રાજુકમારીની જેમ શણગાર સજીને લગ્નના મંડપમાં આવ્યા લોક ગાયિકા અલ્પા પટેલ, વરરાજા ઉદય ગજેરા પણ જોતા જ રહી ગયા, જુઓ આ લગ્નનો ભવ્ય નજારો તમે નહિ જોયો હોઈ

ગુજરાત

લગ્નોની મોસમમાં વધુ એક નામ ઉમેરાયુ છે. ગુજરાતના પ્રખ્યાત ગાયિકા અલ્પા પટેલના ઘરે લગ્નની શરણાઈ વાગી છે. અલ્પા પટેલે તેમના મૂળ વતન બગસરાના નાના મુંજાયાસરમાં ઉદય ગજેરા સાથે સાત ફેરા લીધા હતા. ત્યારે તેમના આ લગ્ન સોશિયલ મીડિયા પર ચર્ચાનુ કેન્દ્ર બન્યા છે. કારણે સંગીતથી લઈને લગ્ન સુધીના ત્રણ દિવસના પ્રસંગની તસવીરોએ લોકોનુ મન મોહી લીધુ છે. સાઈરામ દવે, કીર્તિદાન ગઢવી, રાજભા ગઢવી, જિગ્નેશ કવિ, તો દિગ્ગજ નેતા જયેશ રાદડીયા પણ અલ્પા પટેલના લગ્નમાં ઉપસ્થિત રહ્યા હતા. કીર્તિદાન ગઢવીએ મંગળ ફેરાના સમયે તારી લાડકી રે ગીત ગાયુ હતું. જેનાથી સમગ્ર લગ્ન ઉત્સવમા નવો જોશ જોવા મળ્યો હતો. કાર્યક્રમોમાં જોવા મળતા અલ્પા પટેલ પોતાના લગ્નમાં રાજકુમારીની જેમ સજીને મંડપ આવ્યા હતા. તેમણે મંગેતર સાથે પ્રિવેડિંગ ફોટોશૂટ પણ કરાવ્યુ હતું. જે પણ ચર્ચામાં રહ્યું. જુઓ તેમના લગ્નની ખાસ તસવીરો…

17 ફેબ્રુઆરીના રોજ ઉદય ગજેરા અને અલ્પા પટેલના લગ્ન થઇ ગયા છે. અલ્પા પટેલના ઘરે ગઈકાલે રુડી જાન આવી પહોંચી છે અને તેમના ઘરે લગ્નની શરણાઈ પણ ગુંજી ઉઠી છે. જેની ઘણી તસવીરો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે. લગ્ન પહેલા તેમણે શાનદાર પ્રિ વેડિંગ ફોટોશૂટ પણ કરાવ્યું હતું જેની તસવીરો પણ સામે આવી હતી.

અલ્પાબેનના લગ્નમાં ગુજરાતના ખ્યાતનામ કલાકારોએ પણ હાજરી આપી હતી, જેની પણ ઘણી તસવીરો સામે આવી છે. અલ્પાબેનના લગ્નમાં સાઈરામ દવે, કિર્તીદાન ગઢવી, રાજભા ગઢવી તેમજ જીગ્નેશ કવિરાજ જેવા દિગ્ગજો જોવા મળે છે. તેમને પણ અલ્પાબેનને મંગળ દામ્પત્ય જીવનના આશીવાર્દ પાઠવ્યા હતા.

ગાયિકા અલ્પા પટેલના લગ્ન ખુબ જ ધામધૂમથી ઉજવાયા હતા. તસવીરોમાં લગ્નની જાહોજલાલી જોવા મળી રહી છે. અલ્પા પટેલને શુભકામનાઓ આપવા માટે સેલેબ્સ પણ તેમના લગ્નમાં પહોંચ્યા હતા.

તો સોશિયલ મીડિયામાં અલ્પા પટેલના ભરથાર ઉદય ગજેરાની તસવીરો પણ સામે આવી હતી. જેમાં તેમના ઘરે લગ્નના પ્રસંગની ઝાંખી પણ જોવા મળી રહી હતી. ઉદય ગજેરાને પીઠી ચોળાતા પણ તસ્વીરોમાં જોવા મળી રહ્યું હતું. આ તસવીરો સોશિયલ મીડિયામાં પણ ખુબ જ વાયરલ થઇ રહી છે.


અલ્પા પટેલ અને ઉદય ગજેરાના સગાઈની પણ કેટલીક તસવીરો બંનેએ તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરી હતી.આ તસવીરો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ ગઈ હતી અને તેમના ચાહકોએ તેમને સગાઈની ખુબ જ શુભકામનાઓ પણ આપી હતી.

અલ્પા પટેલના ગરબાથી લઈને લગ્નની ચોરી સુધીની તસવીરો સામે એવી છે. અલ્પા પટેલ ગુજરાતની પ્રસિદ્ધ ગાયિકા છે. તેમના પાર્ટનર ના તો કોઇ સિંગર છે અને ના તો કોઇ અભિનેતા. જો કે, આ સિવાય તેઓ શું કરે છે, તેની કોઇ માહિતી હાલ સામે આવી નથી.


અલ્પા પટેલ અને ઉદય ગજેરા 17 ફેબ્રુઆરીના રોજ એટલે કે ગઈકાલે લગ્નના બંધનમાં બંધાવાના હતા અને તેમને તેની જાહેરાત પણ પોતાના સોશિયલ મીડિયા ઉપર પ્રિ વેડિંગની એક તસ્વીર શેર કરીને આપી હતી. આ તસ્વીરમાં અલ્પા અને ઉદય બંને એકબીજાનો હાથ પકડી અને ઉભેલા જોવા મળી રહ્યા છે. સાથે જ નીચે લગ્નની તારીખ 17 ફેબ્રુઆરી નોંધી રાખવાનું પણ જણાવ્યું હતું.

અલ્પા પટેલે જ્યારે તેમના કરિયરની શરૂઆત કરી ત્યારે તેઓની ફી માત્ર 50 રૂપિયા હતી પરંતુ આજે તેઓ એક પ્રોગ્રામના 1 લાખથી લઇને 1.25 લાખ સુધી ચાર્જ કરે છે. તેમણે ધોરણ 12 સુધીનો અભ્યાસ કર્યો છે. તેમણે નાની ઉંમરે પિતાની છત્રછાયા ગુમાવી હતી અને તે બાદથી તેઓ મામાના ઘરે જ રહી અભ્યાસ કરતા હતા. તેમનો ઉછેર મામાના ઘરે જ થયો હતો.

લોક ગાયિકા અલ્પા પટેલના લગ્નની સંગીત સંધ્યાની પણ કેટલીક તસવીરો સામે આવી, જેમાં ગાયક દેવાયત ખવાડ જોવા મળી રહ્યા છે. તેમને પોતાના અવાજથી અલ્પા પટેલના લગ્નની ગરબા નાઈટને રંગીન બનાવી હતી. આ ઉપરાંત ગરબામાં દેવાયત અલ્પા પટેલ સાથે ગરબા રમતા પણ જોવા મળી રહ્યા છે.

છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં સ્ટેજ પ્રોગ્રામથી માંડીને લોકડાયરામાં પોતાના સુરીલા કંઠે શ્રોતાઓને ડોલાવતી અલ્પા પટેલે 10 વર્ષની ઉંમરે સિંગીગની શરૂઆત કરી હતી. સુરતમાંથી ફક્ત 50 રૂપિયાની ફીથી પહેલા પ્રોગ્રામની શરૂઆત કરનાર આ જ લોકલાડીલી ગાયક પર આજે ડાયરામાં રૂપિયાનો વરસાદ થાય છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.