માતા પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો / રાજકોટની સગીરાને ફ્રી ફાયર ગેમના સાથી પ્લેયર સાથે થયો પ્રેમ, પછી પ્રેમીએ બેંગલોરથી આવીને જે કર્યું એ જાણીને આંખો થઇ જશે પહોંળી

ટોપ ન્યૂઝ ઇન્ડિયા રાજકોટ

રાજકોટના આટકોટની સગીરાને મોબાઈલ ઉપર ફ્રી ફાયર રમવાનો ચસ્કો લાગ્યો. ગેમ રમતા રમતા તેને બેગ્લોરના શખ્સ સાથે સંપર્ક થયો.

તમે ક્યારેય વિચાર્યું છે કે ઓનલાઇન ગેમ રમવી બની શકે છે, અને તેમાં તમારું અપહરણ પણ થઇ શકે છે, જી હા આવોજ એક કિસ્સો બન્યો છે રાજકોટના જસદણ માં કે જ્યાં એક કિશોરીને ઓનલાઇન ફ્રી ફાયર ગેમ રમવી મોંઘી પડી છે અને તેનું અપહરણ થયું અને તેની સાથ ન થવાનું થયું,

રાજકોટ જિલ્લા ના આટકોટના બળધોઇની અહીં એક સગીરા ગૂમ થવાની ફરિયાદ આટકોટ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ અને રાજકોટ જિલ્લા પોલીસ સહીત તમામ પોલીસ સગીરાને શોધવા માટે કામે લાગી હતી, જેમાં પોલીસે તમામ ટેક્નિકલ, રીતે અને મોબાઈલ સહિતનો સહારો લઈ ને સગીરાનું પગેરું શોધી કાઢ્યું હતું અને સગીરાને બેગ્લોર થી શોધી કાઢી હતી અને સગીરાની સઘન પૂછપરછ કરી હતી જેમાં સનસનાટી જન્માવે તેવી હકીકત સામે આવી હતી

આટકોટના બળધોઇ ગામની આ સગીરાને મોબાઈલ ઉપર ફ્રી ફાયર રમવાનો ચકસો લાગ્યો અને તે મોબાઈલ ઉપર સતત ફી ફાયર નામની ગેમ રમવા લાગી હતી, ગેમ માં થોડી ફાવટ આવી જતા તેણે ગેમ હવે ઓનલાઇન રમવા લાગી હતી અને હવે તે ઓનલાઇન પાર્ટનર શોધી ને તે ગેમ રમતી હતી, આ રીતે સતત ગેમ રમતા રમતા તને બેગ્લોરનાં કે શખ્સ સાથે સંપર્ક થયો અને તેને તેની સાથે સતત પાર્ટનર બની ને ગેમ રમતી હતી, ગેમ માં થતા સતત મેસેજ થી તેવો એ તેના નંબર અને સરનામાં લીધા હતા, નંબર ની આપલે બાદ તેવો એ વાત શરૂ કરી હતી જેમાં બેગ્લોરનાં શખ્સે ચંદ્રકાંતદાસ મદન મોહનદાસ એ સગીરા ને બરાબર તેના મોહજાળમાં ફસાવી હતી ને પછી તે બેગ્લોર થી ગુજરાત અને આટકોટ આવી ને સગીરા ને અહીં થી બેગ્લોર ઉપાડી ગયો હતો અને સગીરા સાથે ન કરવાનું કર્યું હતું.

સગીરા ઘરે થી ગૂમ થતા તેના પરિવારે ફરિયાદ નોંધાવી હતી અને આટકોટ પોલીસે તમામ ટેક્નિકલ અને મોબાઈલ ના ડેટા ને આધારે શોધી કાઢી હતી અને આટકોટ લઈ આવ્યા હતા સાથે અપહરણ કરનાર ને પણ સાથે લઈએ આવ્યા હતા ને કાયદેસર ની કાર્યવાહી શરૂ કરી હતી

જુઓ કોણ છે ફ્રી ફાયર નો પ્રેમી પાર્ટનર અને કોણે કર્યું હતું અપહરણ ?
મૂળ કર્ણાટકના એક ગામડાનો રહેવાસી અને અને હવે બેગ્લોરમાં રાહતો ચંદ્રકાંતદાસ મદન મોહનદાસ નો 29 વર્ષનો શખ્સ છે જે આટકોટ ની સગીરાની સાથે ફ્રી ફાયર નામની ગેમ થી સમ્પર્ક માં આવ્યો અને પછી તેણે નંબરની આપ-લે કરી ને પછી આ ચંદ્રકાંતદાસે સગીરાને પોતાની લપેટમાં લેવાનું શરૂ કર્યું અને પછી ફોસલાવી ને મળવા માટે મજબુર કરી, ચંદ્રકાંતદાસ સગીરાને મળવા માટે બેગ્લોર થી તે ગુજરાત ના આટકોટ સુધી આવ્યો અને પછી તે સગીરાને લઈ ને બેગ્લોર લઈ ગયો અને તેની સાથે ના કરવાનું પણ કર્યું હતું.

પોલીસે તો સગીરા નું પગેરું દબાવ્યું તાર બેગ્લોર સુધી પહોંચ્યા
હાલતો ફ્રી ફાયર ગેમ રમવાનું સગીરા અને ચંદ્રકાંતદાસ ને મોંઘુ પડી ગયું છે સગીરા માટે તો તેનું સર્વસ્વ ગુમાવવા બરાબર છે જયારે બેગ્લોરનાં ચંદ્રકાંતદાસ ને જેલ ના સળિયા ગણવાનો વારો આવ્યો છે. જો તમારું બાળક કોઈ ઓનલાઇન ગેમ ના રવાડે ચડી ગયું હોય તો તેને પાછું વળી લેજો નહીંતર અહીં જોયા તેવા ભયકંર પરિણામો ભોગવવાનો વારો પણ આવી શકે છે


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.