શુભ મંગલ સાવધાન / જુઓ લગ્નસરાની મૌસમમાં જંગલ સફારીમાં પણ જોડીઓની જમાવટ

ગુજરાત ટોપ ન્યૂઝ

કોરોના વચ્ચે લગ્નસરાની મૌસમ નિયંત્રણો અને કરફ્યુ વચ્ચે પણ હાલ જામી રહી છે. આ મેરેજ સિઝનમાં વિશ્વની સૌથી ફાસ્ટેટ કેવડિયા SOU જંગલ સફારી પણ કેવી રીતે અલિપ્ત રહી શકે.

સરદાર પટેલ ઝુલોજીકલ પાર્કમાં હાલ નવી જોડીઓ બની રહી છે તો કેટલીક નવી જોડીઓ બહારથી લવાઈ છે, તો કેટલાક નવા મહેમાનોનું આગમન પણ થયું છે. અને હનીમૂન પણ જામી રહ્યાં છે. વિશ્વના સૌથી ફાસ્ટેટ ઝુલોજીકલ પાર્ક હેઠળ સરદાર પટેલ જંગલ સફારી કેવડિયા STATUE OF UNITY સ્થળે ઉભી કરવામાં આવી હતી. જ્યાં દેશ અને વિદેશના પ્રાણીઓ સાથે પશુ-પક્ષીઓનો પણ સમાવેશ કરાયો છે.

વિશાળ જગ્યામાં સરદાર સરોવર નર્મદા ડેમની સમીપ પહાડો અને વૃક્ષો વચ્ચે કુદરતી વાતાવરણમાં જ ઉભી કરેલી જંગલ સફારી દેશી અને વિદેશી પ્રાણીઓ તેમજ પક્ષીઓને પણ અનુકૂળ આવી જતા હવે પરિવાર વધારો પણ શરૂ થઈ ગયો છે. નવા મહેમાન (બચ્ચા)ના જંગલ સફારીમાં આગમન વચ્ચે હવે લગ્નસરાની મોસમ વચ્ચે જોડીઓ પણ બનવાની શરૂ થઈ જવા સાથે નવી જોડીઓ પણ લાવવામાં આવી છે.

જંગલ સફારીમાં આકર્ષણ વધારવા રીંછની જોડી, વાઈલ્ડ રેડ ડોગ અને વુલ્ફ (વરૂ) ની જોડી (કપલ) નો ઉમેરો કરાયો છે. તો 2500 કિલોના મંગલ (ગેંડા) માટે મંગલા અને બ્લેક પેંથર (બગીરા) માટે બાબુલ લેપડની જોડી બનાવવામાં આવી છે. જ્યારે હિપોપોટીમ્સને પણ લવાયો છે. મેરેજ સીઝનમાં જંગલ સફારીમાં જોડીઓ બનાવવા અને જામવા સાથે મેળાપરૂપે હનીમૂનની મોસમ પણ શરૂ થઈ ગઇ છે. જેમાં બ્લેક પેંથર અને લેપડ (દીપડા) નો સહવાસ કરતો દુર્લભ વિડીયો પણ સામે આવ્યો છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.