જેટલા આશીર્વાદ આપીએ એટલા ઓછા પડે / સેંકડો દીકરીઓના પાલક પિતાની જવાબદારી નિભાવનાર મહેશ સવાણી આ વર્ષે કરશે 300 દીકરી નું કન્યાદાન :  વાંચો સંપૂર્ણ વિગતો

ગુજરાત ટોપ ન્યૂઝ

સેંકડો પિતા વિહોણી દીકરીઓના પાલક પિતાની જવાબદારી નિભાવી આ દરેક દીકરીઓના પિતા બનીને કન્યાદાન કરનાર મહેશભાઈ સવાણી થતા પી.પી.સવાણી પરિવાર દ્વારા ભવ્ય લગ્ન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. કોરોનાના કારણે છેલ્લા બે વર્ષથી અંતરાલ પડ્યો હતો પરંતુ આ વર્ષે ફરીએક વખત આ આયોજન થયું છે. આવનારી 4 અને 5 ડીસેમ્બરે પિતાની છત્રછાયા ગુમાવી ચુકેલી ૩૦૦ દીકરીઓના “ચૂંદડી મહિયરની” નામે આયોજન થયું છે. આ વર્ષે માત્ર હિન્દુ જ નહિ પરંતુ, મુસ્લિમ, શીખ અને ઈસાઈ એમ ચારેય ધર્મની દીકરીઓના એમના ધર્મ-વિધિ અનુસાર લગ્ન કરાવવાની જવાબદારી પોતાના શિરે લીધે છે.

આ વર્ષે ૩૦૦ દીકરીઓ પૈકીની ૧૦૩ દીકરીઓ એવી છે કે જેને પિતા અને માતા કે મોટાભાઈ એવો કોઈ આશરો નથી; એવી દીકરીઓનું કન્યાદાન મહાનુભાવોના હસ્તે થશે. પિતાની છત્રછાયા ગુમાવી ચુકેલી ૪૪૪૬ દીકરીઓના પાલક પિતા તરીકેની જવાબદારી નિભાવતા સુરતના પી.પી.સવાણી પરિવાર આજ સુધી લગભગ ૩૦૦૦ જેટલી દીકરીઓનું કરિયાવર સાથે કન્યાદાન કરી ચૂક્યું છે. દીકરીને પોતીકું લાગે અને એના લગ્ન વિશેના તમામ સપના પુરા થાય એવી તમામ વ્યવસ્થા આ લગ્ન સમારોહ છેલ્લા એક દાયકાથી વધુ સમયથી થતી આવી છે. લાગણીશીલ અને કરુણામય આ કાર્યક્રમમાં અનેક મહાનુભાવોની સાથે જ કોવીડ-૧૯ માં સેવા આપનાર ૫૨ (બાવન) સંસ્થાના પ્રમુખ – ઉપપ્રમુખ, ડોક્ટર, વકીલ, સી.એ અને પ્રેસ-મીડિયાના પ્રતિનિધિઓ ના હસ્તે કન્યાદાન થશે.

આજે યોજાયેલી એક પત્રકાર પરિષદમાં પી. પી. સવાણી ગ્રુપના મહેશભાઈ, રમેશભાઈ અને રાજુભાઈએ “ચૂંદડી મહિયરની” લગ્ન સમારોહના સમગ્ર કાર્યક્રમ અંગે વિગતો આપી હતી. કોઇપણ ધર્મ કે જ્ઞાતિના ભેદભાવ વિના વિધવા બહેનોની દીકરીઓને પરણાવવામાં આવે છે. એક તરફ વૈદિક વિધિથી લગ્ન થતા હશે તો બીજી તરફ મુસ્લિમ દીકરીઓના નિકાહ પઢાતા હશે. અનેક રાજસ્વી મહાનુભાવો, સનદી અધિકારીઓની સાથે અમે કોવીડની મહામારી દરમિયાન સેવા આપનાર અનેક મહાનુભાવોને કન્યાદાન માટે આવવા આમંત્રણ આપ્યું છે.

વિગતો આપતા મહેશભાઈ સવાણીએ કહ્યું હતું કે, અમે દરવર્ષે અમે લગ્ન સમારોહ તો કરીએ જ છે, ગયા વર્ષે કોવીડના કારણે આયોજન કરી ન શકાયું પણ આ વખતે પણ તમામ તકેદારી રાખીને ચાર ભાગમાં સમારોહને વર્ગીકૃત કર્યું છે જેથી વ્યવસ્થા પણ સચવાઈ અને સલામતી પણ રહે. કરિયાવરતો અમે આપીએ છીએ પરંતુ લગ્ન પછી પણ અમે દીકરી અને જમાઈની કાળજી લઈએ છીએ. પિતાપણું ક્ષણ કે દિવસ પૂરતું ન હોય એ બંધન આજીવન હોય છે એમ અમે માનીએ છીએ. આ દીકરીઓના પિતા તરીકેને શક્ય એવી તમામ જવાબદારી લગ્ન દરમિયાન અને લગ્નબાદ પણ અમે આખા પી.પી.સવાણી પરિવાર દ્વારા નિભાવાય છે. મારા પિતા વલ્લભભાઈનું સતત માર્ગદર્શન અને હૂંફ અમને મળે છે અને મારા બંને ભાઈ રમેશભાઈ અને રાજુભાઈની સાથે અમારા સંતાનો પણ આ કાર્યમાં પૂર્ણ રીતે સહભાગી હોય છે.

“ચૂંદડી મહિયરની” કાર્યક્રમની તૈયારી તો મહિનાઓ અગાઉથી ચાલી રહી છે. પરંતુ લગ્ન દિવસોએ પણ સમગ્ર વ્યવસ્થા એટલી જડબેસલાક કરવામાં આવી છે કે દુલ્હા-દુલ્હન કે એના પરિવાર સહીત કોઈ મહેમાનને અગવડ ન પડે. સમગ્ર વ્યવસ્થાના સંચાલન માટે 31 જેટલી સમિતિ બનાવી છે અને એની જવાબદારી સોંપવામાં આવી છે. મંડપ, ભોજન, પાર્કિંગ જેવા મોટા કામોની સાથે જ દીપ પ્રાગટ્ય કોણ કરાવશે કે મહેમાનને કોણ બેસાડશે ત્યાં સુધીનું આયોજન છે. સમગ્ર આયોજન સવાણી પરિવાર, વિવિધ સંસ્થાઓ અને સ્નેહીજનો ઉપાડતા હોય છે.

પી.પી. સવાણી પરિવાર પિતાની છત્રછાયા ગુમાવી ચુકેલી દીકરીઓના લગ્ન જ કરાવે છે એવું નથી, પરંતુ સુરત શહેરમાં પિતાની છત્રછાયા ગુમાવી ચૂકેલ દીકરાઓની ધોરણ ૧૦ સુધીની અભ્યાસ ફી અને દીકરીઓની કોલેજ સુધીના અભ્યાસની ફી ભરવામાં આવે છે. શિક્ષણની સાથે વિધવા બહેનોના પરિવારની આરોગ્યની જવાબદારી પણ પી. પી. સવાણી પરિવાર ઉપાડે છે. પી. પી. સવાણી પરિવાર સામાજિક, શૈક્ષણિક અને આરોગ્ય ક્ષેત્રે અનેકવિધ સામાજિક કાર્યો કરતા હોઈ છે. પિતા ગુમાવનાર સુરતના ૮૬૦૦ થી વધુ પરિવારના પાલક પિતા તરીકેની જવાબદારી નિભાવે છે.

શું છે કાર્યક્રમ?

મહેંદી રસમ
૩૦૦ દીકરીઓ, એમની બહેનો, અગાઉ પરણી ચુકેલી બધી દીકરીઓ એકસાથે મહેંદી મુકવામાં આવશે. આ જ પ્રકારની મેહદી રસમને ગીનીસ બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળ્યું હતું.
૦૨, ડીસેમ્બર- ૨૦૨૧, ગુરુવાર (સમય: સવારે ૮:૦૦ કલાકે)
સ્થળ: “ગોપિન રિવર વિલે” પી.પી. સવાણી ચૈતન્ય વિદ્યા સંકુલ ગ્રાઉન્ડની સામે, મોટાવરાછા થી અબ્રામા રોડ, અબ્રામા, સુરત.

‘ચૂંદડી મહિયરની’
૦૪ અને ૦૫, ડીસેમ્બર- ૨૦૨૧, શનિવાર અને રવિવાર (સમય : સવારે ૭:૦૦ કલાકે) અને (સમય : સાંજે ૫:૦૦ કલાકે)
સ્થળ: પી.પી. સવાણી ચૈતન્ય વિદ્યાસંકુલ સ્કૂલ ગ્રાઉન્ડ, અબ્રામારોડ, સુરત


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.