જ્યારે એક યુવાન આ તમાશાનો વીડિયો ઉતારતો હતો. આ દારૂની મહેફિલ દરમિયાન નાના બાળકો પણ પાછળ ઊભા હતા અને આ દારૂની મહેફિલનો તમાશો જોતા હોવાનું પણ વીડિયોમાં જોવા મળ્યું હતું. આ વીડિયો જસદણના મફતિયાપરા વિસ્તારનો હોવાનું અને આ વીડિયો અંદાજે એકાદ મહિના પહેલાનો હોવાનું સૂત્રોમાંથી જાણવા મળ્યું હતું.
જ્યાં આ દારૂની જાહેરમાં મહેફિલ થઈ હતી તે જસદણ પોલીસ સ્ટેશન સામેનો જ વિસ્તાર હોવાનું જાણવા મળ્યું હતું. આ મામલે હાલ જિલ્લા પોલીસ વડાએ ધરપકડના આદેશ આપ્યા છે. અને દારૂબંધીના ધજીયા ઉડાવતા આ વીડિયોમાં દેખાતા યુવાનો કોણ છે તે અંગે પોલીસે તપાસ શરૂ કરી દીધી છે. ( વિડિઓ નીચે આપેલો છે )
નોંધનીય છે કે ગઈકાલે પણ રાજકોટમાં થોરાળા પોલીસ સ્ટેશનથી નજીક આવેલા કુબલિયા પરામાં વિસ્તારમાં મીડિયાની ટીમ પહોંચી હતી. આ વિસ્તારમાં પોલીસના ભય વગર દેશી દારૂના હાટડાઓ ધમધમી રહ્યા હતા. અને ત્યાં હજ્જારો લીટર દેશી દારૂ પણ મળી આવ્યું હતું.
મીડિયાની ટીમ ઘટના સ્થળે પહોંચતા પોલીસ કાફલો પણ દોડી આવ્યો હતો અને પોલીસની નાક નીચે ચાલતા દારૂના અડ્ડાનો ભાંડો ફૂટી જતા હવે પોલીસ પોતાની આબરૂ બચાવવા મથી રહી હોય તેમ દેશી દારૂના હાટડાઓ પર દરોડા પાડવાનું શરૂ કર્યું હતું. ત્યારે જો રાજકોટમાં દેશી દારૂનું વેચાણ અટકાવવામાં નહીં આવે તો બોટાદના રોજિદ ગામની જેમ લઠ્ઠાકાંડ સર્જાવવાની શક્યતા છે. ( દારૂની મહેફિલનો વિડિઓ નીચે આપેલો છે )
ઇંગ્લિશ દારૂ પીને નશામાં ચૂર યુવાનોને પોલીસનો કોઇ ડર હોય તેમ લાગતુ નથી. પરંતુ અહીં સવાલ એ થાય છે કે ગુજરાતમાં ઇંગ્લિશ દારૂ આવે છે ક્યાંથી ? શું કરી રહ્યું છે જસદણનું તંત્ર ? ખુલ્લેઆમ દારૂ પીને છાકટા બનેલા આ યુવાનો વિરુદ્ધ કાર્યવાહી થશે ખરા ? ગુજરાતનું યુવાધન નશાના રવાડે ચઢી રહ્યુ છે તેના જવાબદાર કોણ ? હજુ તો આવો એક વીડિયો સામે આવ્યો છે આવા અનેક યુવાનો હશે જેની જિંદગી દારૂની લત પાછળ બરબાદ થઇ હશે. તંત્ર દ્વારા દારૂબંધી કરવામાં આવે છે તો પછી અમલવારી કરાવવામાં કેમ ઢીલી નીતિ દાખવી રહ્યા છે.
View this post on Instagram
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે.
👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈
👉 વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈
નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!