલીસ હેન્ડ ગ્રેનેડ પણ મળી આવ્યા છે. ફિરોઝપુર સાથે જોડાયેલા ફાજિલ્કાથી જલાલાબાદમાં ટીફિન બોમ્બથી બ્લાસ્ટ પણ કરવામાં આવ્યા છે.

5 જાન્યુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો કાફલો પણ ફિરોઝપુર જિલ્લામાં અટવાઈ ગયો હતો. પાકિસ્તાન સાથેની સરહદને કારણે ફિરોઝપુર ખૂબ જ સંવેદનશીલ વિસ્તાર છે. પીએમનો કાફલો બુધવારે લગભગ 20 મિનિટ સુધી અત્યંત અસુરક્ષિત વિસ્તારમાં રહ્યો હતો. મોદીનો કાફલો જ્યાં રોકાયો હતો તે વિસ્તાર આતંકવાદીઓ સિવાય હેરોઈનના દાણચોરોનો ગઢ માનવામાં આવે છે. ગયા વર્ષે સપ્ટેમ્બરમાં પણ આ જ વિસ્તારમાં આતંકવાદી ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો.

ભારત-પાક સરહદ માત્ર 30 કિમી દૂર છે જ્યાંથી કાફલો તલવાઈભાઈથી થોડે દૂર રોકાયો હતો અને આ વિસ્તારમાંથી ટિફિન બોમ્બ અને અન્ય વિસ્ફોટકો સતત મળી રહ્યા છે. આ વિસ્ફોટ 15 સપ્ટેમ્બર 2021 ના ​​રોજ જલાલાબાદ શહેરમાં થયો હતો, જે ફિરોઝપુરની નજીક પણ છે અને કેન્દ્રીય એજન્સીઓની તપાસમાં સ્પષ્ટ થઈ ગયું છે કે તે એક આતંકવાદી હુમલો હતો.

શું બની હતી ઘાટના?
PM નરેન્દ્ર મોદી બુધવારે 5 જાન્યુઆરીએ પંજાબના ફિરોઝપુરમાં એક રેલીને સંબોધિત કરવા જવાના હતા, જ્યાં અચાનક રેલીનો કાર્યક્રમ રદ થતાં PMનો કાફલો પરત ફર્યો હતો. ત્યારે જ બીજી બાજુ પ્રદર્શનકારી ખેડૂતો એકાએક વિરોધ કરવા આવી જતા PMનો કાફલો એક ફ્લાયઓવર પર લગભગ 20 મિનિટ સુધી અટકી ગયો હતો. જેને PMની સુરક્ષામાં મોટી ચૂક માનવામાં આવે છે. જો કે PMના કાફલાને લઈને પહેલાંથી જ રુટ અને વૈકલ્પિક માર્ગ નક્કી જ હોય છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.