ભાજપના નેતાઓ જ PM મોદી નું પણ નથી સાંભળતા / જુઓ કોરોનની ત્રીજી લહેરને આમંત્રણ આપતા બોટાદમાં પૂર્વ મંત્રી સૌરભ પટેલે કર્યુ આ મોટું કાર્ય, જુઓ વિડિઓ લાખોની જનમેદની ઉમટી

ગુજરાત ટોપ ન્યૂઝ

એમિક્રોન અને કોરોનાના વધતા કેસોએ આરોગ્ય વિભાગની ઊંઘ ઉડાડી દીધી છે અને BJPના નેતાઓ ભીડ એકઠી કરે છે

ઓમિક્રોનની દહેશનત વચ્ચે ગુજરાત સહિત રાજ્યોમાં કોરોનાના કેસમાં ફરી એક વખત ઉછાળો આવ્યો છે. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા લોકોને સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવાની સલાહ અપાય છે, ત્યારે ભાજપના જ નેતા સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા ઉડાવી રહ્યા છે. શનિવારે બોટાદની સરકારી હાઈસ્કૂલ ગ્રાઉન્ડમાં નાઈટ ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન કરાયું હતું, જેમાં ગુજરાત સરકારના ભૂતપૂર્વ ઊર્જામંત્રી અને બોટાદના ધારાસભ્ય સૌરભ પટેલની હાજરીમાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઊડ્યા હતા.

ઓમિક્રોનની દહેશનત વચ્ચે ગુજરાત સહિત રાજ્યોમાં કોરોનાના કેસમાં ફરી એક વખત ઉછાળો આવ્યો છે. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા લોકોને સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવાની સલાહ અપાય છે, ત્યારે ભાજપના જ નેતા સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા ઉડાવી રહ્યા છે. શનિવારે બોટાદની સરકારી હાઈસ્કૂલ ગ્રાઉન્ડમાં નાઈટ ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન કરાયું હતું, જેમાં ગુજરાત સરકારના ભૂતપૂર્વ ઊર્જામંત્રી અને બોટાદના ધારાસભ્ય સૌરભ પટેલની હાજરીમાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઊડ્યા હતા.

25મી ડિસેમ્બરે રાત્રે ટૂર્નામેન્ટ યોજાઇ હતી : રાજ્યમાં એક બાજુ એમિક્રોન વેરિયન્ટ અને કોરોનાના વધતા જતા કેસોએ આરોગ્ય વિભાગની ઊંઘ ઉડાડી દીધી છે, જ્યારે બીજી બાજુ ભાજપ સરકારના જ જવાબદાર નેતાઓ ભીડ એકઠી કરીને કોરોના ગાઇડલાઇન્સના ધજાગરા ઉડાવી રહ્યા છે. 25મી ડિસેમ્બરે રાત્રે યોજાયેલી આ ટૂર્નામેન્ટમાં હજારોની ભીડ ઊમટી હતી, જેમાં સોશિયલ ડિસ્ટન્સ અને માસ્કના નામે મીંડુ જોવા મળ્યું હતું. આ ભીડનો વીડિયો પણ ખુદ સૌરભ પટેલે જ વાઇરલ કર્યો હતો.

સૌરભ પટેલનો વીડિયો સરકાર સામે પડકાર રૂપ : કોરોના બાદ ઓમિક્રોનના વધતા સંક્રમણ વચ્ચે સૌરભ પટેલનો વીડિયો સરકાર સામે પડકાર રૂપ બન્યો છે. સૌરભ પટેલની હાજરીમાં હજારોની સંખ્યામાં લોકોએ ઊમટી પડીને નાઈટ ક્રિકેટ ટૂર્નામેન્ટમાં સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કરીને ઓમિક્રોનને નિમંત્રણ આપ્યું હોવાનું સ્પષ્ટ છે.

કોવિડના નિયમો માત્ર પ્રજા માટે : બે દિવસ પહેલાં વડાપ્રધાન મોદીએ મન કી બાત કાર્યક્રમમાં રાજ્યોને કારોનાના વધતા કેસ સામે સાવધાની રાખવા માટે સૂચન કર્યું હતું. પીએમ મોદીએ એક વખત ફરી દેશવાસીઓને કોરોના મહામારીથી બચવા માટેના તમામ ઉપાયોનું પાલન કરવાની પણ અપીલ કરી હતી. તેમ છતાં ભાજપના નેતા સુધરવાનું નામ નથી લેતા. એક તરફ વડાપ્રધાન મોદી કોરોના ગાઈડલાઈન્સનું પાલન કરવા માટે સૂચના આપે છે અને બીજી તરફ ભાજપના જ નોતાઓ ગાઇડલાઇન્સના ધજાગરા ઉડાડે છે. આ જોતાં સ્પષ્ટ ચિત્ર જોવા મળે છે કે સરકારના નિયમો માત્ર સામાન્ય પ્રજા માટે જ છે, ભાજપના નેતાઓ માટે નથી.

( વિડિઓ જોવા માટે અહીં ક્લિક કરો : https://videos.bhaskarassets.com/2021/12/27/08-botad-saurabh-patel-vishal1_1640589621/mp4/v360.mp4 )


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.