પિતાએ હેવાનિયતની હદ વટાવી / પોતાની જ દીકરી પર દુષ્કર્મ આચર્યું, બદનામીના ડરથી દીકરી સાથે કર્યું એવું કે જાણીને તમારું લોહી ઉકળશે

ઇન્ડિયા

દિવસે ને દિવસે આપણા દેશમાં દુષ્કર્મની ઘટનાઓ વધી રહી છે. ત્યારે વધુ એક ઘટના સામે આવી છે. ઉત્તર પ્રદેશના મહારાજગંજ જિલ્લામાં એક કળયુગી પિતાએ તેની જ પુત્રી લોક લજ્જાના ડરથી ગળું દબાવીને હત્યા કરી નાખી.

14 માર્ચે કોલ્હુઈ પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના ગામની નહેરમાંથી એક કિશોરીનો મૃતદેહ મળ્યો હતો. 11 માર્ચે રાત્રે બાળકીની હત્યા કરવામાં આવી હતી. હત્યાનું કારણ જાણવા મળ્યું કે, હત્યાની રાત્રે 12 વર્ષની બાળકી પર દુષ્કર્મ ગુજારવામાં આવ્યું હતું અને તે યુવક દુષ્કર્મ આચરીને ત્યાંથી ભાગી ગયો હતો.

જ્યારે છોકરીના પિતાને આ વાતની જાણ થઈ તો છોકરીના પિતાને ડર લાગવા લાગ્યો કે હવે મારી ઈજ્જતનું શું રહેશે? તેથી તેણે તેની પુત્રીનું ગળું દબાવીને હત્યા કરી હતી. હત્યા કર્યા બાદ લાશને ઘરથી થોડે દૂર બજારમાં ફેંકી દીધી હતી અને સાથે હાજર પુત્રને કહ્યું હતું કે, તું કોઈ ને પણ કહેતો નઈ નહીં, નહીતર તારી પણ આવી જ હાલત થશે. થોડા દિવસો વીતી ગયા પછી છોકરીના ભાઈએ તેના જ પિતા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી અને આખું સત્ય ઉજાગર કર્યું.

સમગ્ર મામલો એવો છે કે, પરિવારના સભ્યો પર શંકાની સોય ફરતી હતી. ત્યારપછી પોલીસે ભાઈ અને પિતાને પૂછપરછ માટે પોલીસ સ્ટેશન બોલાવ્યા. જ્યારે પોલીસે બંનેને કેટલાક પ્રશ્નો પૂછ્યા ત્યારે પોલીસને થોડો વિરોધાભાસ જોવા મળ્યો. અત્યાર સુધી પોલીસને લાગ્યું હતું કે, ક્યાંક ને ક્યાંક આ હત્યાની વાત આ બાપ અને દીકરા વચ્ચે છુપાયેલી છે. જ્યારે યુવતીના ભાઈને થોડી વધુ પૂછપરછ કરવામાં આવી તો તેણે તમામ રહસ્યો ખોલીને પોલીસની સામે મૂક્યા. જેનાથી આ નરાધમ બાપનો ભાંડો ફૂટ્યો અને પોલીસે બાપ દીકરાને પોલીસ કસ્ટડીમાં લીધા.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.