BIG NEWS / મુંબઈથી 66 પ્રવાસીઓને લઇ ભુજ આવતી ફ્લાઇટ એન્જિન કવર વગર જ ઉડી, આ ગંભીર બેદરકારી અંગે જુઓ કડક તપાસના આદેશ

ટોપ ન્યૂઝ ઇન્ડિયા

આજે બુધવારે સવારે મુંબઈથી 66 પ્રવાસીને લઈ ભુજ આવતી એક ફ્લાઈટે એન્જિન કવર વગર જ ઉડાન ભરી હતી. નોંધનીય છે કે ફ્લાઈટે આજે સવારે 06.15 વાગ્યાની આસપાસ ટેક ઓફ કર્યું હતું, ત્યારે તેના બીજા એન્જિનના કાઉલિંગનો એક ભાગ નીચે પડી ગયો હતો. જોકે ફ્લાઈટ પરત લેન્ડ કરવાનો કોઈ આદેશ ના મળતાં આ ફ્લાઇટ ભુજ એરપોર્ટ ખાતે સવારે 08.10 વાગ્યે સુરક્ષિત રીતે લેન્ડ થઈ હતી. ફ્લાઈટમાં કુલ 66 મુસાફર સવાર હતા. આ ગંભીર પ્રકારની ઘટના બદલ ડાયરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) દ્વારા તપાસના આદેશો આપવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું હતું.

જિલ્લા મથક ભુજ ખાતે આવેલા એરપોર્ટ પરથી મુંબઇ વિમાની સેવા અંતર્ગત દૈનિક ફ્લાઇટ દ્વારા મુસાફરો ઝડપી મુસાફરી કરતા હોય છે. દરમિયાન આજે મુંબઈના છત્રપતિ શિવાજી ટર્મિનલ એરપોર્ટ પરથી એલાયન્સ એરની એટીઆર ફ્લાઇટ રાબેતા મુજબ સવારે 06.15 વાગ્યાની આસપાસ ભુજ આવવા ટેકઓફ થઈ હતી. ત્યારે જાણવા મળતી વિગતો મુજબ, આ એરક્રાફ્ટના એન્જિન કાઉલિંગનો એક ભાગ નીચે પડી ગયો હતો. તેમ છતાં આ ફ્લાઇટ ભુજ તરફ આવી પહોંચી હતી અને સવારે 8.10ના સમયની આસપાસ સુરક્ષિત રીતે લેન્ડ થઈ હતી.

વિશેષ આ ઘટનામાં કોઈ ટેક્નિકલ ક્ષતિ સર્જાઈ હોવાનું જાણમાં આવતાં ભુજથી સવારે 08.30 કલાકે મુંબઇ જવા ઊપડતી એલાયન્સ એરની ફ્લાઇટ આજે સ્થગિત કરી દેવામાં આવી હોવાનું ભુજ એરપોર્ટના ટર્મિનલ મેનેજર પ્રકાશ બાલેશ્વરે જણાવ્યું હતું. નોંધનીય છે કે આ ફ્લાઈટમાં 66 મુસાફરની ટિકિટ બુક થઈ હતી.

ફ્લાઈટમાં કંઈ વાંધાજનક ના જણાતાં એ રોકાઈ ના હોવાનું અનુમાન
દરમિયાન સૂત્રો પાસેથી જાણવા મળતી વિગતો અનુસાર, મુંબઈથી ભુજ રવાના થયેલી ફ્લાઈટના એન્જિન કાઉલિંગમાંથી એક ભાગ પડી ગયાની જાણ એરપોર્ટ પર રહેલી ટીમને થતાં આ વિષેની જાણકારી કેપ્ટનને આપવામાં આવી હતી, પરંતુ ત્યાં સુધી ફ્લાઈટ ઊડી ગઈ હતી. એ બાદ ફ્લાઈટમાં કંઈ વાંધાજનક ના જણાતાં તેને રોકાઈ ના હોવાનું અનુમાન છે.

DGCA દ્વારા તપાસના આદેશો અપાયા
અલબત્ત, ગંભીર પ્રકારની આ ઘટનામાં સદભાગ્યે કોઈ અનિચ્છનીય બનાવ ના બનતાં ચોક્કસપણે સંબધિત તંત્ર અને મુસાફર વર્ગમાં રાહતની લાગણી ફેલાઇ છે, પરંતુ ક્યાંક ને ક્યાંક આ ઘટના સામે આવ્યા બાદ છેક ભુજ સુધી લાવવામાં આવી એ બાબત એક પ્રકારની સાહસવૃત્તિ સમાન હોવાનું જાણકારો વ્યક્ત કરી રહ્યા છે, પરંતુ આ ગંભીર પ્રકારની ઘટના બદલ ડાયરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) દ્વારા તપાસના આદેશો અપાયા છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.