અરે બાપરે…બિચારા માસુમનો શું વાંક / બળજબરી પૂર્વક ધર્મ પરિવર્તન કરાવવાનાં આરોપ હેઠળ શાળા પર હુમલો, બાળકો અને શિક્ષકો માંડ માંડ બચ્યા- જુઓ વિડીયો

ઇન્ડિયા ટોપ ન્યૂઝ

હિન્દુ સંગઠનોના કાર્યકર્તાઓએ ધર્માંતરણનો આરોપ લગાવી મધ્યપ્રદેશના વિદિશામાં એક મિશનરી સ્કૂલમાં પથ્થરમારો અને તોડફોડ કરી હતી. વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળના કાર્યકર્તાઓએ સોમવારે સેન્ટ જોસેફ સ્કૂલ પર 8 બાળકનાં ધર્માંતરણ કરાવવાનો આરોપ લગાવી સ્કૂલ પર હુમલો કર્યો હતો, આ દરમિયાન 12મા ધોરણના વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા હતા. પોલીસે સ્થળ પર પહોંચીને ભીડને હટાવી હતી. આ મામલે કેસ નોંધવામાં આવ્યો છે અને 5 લોકોની અટકાયત કરવામાં આવી છે.

અહીં શાળાએ ધર્મપરિવર્તનની વાતને ફગાવી દીધી છે અને કલેક્ટરને ફરિયાદ કરી છે. હકીકતમાં VHP અને બજરંગ દળે કથિત ધર્માંતરણના વિરોધમાં પ્રદર્શન અને ઘેરાવની જાહેરાત કરી હતી. પોલીસે એને મામૂલી ગણતી હતી, પરંતુ પ્રદર્શનકારીઓ દરવાજા અને દીવાલો તોડીને શાળાના કેમ્પસમાં પ્રવેશ્યા હતા. તેમણે ત્યાં રાખેલી ખુરશીઓ, ત્યાં પાર્ક કરેલી કાર અને મકાનની બારીઓના કાચ તોડી નાખ્યા હતા. હોબાળા વચ્ચે શાળામાં બાળકોની પરીક્ષા ચાલી રહી હતી.

મધ્યપ્રદેશ(Madhya Pradesh)ના વિદિશામાં કથિત ધર્મ પરિવર્તન(Conversion)ને લઈને હોબાળો મચી ગયો છે. કેટલાક લોકોએ શાળા પર ધર્માંતરણનો આરોપ લગાવીને હંગામો મચાવ્યો હતો. વિદ્યાર્થીઓ શાળાની અંદર પરીક્ષા આપતા રહ્યા અને લોકોએ બહારથી પથ્થરમારો શરૂ કર્યો.

સોમવારે, જમણેરી જૂથ બજરંગ દળના કાર્યકરો, ડઝનેક સ્થાનિકો સાથે, મધ્ય પ્રદેશમાં એક શાળા પર હુમલો કર્યો અને દાવો કર્યો કે ખ્રિસ્તી મિશનરી સંસ્થા દ્વારા આઠ વિદ્યાર્થીઓનું ધર્માંતરણ કરવામાં આવ્યું હતું. આ ઘટનાનો વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં તેઓ એક સ્કૂલમાં ઘૂસીને પથ્થર ફેંકતા જોઈ શકાય છે. હિંસા સમયે 12મા ધોરણના વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા હતા.

મળતી માહિતી મુજબ, વિદિશા જિલ્લાના ગંજ બાસોદા શહેરમાં આવેલી સેન્ટ જોસેફ સ્કૂલમાં હંગામો થયો છે. પહેલા સોશિયલ મીડિયા પર સ્કૂલના મેનેજર દ્વારા આઠ વિદ્યાર્થીઓનું ધર્માંતરણ કરવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો, ત્યારબાદ બજરંગ દળના કાર્યકર્તાઓએ સ્કૂલ પર હુમલો કર્યો હતો. વીડિયોમાં બિલ્ડિંગની બહાર મોટી ભીડ જોવા મળી રહી છે, જે સ્કૂલ પ્રશાસન વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી રહી છે.

જોકે, પોલીસ ટોળાને વિખેરવાનો પ્રયાસ કરતી જોવા મળી હતી. આ દરમિયાન ત્યાં હાજર વિદ્યાર્થીઓ અને શાળાના સ્ટાફે કોઈક રીતે તેમનો જીવ બચાવી લીધો હતો. મળતી માહિતી અનુસાર, શાળાના મેનેજર ભાઈ એન્ટનીએ દાવો કર્યો છે કે, તેમને એક દિવસ પહેલા સ્થાનિક મીડિયા દ્વારા હુમલાની માહિતી મળી હતી. ત્યારબાદ તેમણે પોલીસ અને રાજ્ય પ્રશાસનને જાણ કરી હતી. તેણે પોલીસ પર સુરક્ષાની પૂરતી વ્યવસ્થા ન કરવાનો આરોપ પણ લગાવ્યો.

મેનેજર ભાઈ એન્ટનીએ પણ ધર્માંતરણના દાવાઓને નકારી કાઢ્યા હતા અને દાવો કર્યો હતો કે ફરિયાદમાં નામ આપવામાં આવેલ એકપણ વિદ્યાર્થી અમારા વિદ્યાર્થીઓ સાથે મેળ ખાતો નથી. બીજી તરફ બજરંગ દળના સ્થાનિક નેતા નિલેશ અગ્રવાલે ધર્માંતરણના આ મામલે તપાસની માંગ કરી છે.

પોલીસે જણાવ્યું હતું કે, તોડફોડ માટે જવાબદારો સામે કાર્યવાહી કરવામાં આવશે. આ સાથે કથિત ધર્મ પરિવર્તનની પણ તપાસ શરૂ કરવામાં આવી છે.

જ્યાં પ્રદર્શન થયું ત્યાં માત્ર 4 પોલીસકર્મી તહેનાત હતા : હિન્દુ સંગઠનોના પ્રદર્શનને જોતાં પોલીસે વિદિશા, ગુલાબગંજ, ત્યોંદા, નટેરનથી ફોર્સ બોલાવી હતી, પરંતુ એને શહેરના વિવિધ સ્થળોએ તહેનાત કરવામાં આવી હતી. જ્યાં પ્રદર્શન ચાલી રહ્યું હતું ત્યાં માત્ર ચાર પોલીસકર્મી ગોઠવવામાં આવ્યા હતા, કારણ કે વિરોધીઓ ભડકશે એનો અંદાજ તમનો નહોતો.

30 ઓક્ટોબરે ધર્માંતરણ કરવામાં આવ્યું : હિન્દુ સંગઠનોનો આરોપ છે કે 30 ઓક્ટોબરે સેન્ટ જોસેફ સ્કૂલમાં ઈસાઈ ધર્મનો કાર્યક્રમ યોજી 8 વિદ્યાર્થિનીનું ગુપ્ત રીતે ધર્માંતરણ કરાવાયું હતું. આ સમાચાર બહાર આવતાં જ તેના પર હોબાળો મચી ગયો. હોબાળાના એક દિવસ પહેલાં ઘણી સામાજિક સંસ્થાઓએ કાર્યવાહીની માગ સાથે મેમોરેન્ડમ આપ્યા હતા.

રાજ્યમાં મિશનરી સંસ્થાઓ દ્વારા હિન્દુ બાળકોના ધર્માંતરણનો આ ચોથો કિસ્સો છે. આ પહેલાં ખરગોનમાં ધર્મપરિવર્તનના સંબંધમાં પોલીસે એક મહિલા અને એક પુરુષની ધરપકડ કરી હતી. એનો વીડિયો પણ સામે આવ્યો છે. આમાં એક વ્યક્તિ કહી રહી હતી કે 22 લોકોનું ધર્મપરિવર્તન થયું છે. એવી જ રીતે ઝાબુઆમાં પોલીસે ધર્મપરિવર્તનના સંબંધમાં 10 લોકો સામે કેસ નોંધ્યો હતો.

આ પછી રાયસેનની ગર્લ્સ હોસ્ટેલમાં હિન્દુ છોકરીઓનાં ધર્માંતરણને લઈને ચિલ્ડ્રન કમિશનને ફરિયાદ કરવામાં આવી હતી. વિદ્યાર્થિનીઓને ધાર્મિક પુસ્તકો આપીને તેમનું બ્રેનવોશ કરવાનો આરોપ હતો. શહેરમાં આવો જ એક કિસ્સો સામે આવ્યા બાદ આ અંગે હોબાળો મચી ગયો છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.