પંજાબમાં પ્રધાનમંત્રી મોદીની સુરક્ષામાં ચૂકના મામલે હાલ દેશભરમાં હોબાળો મચ્યો છે. આ ઘટનાએ સુરક્ષામાં છિંડાનું સૌથી મોટું ઉદાહરણ છે. આ ખુબ જ ગંભીર બાબત છે. PM Modi બાદ હવે ઉત્તરાખંડના પૂર્વ CM હરીશ રાવતની સુરક્ષામાં ચૂક, છરો લઈને મંચ મારવા પહોંચ્યો શખ્સ! આ ઘટનાને પગલે રાજનેતાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. ઉત્તરાખંડના પૂર્વ મુખ્યમંત્રી હરીશ રાવતની સુરક્ષામાં ચૂકની એક ઘટના સામે આવી છે. કાશીપુરા ખાતે એક યુવક છરો લઈને રાવતના મંચ પર પહોંચી ગયો હતો અને ત્યાર બાદ કાર્યક્રમમાં અફરા તફરી મચી ગઈ હતી. એક તરફ પંજાબમાં પ્રધાનમંત્રી મોદીની સુરક્ષામાં ચૂકને લઈ દેશભરમાં હોબાળો મચેલો છે તેવા સમયે જ આ ઘટના પણ સામે આવી છે.
હકીકતે હરીશ રાવત એક કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપવા માટે પહોંચ્યા હતા. જનસભા બાદ એક આધેડ છરો લઈને મંચ પર ચઢી ગયો ત્યાર બાદ ભારે અફરા તફરી મચી ગઈ હતી. જોકે, કોંગ્રેસના કાર્યકરો અને નેતાઓએ તેને નીચે ઉતારીને છરો પોતાના કબજામાં લઈને પોલીસના હવાલે કરી દીધો હતો.
પૂર્વ મુખ્યમંત્રી હરીશ રાવત કોંગ્રેસના સદસ્યતા અભિયાનમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપવા માટે પહોંચ્યા હતા. તેઓ પોતાનું સંબોધન પૂરૂ કરીને નીચે ઉતર્યા તે સાથે જ એક આધેડ અચાનક જ મંચ પર પહોંચી ગયો હતો અને સંબોધન સ્થળે જઈને માઈકમાં જય શ્રી રામના નારા લગાવવા લાગ્યો હતો. કોંગ્રેસી કાર્યકરોએ તેની ગતિવિધિનો વિરોધ કર્યો અને માઈક બંધ કરી દીધું તો ગુસ્સે થઈને તેણે અચાનક જ છરો કાઢ્યો હતો અને જય શ્રી રામ ન બોલવા પર જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
Uttarakhand | A case registered against a man for allegedly brandishing a knife during an event organized by the Congress party in Udham Singh Nagar. Former CM Harish Rawat was also present at the event: Udham Singh Nagar Senior Superintendent of Police (SSP) Dilip Singh Kunwar
— ANI UP/Uttarakhand (@ANINewsUP) January 7, 2022
ત્યાર બાદ મંચ પર અફરા તફરી મચી ગઈ હતી તથા કોંગ્રેસી નેતા પ્રભાસ સાહનીએ અન્ય કાર્યકરો સાથે મળીને તે વ્યક્તિને પકડીને છરો પોતાના કબજામાં લઈ લીધો હતો. ત્યાર બાદ કાર્યકરોએ તેને પોલીસના હવાલે કરી દીધો હતો. કોંગ્રેસે આ મામલે પ્રશાસનની મોટી ચૂક હોવાનો આક્ષેપ લગાવ્યો છે.
શખ્સે લગાવ્યા જય શ્રી રામના નારા
પૂર્વ સીએમ હરિશ રાવત કોંગ્રેસના સભ્યતા અભિયાનમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપવા પહોંચ્યા હતા. જેવા હરીશ રાવત પોતાના સંબોધનને ખતમ કર્યા બાદ નીચે ઉતર્યા એક આધેડ અચાનક મંચ પર પહોંચી ગયો અને સંબોધન સ્થળ પર પહોંચ્યા બાદ તેણે માઈક પરથી જય શ્રી રામના નારા લગાવવાના શરુ કરી દીધા. જ્યારે તેની આ ગતિવિધિનો કોંગ્રેસ કાર્યકર્તાઓએ વિરોધ કર્યો અને માઈક બંધ કરી દીધું તે આક્રોશમાં આધેડે અચાનક છરો કાઢ્યો અને જય શ્રીરામ નહીં બોલવા પર મારી નાંખવાની ધમકી આપી.
આ બાદ મંચ પર અફરાતફરી મચી ગઈ. આ બાદ કોંગ્રેસ નેતા પ્રભાત સાહનીએ અન્ય કાર્યકર્તાઓની સાથે મળીને યુવકને પકડી લીધો અને ચાકુને પોતાના કબ્જામાં લીધા. આ બાદ કાર્યકર્તાઓએ તેને પોલીસને સોંપી દીધો. કોંગ્રેસનો આરોપ છે કે આ પ્રશાસનની મોટી ચૂક છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે.
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!