‘મોતનું સાયરન’ / કર્ણાટકમાં ટોલબુથ પર એમ્બ્યુલન્સ બેકાબુ થતા ચાર લોકોના જીવ લીધા, જુઓ વિડિઓ જોઈને તમારા શ્વાસ અધ્ધર થઇ જશે : જુઓ LIVE વિડિઓ

ઇન્ડિયા ટોપ ન્યૂઝ

કર્ણાટકથી એક રુંવાડા ઊભો કરી દેતો વીડિયો સામે આવ્યો છે. મળતી માહિતી મુજબ રાજ્યના બિંદૂર નજીક એક ટોલ ગેટ પર ફુલ સ્પીડમાં આવતી એમ્બ્યુલન્સનો જ અકસ્માત થયો, જેમાં 4 લોકોના મોત નિપજ્યા છે. એમ્બ્યુલન્સ એક દર્દીને કુંડાપુરાથી હોન્નાવરા લઈ જઈ રહી હતી. ( દર્દનાક વિડિઓ નીચે આપેલો છે )

વીડિયોમાં જોઈ શકાય છે કે વરસાદના કારણે રસ્તાઓ ભીના હતા. આ દરમિયાન ટોલ પર તૈનાત કર્મચારીઓએ ફુલ સ્પીડમાં આવતી એમ્બ્યુલન્સ જોઈ. તેમને તાત્કાલિક જ બેરિકેડ્સ હટાવવાના પ્રયાસ કર્યા, પરંતુ એમ્બ્યુલન્સની સ્પીડમાં હોવાને કારણે ડ્રાઈવરે તેના પર કંટ્રોલ ગુમાવી દીધુ અને એમ્બ્યુલન્સ સ્લીપ થતાં ટોલનાકાના કાઉન્ટર સાથે અથડાઈ.

ધડાકાભેર એમ્બ્યુલન્સ ફંગોળાઈ ગઈ હતી, અને તેમાં જે દર્દી હતો તે પણ ઘણે દૂર જઈને પડ્યો. પોલીસના જણાવ્યા અનુસાર આ ભયાનક અકસ્માતની ઘટના ટોલ બૂથ પર લાગેલા CCTVમાં કેદ થઈ છે. જણાવવામાં આવી રહ્યું છે કે વરસાદમાં એમ્બ્યુલન્સ લપસી જવાને કારણે આ ભયાનક અકસ્માત થયો હતો.

ફૂટેજમાં દેખાય છે કે ટોલ પર તૈનાત કર્મચારીઓ એમ્બ્યુલન્સને જોઈને બેરીકેડ્સ હટાવવા દોડતા જોવા મળે છે. એક ગાર્ડ ટોલ પ્લાઝા પહેલા બે બેરિકેડ્સને સફળતાપૂર્વક દૂર કરી દે છે. પરંતુ છેલ્લા બેરિકેડને હટાવે તે પહેલાં જ એમ્બ્યુલન્સ રસ્તા પર સ્લીપ થઈને ઊંધી થઈ જાય છે અને ધડાકાભેર ટોલ બૂથના કાઉન્ટર સાથે અથડાય છે.

( વિડિઓ જોવા માટે અહીં ક્લિક કરો : https://videos.bhaskarassets.com/2022/07/20/75-ambulance-accidentshailesh_1658333319/mp4/v360.mp4 )


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.