અમદાવાદ સિરિયલ બ્લાસ્ટનો ઐતિહાસિક ચુકાદો / દેશના ઈતિહાસમાં સૌ પ્રથમવાર 38 દોષિતોને ફાંસીની સજા, 11ને આજીવન કેદ, જાણો કોને ફાંસીની સજા ફટકારાઈ અને કોને આજીવન કેદ?

ગુજરાત ટોપ ન્યૂઝ

26 જુલાઈ 2008… આ કાળમુખા દિવસને અમદાવાદના લોકો ક્યારેય ભૂલી નહીં શકે. કેમ કે આ દિવસે શહેરમાં થયેલા બોમ્બ બ્લાસ્ટમાં એક… બે… નહીં પરંતુ 56 નિર્દોષ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. આવી કપરી પરિસ્થિતિમાં ગુજરાત પોલીસે તમામ આરોપીઓને એક પછી એક ઝડપી લીધા હતા. આખરે પીડિત પરિવારોને આખરે ન્યાય મળ્યો છે. બ્લાસ્ટ કેસના ખાસ જજ આર.આર પટેલે ચુકાદામાં 38 આરોપીઓને ફાંસીની સજા ફટકારી છે અને 11 દોષિતોને આજીવન કેદની સજા ફટકારી છે. ત્યારે કોને ફાંસીની સજા મળી છે અને કોને આજીવન કેદની સજા મળી તે જોઈએ.

આ દોષિતોને મળી ફાંસીની સજા
આરોપી નં-1 જાહીદ કુતબુદ્દીન શેખ ફાંસી
આરોપી નં-2 ઈમરાન ઈબ્રાહીમ શેખને ફાંસી
આરોપી નં-3 ઈકબાલ કાસમ શેખ ફાંસી
આરોપી નં-4 સમસુદ્દીન શાહબુદ્દીન શેખ ફાંસી
આરોપી નં-5 ગ્યાસુદ્દીન અબ્દુલ હલીમ અન્સારી ફાંસી
આરોપી નં-6 મોહમદ આરીફ કાગઝી ફાંસી
આરોપી નં-7 મહંમદ ઉસ્માન અગરબત્તીવાલા ફાંસી
આરોપી નં-8 યુનુસ મહમદ મન્સુરી ફાંસી
આરોપી નં-9 કમરુદ્દીન મહંમદ નાગોરી ફાંસી
આરોપી નં-10 આમીલ પરવાઝ શેખ ફાંસી
આરોપી નં-11 સાબલી અબ્લુદ કરીમ મુસ્લીમ ફાંસી
આરોપી નં-12 સફદર હુસેન જહરુલ હુસેન નાગોરી ફાંસી
આરોપી નં-13 હાફીઝ હુસેન તાજુદ્દીન મુલ્લા ફાંસી
આરોપી નં-14 મોહમદ ગુલામ ખ્વાજા મન્સુરી ફાંસી
આરોપી નં-15 મુફ્તી અબુબસર અબુબકર શેખ ફાંસી
આરોપી નં-16 અબ્બાસ ઉંમર સમેજા ફાંસી
આરોપી નં-18 જાવેદ એહમદ શેખ ફાંસી
આરોપી નં-27 મહંમદ ઈસ્માઈલ મહંમદ ઈસાક મન્સુરી
આરોપી નં-28 અફઝલ મુતલ્લીબ ઉસ્માની
આરોપી નં-31 મહંમદ આરીફ જુમ્મન શેખ
આરોપી નં-32 આરીફ બસીરૂદ્દીન શેખ
આરોપી નં-36 મહંમદ આરીફ નસીમ અહેમદ મીરઝા
આરોપી નં-37 કયામુદ્દીન સરફુદ્દીન કાપડીયા
આરોપી નં-38 મહંમદ સેફ
આરોપી નં-39 જીશાન ઈશાન અહેમદ શેખ
આરોપી નં-40 ઝીયાઉર અબ્દુલ રહેમાન તેલી
આરોપી નં-42 મહંમદ શકીલ લુહાર
આરોપી નં-44 મોહંમદ અકબર ઈસ્માઈલ ચૌધરી
આરોપી નં-45 ફઝલે રહેમાન દુર્રાની
આરોપી નં-47 અહેમદબાવા અબુબકર બરેલવી
આરોપી નં-49 સરફુદ્દીન
આરોપી નં-50 સૈફુર રહેમાન
આરોપી નં-60 સાદુલી અબ્દુલ કરીમ
આરોપી નં-63 મોહંમદ તનવીર પઠાણ
આરોપી નં-69 આમીન નઝીર શેખ
આરોપી નં-70 મોહમદ મોબીન
આરોપી નં-75 મોહમ્મદ રફીક મસકુર અહેમદ
આરોપી નં-78 તૌસીફખાન પઠાણ

આ દોષિતેને મળી આજીવન કેદ
આરોપી નં-20 અતીકઉર રહેમાન અબ્દુલ હકીમ મુસલમાન
આરોપી નં-21 મહેંદીહસન અબ્દુલ હબીબ અન્સારી
આરોપી નં-22 ઈમરાન અહેમદ સીરાજ અહેમદ હાજી પઠાણ
આરોપી નં- 26 મહંમદ અલી મહોરમ અલી અન્સારી
આરોપી નં-30 મહંમદ સાદ્દીક શેખ
આરોપી નં-35 રફીઉદ્દીન સરફુદ્દીન કાપડીયા
આરોપી નં-43 અનીક ખાલીદ શફીક સયૈદ
આરોપી નં-46 મોહંમદ નૌસાદ મોહંમદ ઈરશાદ સયૈદ
આરોપી નં-59 મોહંમદ અન્સારી
આરોપી નં-66 મોહંમદ સફીક અન્સારી
આરોપી નં-74 મોહમદ અબરાર બાબુખાન મણીયાર

અગાઉ પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની હત્યાના આરોપમાં 26 લોકોને ફાંસીની સજા સંભળાવવામાં આવી હતી. આરોપીઓ હાલ અમદાવાદ, મધ્યપ્રદેશ, બિહાર અને મહારાષ્ટ્રની જેલમાં બંધ છે. મૃતકોને 1 લાખ રૂપિયા, ઘાયલોને 50 હજાર રૂપિયા અને સામાન્ય ઘાયલોને 25 હજાર રૂપિયાનું વળતર આપવાનો આદેશ આપવામાં આવ્યો છે.

જાણો શું કરવામાં આવી હતી દલીલ:
સરકાર તરફી વકીલોએ દલીલ કરી હતી કે તે આતંકવાદનું કૃત્ય હતું જે સાબિત થયું હતું. સાથે કહ્યું કે, રેરેસ્ટ ઓફ રેર કેસ છે. આ ઘટનામાં નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા, ઘણા લોકો ઘાયલ થયા. તેના સંબંધીઓની સ્થિતિને કોર્ટે ધ્યાને લીધી છે. કોર્ટ વળતરનો આદેશ પણ આપે છે. દેશ વિરુદ્ધ હત્યા, કાવતરું, આતંકવાદ અને યુદ્ધ સાબિત થયું છે. તેથી આરોપીઓને મહત્તમ સજા થવી જોઈએ. આરોપીઓ પર દયા ન રાખવી જોઈએ.

અમદાવાદ સીરીયલ બ્લાસ્ટની સંપૂર્ણ ટાઈમ લાઇન:
અમદાવાદમાં 26 જુલાઈ 2008ના રોજ સિરિયલ બ્લાસ્ટ થયો હતો. અમદાવાદમાં સાંજે 6.30 થી 8.10 વાગ્યા સુધી 20 અલગ-અલગ જગ્યાએ 21 બ્લાસ્ટ થયા હતા. જેમાં હાટકેશ્વર, નરોડા, સિવિલ હોસ્પિટલ, એલજી હોસ્પિટલ, ઇસનપુર, ખાડિયા, નારોલ સર્કલ, જવાહર ચોક, ગોવિંદ વલી, રાયપુર ચકલા, સારંગપુર, બાપુનગર, ઠક્કર બાપા નગર, સરખેજનો સમાવેશ થાય છે. આ ઘટનામાં 56 લોકો માર્યા ગયા અને 240 લોકો ઘાયલ થયા હતા.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *