આલે લે…તારે / પત્નીએ પતિને જ મૂર્ખ બનાવ્યો, 90 દિવસ પ્રેમીને ઘરમાં રાખ્યો અને કર્યું એવું કે જાણીને તમે ચોંકી જશો

ટોપ ન્યૂઝ

લગ્નેત્તર સંબંધોનો રાફડો ફાટ્યો છે. પાર્ટનર સાથે દગાબાજીના કિસ્સા વધી રહ્યાં છે. આવામાં અમદાવાદનો એક કિસ્સો તમારા રુંવાડા ઉભા કરી દે તેવો છે. પતિને તેની પત્નીના બીજા સાથેના પ્રેમ પ્રકરણની જાણ લગ્નના 14 વર્ષ બાદ થઈ હતી. એટલુ જ નહિ, પત્નીનો પ્રેમી 90 દિવસ સુધી ઘરમાં રહ્યો તો ય પતિ આ વાતથી અજાણ રહ્યો હતો. ત્યારે આડા સંબંધોનો આ કિસ્સો અમદાવાદની ફેમિલી કોર્ટમાં પહોંચ્યો છે.

અમદાવાદમાં 1993 ના વર્ષે એક યુવક અને યુવતીના લગ્ન થયા હતા. તેમના લગ્નને વર્ષો વીતી ગયા. દંપતીને હાલ 27 વર્ષની દીકરી અને 16 વર્ષનો દીકરો છે. પરંતુ વર્ષ 2007 ની આસપાસ એક યુવક પત્નીના સંપર્કમાં આવ્યો હતો. જેની ઓળખાણ પત્નીએ તેની બહેનપણીના પતિ તરીકેની આપી હતી. આ યુવકની દંપતીની ઘરમાં અવરજવર વધી ગઈ હતી.

યુવકે ઘરના પ્રસંગોમાં પણ હાજરી આપતો થઈ ગયો હતો. પતિ જ્યારે પણ પત્નીને આ યુવક સાથે સંબંધો વિશે વાત કરતો તો તે કંઈ પણ કહેવાનુ ટાળી દેતી હતી. તેમજ પતિ સાથે આ યુવક મામલે ઝઘડો પણ કરતી હતી. આખરે પતિને શંકા જતા તેણે મહિલાને છૂટાછેટા આપ્યા હતા.

આમ, એક અજાણ્યા યુવકને કારણે પતિ-પત્નીનુ સુખી લગ્નજીવન ભાંગી પડ્યુ હતું. ખાસ તો વાત એ છે કે, મહિલાએ પોતાના પ્રેમીની તાંત્રિક તરીકે પણ પતિને ઓળખ આપી હતી. પ્રેમી આ તકનો લાભ લઈ દંપતીના ઘરમાં 90 દિવસ સુધી રોકાયો હતો. છતા પત્નીએ પોતાના સંબંધો વિશે મગનું નામ મરી પાડ્યુ ન હતું.

જેની ઓળખાણ પત્નીએ તેની બહેનપણીના પતિ તરીકેની આપી હતી. આ યુવકની દંપતીની ઘરમાં અવરજવર વધી ગઈ હતી. યુવકે ઘરના પ્રસંગોમાં પણ હાજરી આપતો થઈ ગયો હતો. પતિ જ્યારે પણ પત્નીને આ યુવક સાથે સંબંધો વિશે વાત કરતો તો તે કંઈ પણ કહેવાનુ ટાળી દેતી હતી.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.