ગુજરાત બન્યું ‘ક્રાઇમ કેપિટલ’ / ભરબજારે એક યુવક પર ચાર થી પાંચ લુખ્ખાતત્વોએ છરીના ઉપરાછાપરી ઘા ઝીંક્યા, જાહેરમાં હત્યા થતા પોલીસતંત્ર દોડતું થયું : જુઓ હત્યાનો LIVE વિડિઓ

ગુજરાત ટોપ ન્યૂઝ

સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના ઝીંઝુડા ગામે રહેતા શખ્સની ગઈકાલે સોમવારે મોડી સાંજે ચોટીલા-થાન રોડ પર આવેલા ભરચક બજારમાં ફાયરીંગ કરી હત્યા કરી દેવાનો ચોંકાવનારો બનાવ બન્યો છે. જેમાં મોડી સાંજના સમયે ચારથી પાંચ શખ્સોએ ધસી આવી છરીના ઉપરા છાપરી ઘા ઝીંકી ફાયરીંગ કરી ઘાતકી હત્યા કરી નાખતા બજારમાં લોકોના ટોળેટોળા એકઠા થઇ ગયા હતા. ‘ખૂન કા બદલા ખૂન’ જેવા કિસ્સામાં આ હત્યા કરાઇ હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં ખાનગી ફાયરીંગના બનાવો વધતાં પોલિસ અવારનવાર ગેરકાયદેસર હથિયારો સાથે આરોપીને ઝડપી લઇ કાર્યવાહી હાથ ધરે છે. ત્યારે ચોટીલા શહેરમાં ખાનગી ફાયરીંગમાં ઝીંઝુડાના યુવાનનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજવાની ઘટનાએ સમગ્ર પથંકમાં ખળભળાટ મચાવી દીધો છે. આ ગોઝારા બનાવની પ્રાપ્ત વિગતાનુસાર ચોટીલા તાલુકાના ઝીંઝુડા ગામે રહેતા 45 વર્ષના ધર્મેન્દ્રભાઇ શાંતુભાઇ ખાચર ખેતીકામ કરે છે. ઝીંઝુડા સ્ટેટ પરિવારના ધર્મેન્દ્રભાઇ પાસે વીડ અને ખેતીની અનેક જમીનો આવેલી છે.

ત્યારે સોમવારે સાંજે તેઓ ચોટીલા-થાનગઢ રોડ પરથી પસાર થઇ રહ્યાં હતા. એ સમયે ચારથી પાંચ શખ્સોએ ધસી આવી તેમના પર છરી વડે ઘાતક હુમલો કર્યો હતો. ત્યાર બાદ એક શખ્સે પોતાની પાસેની બંદૂકમાંથી ભડાકા કર્યા હતા. ત્યારબાદ આ શખ્સો ઘટનાસ્થળેથી ફરાર થઇ ગયા હતા. આ ગોઝારા બનાવની જાણ થતાં પોલીસની ટીમ તાકીદે ઘટનાસ્થળે દોડી ગઇ હતી અને કાર્યવાહી હાથ ધરી હતી.

જ્યારે આ ઘટનામાં હત્યા કરીને ફરાર થઇ ગયેલા શખ્સો સીસીટીવીમાં કેદ થયા હતા. સોમવારે સાંજે ચોટીલામાં બનેલા હત્યાનો આ બનાવ “ખૂન કા બદલામાં ખૂન” હોવાનું માનવામાં આવી રહ્યું છે. કારણ કે, આજથી અંદાજે નવ માસ અગાઉ ઝીંઝુડામાં દારૂ પીને ગાળો બોલતા માવજીભાઇ વીરજીભાઇ ગાંગડીયાને ધર્મેન્દ્રભાઇ સાથે ઉગ્ર બોલાચાલી થઇ હતી.

જેમાં ધર્મેન્દ્રભાઇએ પાઇપથી માવજીભાઇને માર માર્યો હતો. અને 27 દિવસની સારવાર બાદ માવજીભાઇનું મોત થયું હતુ. ત્યારે મારામારીનો આ બનાવ હત્યામાં પલટાયો હતો. ત્યારે આ હત્યાના બનાવની દાઝ રાખીને જ “ખૂન કા બદલા ખૂન” અનુસાર ધર્મેન્દ્રભાઇ ખાચરની હત્યા થઇ હોવાનું ચર્ચાઈ રહ્યું છે. ચોટીલા પોલિસે સીસીટીવી ફુટેજના આધારે હત્યા કરી ફરાર થઇ ગયેલા શખ્સોને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.

( વિડિઓ જોવા માટે અહીં ક્લિક કરો : https://videos.bhaskarassets.com/2022/03/01/11-surendranagar-live-murder-sahil-shailesh_1646134271/mp4/v360.mp4 )


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *