પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અડધી રાતે ફરીથી એકવાર કાશીવાસીઓને ચોંકાવી દીધા. રાતે બાર વાગ્યા સુધી ક્રૂઝ પર જ ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે બેઠક કર્યા બાદ ગોદૌલિયા ચારરસ્તા પહોંચી ગયા. થોડીવાર સુધી પગપાળા ટહેલ્યા બાદ તેઓ વિશ્વનાથ મંદિર પહોંચ્યા. ત્યાં થોડીવાર રોકાયા બાદ પીએમ મોદી બનારસ રેલવે સ્ટેશન જોવા માટે પણ પહોંચ્યા.
પીએમ મોદીએ રાતે આઠ વાગ્યાથી રાત 12 વાગ્યા સુધી ક્રૂઝ પર ભાજપના નેતાઓ અને ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે બેઠક યોજી હતી. ત્યારબાદ ગોદૌલિયા માટે રવાના થયા. ગોદૌલિયા બનારસની એ જગ્યા છે જ્યાંની સૂરત સૌથી પહેલા બદલાઈ છે. ગોદૌલિયાથી દશાશ્વમેઘ સુધીના રસ્તાઓને ગુલાબી પથ્થરોથી ખુબ જ આકર્ષક સ્વરૂપ આપવામાં આવ્યું છે. રસ્તાની બંને બાજુની ઈમારતોને પણ ગુલાબી રંગથી રંગવામાં આવી છે. આ જ કારણ છે કે કેટલાક લોકો તેને ગુલાબી સ્ટ્રીટ તો કેટલાક લંડન સ્ટ્રીટ પણ કહેવા લાગ્યા છે.
આ ગુલાબી સ્ટ્રીટની ખુબસુરતી જોવા માટે પીએમ મોદી રાતે સાડા બાર વાગે ગોદૌલિયા ચાર રસ્તે પહોંચ્યા. ત્યાથી પગપાળા જ તેઓ દશાશ્વમેઘ ઘાટ તરફ જવા નીકળ્યા. આ દરમિયાન તેમણે કેટલાક લોકો પાસે જઈને તેમની મુલાકાત કરી અને વાતચીત પણ કરી. વિશ્વનાથની ગલી સુધી જઈને પાછા આવ્યા અને ગાડીમાં બેસીને વાંસફાટકથી કાશી વિશ્વનાથ માટે રવાના થયા. રાતે 12.40 વાગે પીએમ મોદીનો કાફલો કાશી વિશ્વનાથ મંદિર પહોંચ્યો. 15થી 20 મિનિટ સુધી ત્યાંની લાઈટિંગ નીહાળ્યા બાદ પીએમ મોદી બનારસ રેલવે સ્ટેશન તરફ રવાના થઈ ગયા.
Next stop…Banaras station. We are working to enhance rail connectivity as well as ensure clean, modern and passenger friendly railway stations. pic.twitter.com/tE5I6UPdhQ
— Narendra Modi (@narendramodi) December 13, 2021
પીએમ મોદીના કારણે જ બનારસ રેલવે સ્ટેશનોનો પણ લૂક સંપૂર્ણ બદલાઈ ગયો છે. રાતે 1.13 વાગે પીએમ મોદી બનારસ રેલવે સ્ટેશન પહોંચ્યા અને ત્યાં નિરીક્ષણ કર્યું. સીએમ યોગીની સાથે સ્ટેશનના પ્લેટફોર્મ પર થોડીવાર ટહેલતા સાફ સફાઈ અને અન્ય ચીજો નીહાળી. અહીંના સ્ટોલ પણ જોયા. ત્યાં હાજર દુકાનદારોનું અભિવાદન કર્યું.
આ અગાઉ પીએમ મોદીએ સોમવારે સાંજે ક્રૂઝથી ગંગા આરતી જોઈ. આ દરમિયાન તેમની સાથે ભાજપ શાસિત પ્રદેશના મુખ્યમંત્રી અને ઉપ મુખ્યમંત્રી ઉપરાંત ભાજપ અધ્યક્ષ જે પી નડ્ડા પણ હાજર રહ્યા હતા. આરતી બાદ તેમને પાછા બીએલડબલ્યુ અતિથિ ગૃહ જવાનું હતું પરંતુ મોડી રાત સુધી પીએમ મોદી ક્રૂઝ પર જ સવાર રહ્યા અને મુખ્યમંત્રીઓ સાથે બેઠક ચાલતી રહી. આ દરમિયાન અસ્સીની બરાબર સામે ઊભેલા ક્રૂઝ પર જ ડિનર પણ થયું. રાતે બરાબર 12 વાગે બેઠક પૂરી થઈ.
પીએમ મોદીએ સોમવારે સવારે કાશીના કોટવાલ કાળ ભૈરવના દર્શન કરવાની સાથે પોતાની કાશી યાત્રા શરૂ કરી હતી. ત્યારબાદ ક્રૂઝથી કાશી વિશ્વનાથ માટે રવાના થયા. લલિતાઘાટ પહોંચીને ગંગામાં આસ્થાની ડૂબકી લગાવી અને કળશમાં પવિત્ર ગંગા જળ લઈને બાબા વિશ્વનાથનો જળાભિષેક કરી વિધિપૂર્વક પૂજા અર્ચના કરી. બાબાનું પૂજન કર્યા બાદ કાશી વિશ્વનાથ ધામનું લોકાર્પણ કર્યું.
Inspecting key development works in Kashi. It is our endeavour to create best possible infrastructure for this sacred city. pic.twitter.com/Nw3JLnum3m
— Narendra Modi (@narendramodi) December 13, 2021
લગભગ ચાર વાગ્યા સુધી ધામમાં રહ્યા બાદ પીએમ મોદી બીએલડબલ્યુ ગેસ્ટ હાઉસ ગયા હતા. ત્યાંથી ભાજપ શાસિત મુખ્યમંત્રીઓ સાથે સાંજે લગભગ છ વાગે ગંગા ઘાટ પાછા ફર્યા અને રો રો- ક્રૂઝથી ગંગા આરતી જોઈ. આ દરમિયાન મુખ્યમંત્રીઓને ગગાની અદભૂત છટાના દર્શન પણ કરાવ્યા. ગંગાની આ પાર લેઝર શો થયો તો બીજી બાજુ શાનદાર આતિશબાજી થઈ હતી. અહીંથી પીએમ મોદીએ થોડીવાર બાદ જ ગેસ્ટ હાઉસ પહોંચવાનું હતું. મંગળવારે સવારે મુખ્યમંત્રીઓ સાથે બેઠક થવાની હતી પરંતુ ક્રૂઝ પર જ બેઠક શરૂ થઈ ગઈ.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે વારાણસીમાં કાશી વિશ્વનાથ કોરિડોરનું ઉદઘાટન કર્યું હતું. લોકાર્પણ બાદ પીએમ મોદી ગંગા આરતી જોવા દશાશ્વમેધ ઘાટ પહોંચ્યા હતા. આ માટે વિવેકાનંદ ક્રૂઝની વ્યવસ્થા કરવામાં આવી હતી. ક્રૂઝમાં તેમની સાથે યુપીના સીએમ યોગી આદિત્યનાથ, હરિયાણાના સીએમ મનોહર લાલ ખટ્ટર, મધ્યપ્રદેશના સીએમ શિવરાજ સિંહ ચૌહાણ અને બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા પણ હાજર હતા.
આ પહેલાં વડાપ્રધાન મોદીએ રવિદાસ ઘાટ ખાતે સંત રવિદાસની પ્રતિમા પર પુષ્પાંજલિ અર્પણ કરી હતી. મોદી લલિતા ઘાટથી અલકનંદા ક્રૂઝ મારફત રવિદાસ ઘાટ પહોંચ્યા હતા. અહીંથી તેઓ વિવેકાનંદ ક્રૂઝમાં બેસીને દશાશ્વમેધ ઘાટ પહોંચ્યા હતા. દશાશ્વમેધ ઘાટ ખાતે ગંગા સેવા નિધિ દ્વારા કરવામાં આવેલી ગંગા આરતી બાબા શ્રીકાશી વિશ્વનાથને સમર્પિત કરવામાં આવી હતી. માતા ગંગા અને ભગવાન શિવનું સાંનિધ્ય ભક્તોને એકસાથે જોવા મળ્યું હતું. ગઈ મોડી રાત્રે વડાપ્રધાન મોદી યોગી આદિત્યનાથની સાથે બનારસ સ્ટેશને પહોંચ્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે.
👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈
👉 વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈
નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!