શહેરમાં મહિલાઓ તેમજ સગીરાઓ અસલામત હોય તેમ લાગી રહ્યું છે. દિનપ્રતિદિન મહિલાઓ અને સગીરાઓ સાથે અત્યાચાર, છેડતી, દુષ્કર્મ સહિતના બનાવો સતત પોલીસ ચોપડે નોંધાઈ રહ્યા છે. ત્યારે સરદારનગર વિસ્તારમાં રહેતી મહિલાએ જે યુવકને પોતાના ઘરમાં આશરો આપ્યો હતો તેણે જ ફરિયાદીની 12 વર્ષની દીકરીને પોતાની હવસનો શિકાર બનાવી છે.
જોકે, જાનથી મારી નાખવાની ધમકી આપીને સગીરા સાથે શારીરિક સંબંધ બાંધનારા યુવકનો ભાંડો ફૂટી ગયો હતો. જે અંગે હાલ તો પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. સરદારનગરમાં રહેતી રહેતી 42 વર્ષીય મહિલાએ સરદારનગર પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે.
ફરિયાદી મહિલાના કૌટુંબિક નણંદની આર્થિક સ્થિતિ સારી ન હોવાથી અને તેનો દીકરો કોઈ પણ કામ ધંધો ન કરતો હોવાથી છેલ્લા 5 મહિનાથી તેણે તેને પોતાના ઘરે કામ પર રાખ્યો હતો. આરોપી છોકરાઓને લાવવા મૂકવાનું તેમજ કરિયાણું લાવવાનું કામ કરતો હતો. કેટલાક દિવસ અગાઉ આરોપી યુવકે મામાની 12 વર્ષની દીકરીને ઘરની બહાર મોબાઇલમાં ગેમ બતાવવાના બહાને બોલાવી હતી અને તે સમયે કિશોરીનું મોઢું દબાવી તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યો હતો.
એટલું જ નહીં, આ નરાધમે સગીરાને બીજા દિવસે પણ ફોન કર્યો હતો. જોકે, સગીરાએ ફોન ન ઉપાડતા ત્રીજા દિવસે સગીરાને પોતાની સાથે વાત કેમ નથી કરતી તેવું કહીને પોતે બોલાવે ત્યારે મળવા નહીં આવે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેના કારણે ગભરાયેલી કિશોરી આરોપીને મળવા ઘરની બહાર ગઈ હતી અને તે સમયે પણ આરોપીએ બીજી વાર તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યો હતો.
આ બાદ ત્રીજા દિવસે જ્યારે આરોપીએ સગીરાને પોતાની પાસે બોલાવી ત્યારે ઘરમાં અવાજ થતા ફરિયાદી મહિલાનો દીકરો ઉઠી ગયો હતો. તેણે માતાને જગાડતા તેમણે બહાર જઈને જોયું તો આરોપી યુવક તેની દીકરીના કપડાં ઉતારતો હતો. આ દ્રશ્ય જોઈને મહિલાના હોંશ ઉડી ગયા હતા. આરોપી ફરિયાદી મહિલાને જોઈને ફરાર થઈ ગયો હતો. દરમિયાન ફરિયાદી મહિલાએ દીકરીની પૂછપરછ કરતા સમગ્ર મામલો બહાર આવ્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે.
👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈
👉 વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈
નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!