સલામ છે બોસ / એ પાણી ઉપર ચાલે છે, હવામાં ઉડે છે, સેનાના જવાનનો વીડિયો વાયરલ, જુઓ ભલભલા હીરો પણ તેની સામે ભરે છે પાણી : જોઈલો વિડિઓ

ઇન્ડિયા

ભારતીય સેના વિશ્વની શ્રેષ્ઠ સેનાઓમાંથી એક છે. ભારતીય સેનામાં સામેલ થવા માટે જવાનોએ સખત મહેનત કરવી પડે છે. તેમની તાલીમ ખૂબ મુશ્કેલ ભરી છે. આ વચ્ચે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા એક વીડિયોમાં ભારતીય સેનાના શૈર્ય અને હિંમત જોવા મળે છે. સેનાના જવાનો કઈ હદે દુશ્મનો સામે લડવા સક્ષમ છે તે આ વીડિયો પરથી જોઈ શકાશે.

સેનાના અધિકારીઓ હોય કે બોલીવુડના સિતારાઓ સૌ કોઈ આ વીડિયોને ખુબ જ પસંદ કરી રહ્યાં છે અને પોતાના સોશિયલ મીડિયામાં શેયર કરી રહ્યાં છે. તમે પણ એકવાર આ જવાનની સ્ફૂર્તિ અને જોશ જોશો તો જોશમાં આવી જશો. વીડિયોમાં જોઈ શકાય છે કે મિલિટરી યુનિફોર્મ પહેરેલો એક જવાન જબરદસ્ત ટ્રેનિંગ કરતો જોવા મળે છે. તેની કડક તાલિમને જોઈ સૌ કોઈ અચંભિત રહી શકે.

જવાનની સ્ફૂર્તી તેમજ કતરબોને જોઈ આજકાલના યુવાનોને પણ શરમાઈ જાય. વાયરલ થઈ રહેલા વીડિયોએ સોશિયલ મીડિયામાં સૌનું ધ્યાન ખેંચ્યું છે. જવાનોની કડક તાલિમને નિહાળી મોટી સંખ્યામાં લોકો પ્રશંસા કરી રહ્યાં છે. આખરે શું છે આ વીડિયોમાં આવો જોઈએ.

કહેવામાં આવી રહ્યું છે કે વીડિયોમાં દેખાતો વ્યક્તિ સેનાનો જવાન છે. આ યુવક ખૂબ જ કડક ટ્રેનિંગ કરતો જોવા મળે છે. ક્યારેક તે પોલ પર ઉભો રહે છે તો ક્યારેક એક હાથથી પુશઅપ મારતો જોવા મળે છે. તેની ખૂબ જ અઘરી પ્રેક્ટિસ જોઈને દરેકને આશ્ચર્યચકિત થઈ જાય છે. એકવાર તો તે પાણીમાં પણ દોડતો જોવા મળે છે.

તમને જણાવી દઈએ કે આ વીડિયો @major_pawan નામના ટ્વિટર યુઝરે શેર કર્યો છે. વીડિયોના કેપ્શનમાં લખ્યું છે – જય હિંદ. આ વીડિયોને અત્યાર સુધીમાં 6 લાખથી વધુ લોકો જોઈ ચૂક્યા છે. તે જ સમયે, હજારો વપરાશકર્તાઓએ આ વીડિયો પર કમેન્ટ કરી છે. એક યુઝરે તેને દેશનું ગૌરવ ગણાવ્યું અને બીજા યુઝરે તેને સલામ કર્યું.

જવાનનો શાનદાર સ્ટંટ જોઈને તમામ યુઝર્સ તેના વખાણ કરી રહ્યા છે. આ વીડિયો હવે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. બોલિવૂડ અભિનેતા વિદ્યુત જામવાલે પણ આ વીડિયો પોતાના ટ્વિટર એકાઉન્ટ પર શેર કર્યો છે. તેણે આ વીડિયોને ‘જય હિંદ’ કેપ્શન આપ્યું છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.