કિશન ભરવાડ જેવા કાંડની તૈયારી / ગાંધીનગરમાં હથિયારો સાથે ચાર ખૂંખાર વ્યક્તિઓની ધરપકડ, જુઓ કિશન ભરવાડ જેવો બીજો કાંડ કરવાની તૈયારીમાં હતા, જાણો શું હતો માસ્ટરપ્લાન

ટોપ ન્યૂઝ ગુજરાત

ગાંધીનગર જિલ્લાની ચિલોડા પોલીસે ત્રણ હથિયાર સાથે ચાર શખ્સોની ધરપકડ કરી છે. પકડાયેલા આરોપીઓની પૂછપરછ દરમિયાન કેટલાક ચોંકાવનારા ખુલાસા પણ થયા છે. હાલ તો પોલીસે દેશી બનાવટના ત્રણ તમંચા અને પંદર જેટલા જીવતા કારતૂસ કબજે કરી વધારે તપાસ આદરી છે. તેવામાં આગામી દિવસોમાં હથિયાર આપનાર મૌલાનાનો પણ ગુનાઈત ઈતિહાસ સામે આવી શકે છે.

પોલીસ કસ્ટડીમાં રહેલા ચારેય આરોપીઓના નામ આસિફ, નવાબ, બાબુ શેખ અને મકસુદ છે. ચિલોડા પોલીસે ચારેય આરોપીઓ પાસેથી ૩ હથિયાર કબજે કર્યા છે. જોકે હથિયાર ક્યાંથી લાવ્યા હતા અને તેનો ઉપયોગ કયા ચોક્કસ ઈરાદાને પાર પાડવા માટે કરવાનો હતો? તે માટે પૂછપરછ કરતા કેટલીક ચોંકાવનારી હકીકત પણ સામે આવી છે. પોલીસે આરોપીઓની પ્રાથમિક પૂછપરછ કરતાં સામે આવ્યું કે, ત્રણ માસ અગાઉ ઉત્તર પ્રદેશના બુલંદ શહેરનો એક મોલાના અમદાવાદ સહિત અનેક વિસ્તારોમાં મદ્રેસાના નામે રૂપિયાની ઉઘરાણી કરતો હતો.

આ ફંડના રૂપિયાથી ઉત્તર પ્રદેશથી ત્રણ હથિયારો ખરીદવામાં આવ્યા હતા. એટલું જ નહીં ચોંકાવનારી હકીકત એ પણ સામે આવી કે હથિયારનો ઉપયોગ કોઈ આંગડિયા પેઢીને કર્મચારીને લૂંટી લેવાના ઇરાદે હત્યાની ખરીદી કરવામાં આવી હોઈ શકે છે. પરંતુ આ તમામ આશંકા ઉપર પોલીસે ધ્યાન કેન્દ્રિત કરી અન્ય આ કેસમાં સંડોવાયેલા આરોપીઓને પકડવા તજવીજ હાથ ધરી છે. મહત્વનું છે કે ચિલોડા પોલીસ જ્યારે વાહન ચેકિંગ કરવા માટે રોડ પર હતી ત્યારે કેટલાક શંકાસ્પદ ઈસમો એસટી બસમાં સામાનમાં હથિયાર લઈ જતા હતા. પોલીસે પ્રાથમિક પૂછપરછ કરતા યોગ્ય જવાબ કે હથિયાર પરવાનો મળ્યો નહોતો. બાદમાં પોલીસે આરોપીઓની અટકાયત કરી પૂછપરછ કરતા હથિયાર હેરાફેરી કરવાનો ઇરાદો સામે આવ્યો હતો.

હાલ તો પોલીસ કસ્ટડીમાં માત્ર અત્યારની હેરાફેરી કરતા ચાર આરોપીઓને જ પોલીસે ઝડપ્યા છે. પરંતુ આ તમામ ષડયંત્ર પાછળ રહેલા ઉત્તર પ્રદેશના બે મોલાનાની શોધખોળ શરૂ કરી છે. વોન્ટેડ મોલાના નસરુદમુલ્લા અને છોટેખાન ઉર્ફે છોટુ ફરાર છે. પોલીસે આ અંગે પણ તપાસ ચક્રો ગતિમાન કર્યા છે કે તાજેતરમાં જ કિશન ભરવાડની હત્યામાં પણ મૌલાના કનેક્શન સામે આવ્યું હતું. અમદાવાદ બ્લાસ્ટ કેસના ચુકાદાને પગલે ગુજરાતની શાંતિ ડહોળવાના ઇરાદે પણ આરોપીઓ આવ્યા હોય તેવી શક્યતાને જોતા તપાસ આદરી છે. હાલ તો પકડાયેલા ચારેય આરોપીઓએ સાત દિવસના પોલીસ રિમાન્ડ પર છે ત્યારે જોવાનું એ રહ્યું કે તપાસમાં શું સામે આવે છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.