આવી ગઈ દુનિયાની પેહલી ઊડતી મોટરસાઇકલ, કિંમત અને ખાસિયતો જાણીને તમે ચોંકી ઉઠશો

ટોપ ન્યૂઝ વર્લ્ડ

આવનારા સમયમાં ઉડતી કાર અને બાઇકનો ઉપયોગ થવાનો છે. ઉડતી કારને લઈને હંમેશા સમાચાર સામે આવતા રહે છે. હવે દુનિયાની પ્રથમ ઉડનારી બાઇક પણ આવી ગઈ છે. હકીકતમાં જાપાનની એક કંપની AERQINS આગામી વર્ષ સુધી યુએસએમાં હોવરબાઇક (ઉડતી બાઇક) લોન્ચ કરવા જઈ રહી છે. ( વિડિઓ નીચે આપેલો છે )

હાલમાં આ બાઇકને ડેટ્રોઇટ ઓટો શોમાં પ્રદર્શિત કરવામાં આવી છે. ઉડતી બાઇકનો વીડિયો જોઈને બધા ચોંકી ગયા છે. ન્યૂઝ એજન્સી રોયટર્સે આ વીડિયોને ટ્વિટર પર પોસ્ટ કર્યો છે. જેમાં એક વ્યક્તિ બાઇક પર બેસી હવામાં ફરતો જોવા મળી રહ્યો છે.

આ બાઇકને Xturismo નામ આપવામાં આવ્યું છે. Aerwins Xturismo હોવરબાઇક ઘણા પ્રોપેલર (એક પંખા જેવું ઉપકરણ જે ઉડવાના ઉદ્દેશ્યથી બનાવવામાં આવે છે) નો ઉપયોગ કરી જમીનથી ઉપર ઉડે છે. તેની આગળ અને પાછળ બે મોટા પ્રોપેલર છે, જેની સાથે ચાર નાના પ્રોપેલર આપવામાં આવ્યા છે. મોટા પંખા હોવરબાઇકને લિફ્ટ પ્રદાન કરે છે, જ્યારે નાના સ્ટેબલાઇઝરના રૂપમાં કામ કરે છે.

Aerwins XTurismo 3.7 મીટર (146 ઇંચ) લાંબી, 2.4 મીટર (94.5 ઇંચ) પહોળી અને 1.5 મીટર (59 ઇંચ) ઉંચી છે. તે હવામાં 30થી 40 મિનિટ સુધી 60 માઇલ પ્રતિ કલાક (97 કિલોમીટર પ્રતિ કલાક) ની ટોપ સ્પીડથી ચાલી શકે છે. બાઇકનું વજન 300 કિલોગ્રામ છે. તેમાં કાર્બન ફાઇબર મટિરિયિલનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તે 100 કિલોગ્રામ પેલોડ ક્ષમતા રાખે છે.

બાઇક જાપાનમાં પહેલાથી વેચાણ પર છે અને આગામી વર્ષે સંયુક્ત રાજ્ય અમેરિકામાં વેચાશે. આ ફ્લાઇંગ બાઇકની કિંમત $777,000 (આશરે 6.19 કરોડ રૂપિયા) છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.