આવો કેવો ત્રાસ / જાણો અમદાવાદમાં સગાઇ પછી સ્વરૂપવાન મંગેતર શેના માટે કરતી હતી દબાણ કે વેપારીના પુત્રને આખરે આવું પગલું ભરવું પડ્યું

ટોપ ન્યૂઝ અમદાવાદ

સામાન્ય આપઘાત કેસમાં પણ પોલીસ મૃતકને ન્યાય ન આપતી હોવાના આક્ષેપ થયા છે. એક યુવકે ફિઆન્સીના ત્રાસથી કંટાળી આપઘાત કર્યો હતો. પોલીસે શરૂઆતમાં અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો હતો બાદ પરિવારની રજુઆત અને પુરાવા મેળવીને નરોડા પોલીસે આત્મહત્યા માટે દુષ્પ્રેરણાનો ગુનો નોંધ્યો હતો. ફિઆન્સી અને તેના પરિવારે યુવક પાસે પૈસાની માંગણી કરી અને આ જ માંગણી એ યુવકનો જીવ લીધો હતો.

નરોડા વિસ્તારમાં કૈલાશ રોયલ ફલેટના આઈ બ્લોકના 203 નંબરના ફલેટમાં રહેતા માખીજા પરિવારે દીકરો ગુમાવ્યો. પરિવારના 30 વર્ષીય પુત્ર લખન માખીજા એ ઘરના હોલમાં પંખા સાથે દુપટ્ટો બાંધીને ગળે ફાંસો ખાઇને મોતને વહાલું કરી લીધું હતું. જે યુવતી સાથે તેની સગાઈ થઈ હતી તે કેનેડા જવા કરોડો રૂપિયા ભેગા કરવા દબાણ કરી ત્રાસ આપતી હતી અને સગાઈ તોડવાનું કહીને મૃતકને પરેશાન કરતી હતી જેથી લખન એ આપઘાત કર્યો હતો.

મૃતક લખનના યુવતી સાથે લગ્ન પણ થવાના હતા પણ એ પહેલા જ તેણે કંટાળીને આત્મહત્યા કરી લીધી. પરિવારનો આક્ષેપ છે કે જ્યારથી સગાઇ થઇ ત્યારથી જ ફિઆન્સીએ અલગ અલગ માંગણીઓ શરુ કરી હતી. જેમાં પહેલા આઈફોનની માંગણી કરી હતી, તો મૃતક લખને આઇફોન લઈ આવ્યો હતો. ત્યાર બાદ મંગેતરને લેહ-લદાખ ફરવા માટે જવું હતું, તો એક લાખ રોકડની માંગણી કરી હતી. મૃતક યુવક લખને એક લાખ રૂપિયા આપ્યાનો આક્ષેપ પરિવાર કરી રહ્યો છે. ત્યાર બાદ યુવતીએ વાઈટ ગોલ્ડ સેટ અને ડાયમંડના સેટની પણ માંગણી કરતી હતી. આ તમામ ઘટના બાદ પોલીસને જાણ પણ કરાઈ અને ચેટ તથા ઓડિયો રેકોર્ડિંગ પણ પોલીસને અપાયા હતા.

નરોડા પોલીસે પરિવારની રજુઆત અને પરિવારે આપેલા પુરાવાને આધારે યુવતી સામે આત્મહત્યા કરવા દુષપ્રેરીત કરવા બદલ ગુનો નોંધાયો છે. પોલીસ દ્વારા તમામ પુરાવા FSLમાં મોકલવામાં આવશે. અગાઉ માત્ર આપઘાત જ પોલીસે ચોપડે નોંધ્યો હતો પરંતુ હવે કલમ 306 હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

યુવતી મોંઘી વસ્તુઓની માગણી કરતી હોવાનો આક્ષેપ
ફરિયાદ મુજબ, લખનની સગાઈ થઈ ત્યારથી જ તેની મંગેતર વિવિધ માગણીઓ કરતી હતી. તેણે પહેલાં આઈફોનની માગણી કરી તો લખને તેને આઈફોન અપાવ્યો હતો. ત્યાર બાદ લેહ-લદાખ ફરવા જવા માટે તેણે રોકડા એક લાખ માંગતા લખને એક લાખ આપ્યા હતા. યુવતીએ વ્હાઈટ ગોલ્ડ સેટ અને ડાયમંડ સેટની પણ માગ્યા હોવાનો પરિવારે આક્ષેપ કર્યો છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.