નેતજીની જવાની ઉભરાઈ / ભાજપના પૂર્વ કોર્પોરેટર અને મહિલા અધિકારી વચ્ચે ઇલુ-ઇલુ- પ્રેમપ્રકરણ બહાર આવતા કર્યા એવા ધમપછાડા કે જાણીને તમે પણ ચોંકી જશો

રાજકોટ

પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપની નો ગઢ એવા રાજકોટ શહેરમાં પૂર્વ કોર્પોરેટર અને મહિલા અધિકારી વચ્ચે પ્રેમ સંબંધની વાતે જોર પકડ્યું છે. ભાજપના પૂર્વ કોર્પોરેટરનું મહિલા અધિકારી સાથે ઇલુ-ઇલુ હોવાની ચર્ચાઓ ચર્ચાઈ રહી છે. આ ઉપરાંત, પૂર્વ કોર્પોરેટરને ભાજપના જૂના જૂથનો સાથ હોવાની પણ વાત જાણવા મળી રહી છે.

હાલમાં અંગ્ર રાજ્યમાં ભાજપમાં પૂર્વ કોર્પોરેટરનું પ્રેમ પ્રકરણ સામે આવતા ચર્ચાનો વિષય બન્યું છે. મળતી માહિતી અનુસાર, ભાજપમાં પૂર્વ કોર્પોરેટરને સેનેટરી વિભાગના એક મહિલા ઑફિસર વચ્ચે ઇલુ-ઇલુ હોવાની ચર્ચા ચર્ચાઈ રહી છે. સેનેટરી વિભાગમાં ફરજ બજાવતા મહિલા ઑફિસરની બદલી ન કરવા માટે પૂર્વ કોર્પોરેટર દ્વારા દબાણ કરવામાં આવ્યું . ત્યારે ભાજપના જૂના કોર્પોરેટર સામે નવા ચૂંટાયેલા કોર્પોરેટરે વિરોધ નોંધાવી મ્યુનિસિપલ કમિશન સુધી વાત પહોંચાડી છે. અંતે સેનેટરી વિભાગના મહિલા ઑફિસરની બદલી કરવામાં આવી હતી.

ભાજપના પૂર્વ કોર્પોરેટરને ભાજપના જ એક જૂથનો ટેકો હોવાથી તેઓ મનપાની કોઇ પણ બેઠક હોય તેમાં તેઓનો દબદબો યથાવત જોવા મળતો હતો. તેઓ પર એવો પણ આક્ષેપ થયો છે કે તેઓ કોર્પોરેટર જેવો રુઆબ બતાવે છે. જો કે આ મામલો મ્યુનિસિપલ કમિશનર સુધી પહોંચ્યો હતો. અને ભાજપના વર્તુળમાં આ ચર્ચાએ જોર પકડ્યુ હતું.

પ્રાપ્ત માહિતી અનુસાર, વર્ષોથી સેનેટરી વિભાગમાં મહિલા સેનેટરી ઇન્સપેક્ટર ફરજ નિભાવે છે તેઓના લગ્ન પણ થઇ ચુક્યા છે, પૂર્વ કોર્પોરેટર પણ પરિણીત હોવા છતાં બંને વચ્ચે પ્રેમસંબંધો ખીલ્યા હોવાનુ સામે આવ્યુ હતું. જો કે ગત ચૂંટણીમાં પૂર્વ કોર્પોરેટરનું પત્તુ કપાઇ ગયુ પરંતુ બંને વચ્ચે પ્રેમ કહાની ચાલુ જ રહેતા વર્તમાન કોર્પોરેટર દ્વારા મેયર અને મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરી હતી.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.