અરે રે…આ બેન ને કોક સમજવો / સુરતના મોલમાંથી ચાર મહિલા કપડા ઊંચા કરીને ડ્રેસમાં ઘી અને કાજુ-બદામના પેકેટ સરકારવતા ઝડપાઈ ગઈ – જોઈલો CCTV માં કેદ થઈ શરમજનક હરકત

ટોપ ન્યૂઝ સુરત

સુરતના મોલમાંથી ઘી-ડ્રાયફ્રૂટ પેટીકોટમાં સંતાડી ચોરી કરતી સગર્ભા સહિત ચાર મહિલા ઝડપાઈ

  • મેનેજરને શંકા જતા સમગ્ર ચોરી ઝડપાઈ ગઈ હતી

સુરતના મોટા વરાછા અને સરથાણા વિસ્તારમાં આવેલા ડિ-માર્ટ મોલમાંથી ઘી અને ડ્રાયફ્રૂટને પેટીકોટમાં સંતાડી ચોરી કરનાર એક સગર્ભા મહિલા સહિત ચાર મહિલાઓને પોલીસે રંગેહાથે ઝડપી પાડી છે. એટલું નહિ પણ મોલના સિક્યુરિટી ગાર્ડની સતર્કતા ને લઈ ચારેય મહિલાઓ મોટા વરાછામાં હાથ અજમાવવા જતા પકડાય હોવાનું સામે આવ્યું છે. અમરોલી અને સરથાણા પોલીસે ચારેય ચોર મહિલા મહિલાઓ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

પેટીકોટમાં વસ્તુઓ છુપાવી
રામનિવાસ કોગ સિંગ બધેલ (સિક્યુરિટી ગાર્ડ) એ જણાવ્યું હતું કે, ઘટના બુધવારની સાંજની છે. ચાર મહિલાઓમાં એક સગર્ભા હતી તેઓ બે-બે કરીને મોલમાં પ્રવેશ કરે છે. ત્યારબાદ અચાનક એક મસાલાનું પેકેટ લઈ બહાર નીકળી જાય છે. શંકા જતા મેં મેનેજરને વાત કરી અને તાત્કાલિક CCTV ચેક કરાવતા મહિલાઓ પેટીકોટમાં કંઈક વસ્તુઓ છુપાડતા કેદ થઈ જાય છે.તાત્કાલિક દોડીને બહાર જોઈએ તો બે મહિલા ઇકો કારમાં બેસી ગઈ હોય છે. બે મહિલા મોલથી થોડે દુર ચાલતા જઇ ઇકો કારમાં બેસે છે. જોકે કોઈ પકડાતું નથી. એટલે મોલના CCTV એલર્ટના ભાગરૂપે બીજા મોલમાં મોકલી સાવચેત કરી દેવાય છે

એક જગ્યાએથી ચોરી કરી બીજા મોલમા ગઈ
ત્યારબાદ આજ મહિલાઓ મોટા વરાછા ના મોલ માં પ્રવેશે છે અને ઘી અને ડ્રાયફ્રૂટ્સ ચોરી કરતા પકડાય જાય છે. એટલે પોલીસ ને બોલાવી સોંપી દેવાય છે.હાલ તમામ પુરાવા પોલીસને સોંપી દેવાયા છે. સરથાણા અને અમરોલી પોલીસ તપાસ કરી રહી છે. સગર્ભા અને એની સાથેની મહિલાઓની ચોરીની નવી મોડ્સ ઓપરેન્ડી બહાર આવી છે.

ચોરી કરનારા કેટલાક લોકો એટલી સિફતપૂર્વક રીતે ચોરી કરે છે કે કોઈ દિવસ ન પકડાય. આવા ચોર રીઢા (crime news) બની ગયેલા હોય છે. પરંતુ કેટલાક લોકો એવી રીતે ચોરી કરે છે કે પકડાઈ જાય છે. સુરતની એક મહિલાએ કરેલી ચોરી પણ સીસીટીવી (CCTV) માં કેદ થઈ ગઈ છે. સુરતના સરથાણા વિસ્તારની આ ઘટના છે.

દિવાળીના સમયે કાજુદ્રાક્ષની વધુ ડિમાન્ડ રહે છે. આવામાં સુરતની એક મહિલાએ ડી-માર્ટ મોલમાં કાજુ બદામના પેકેટની ચોરી કરી હતી. દિવાળી સમયે મહિલા એક અન્ય મહિલા સાથે મોલમાં આવી હતી. કોઈની નજર ન પડે એ રીતે મહિલાએ કાજુ બદામનું પેકેજ પોતાના કપડાની અંદર સરકાવ્યુ હતું. પરંતુ મહિલાની આ ચોરી મોલમાં લગાવાયેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. મહિલાની ચોરી પકડાઈ ગઈ હતી. પોલીસે 4 ચોર મહિલાઓની ધરપકડ કરી હતી.

સરથાણા વિસ્તારમાં આવેલ ડી માર્ટનો આ બનાવ છે. જેમાં સિક્યુરિટી ગાર્ડે મેનેજરને કહ્યુ હતું કે, કેટલીક મહિલાઓ પેટીકોટમાં વસ્તુઓ છુપાવીને જઈ રહી છે. જેથી આ મહિલાઓને બૂમ પાડતા તેઓ ઈકો કારમાં દોડીને બેસી ગઈ હતી. આ મહિલાઓ પકડાઈ ન હતી, પરંતુ તકેદારીના ભાગરૂપે આ મહિલાઓના સીસીટીવી ફૂટેજ અન્ય મોલને મોકલાયા હાત. જેથી જેમ આ મહિલાઓ વરાછાના ડી માર્ટ મોલમાં પ્રવેશી હતી, અને ઘી-ડ્રાયફ્રુટ્સ ચોરી કરવા ગઈ ત્યા પકડાઈ ગઈ હતી.

જોકે, સમગ્ર ઘટના પરથી સમજી શકાય કે, મહિલાઓએ ચોરી કરવાની આ નવી મોડસ ઓપરેન્ડી બનાવી છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.