મોંઘવારીએતો ભારે કરી / લગ્નમાં પેટ્રોલ-ડીઝલ લઈને પહોંચ્યા મિત્રો, જુઓ સ્ટેજ પર જઈને કપલને એવી સરપ્રાઈઝ આપી કે તમે જોઈને હસવું નહિ રોકી શકો : જુઓ વિડિઓ

ઇન્ડિયા

સમગ્ર દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ ફરી એક વખત વધી ગયા છે. પેટ્રોલ-ડીઝલના ભાવમાં સતત વધારાથી વાહન ચાલકો પરેશાન છે. પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં વધારો થતાં હવે જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓની કિંમતમાં પણ વધારો થયો છે. ત્યારે તમિલનાડુમાંથી એક એવો કિસ્સો સામે આવ્યો છે કે જેમાં નવપરિણીત કપલને તેના મિત્રોએ પેટ્રોલ અને ડીઝલથી ભરેલી 2 બોટલ ગિફ્ટમાં આપી છે.

પેટ્રોલ અને ડીઝલની ગિફ્ટ સ્વીકારતા નવપરિણીત કપલના ફોટોગ્રાફ્સ અને વિડીયો વાઈરલ થઈ રહ્યા છે. દેશના ઘણા શહેરોમાં પેટ્રોલની કિંમત 110 રૂપિયા પ્રતિ લીટરને પાર થઈ ગઈ છે. તેનું કારણ યુક્રેન-રશિયાનું યુદ્ધ જણાવવામાં આવી રહ્યું છે. પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં છેલ્લા 14 દિવસમાં 12મી વખત વધારો થયો છે.

ત્યારે આ દરમિયાન તમિલનાડુના ચેંગલપટ્ટુ જિલ્લાના સીયુરમાં એક લગ્નનું રિસેપ્શન હતું. આ લગ્નમાં વરરાજા ગિરીશ કુમાર અને કન્યા કીર્તનાના મિત્રોએ આશ્ચર્યચકિત કરનારી ગીફ્ટ આપી. ગિરીશ કુમાર અને કીર્તનાના લગ્ન બાદ રાત્રે રિસેપ્શન યોજાયું હતું. જ્યાં તેઓના મિત્રો પણ આવી પહોંચ્યા હતા. મિત્રોએ સ્ટેજ પર જઈને આ નવપરિણીત કપલના હાથમાં એક લીટર પેટ્રોલ અને એક લીટર ડીઝલની બોટલ ગીફ્ટ આપી હતી.

લગ્નમાં હાજર લોકો આ જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા અને આખરે કપલે હસતા હસતા આ ગિફ્ટનો સ્વીકાર કર્યો. હવે આ તસવીર સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહી છે. છેલ્લા 15 દિવસથી તમિલનાડુમાં ડીઝલ અને પેટ્રોલના ભાવનમાં લગભગ 9 રૂપિયાનો વધારો થયો છે.

( વિડિઓ જોવા માટે અહીં ક્લિક કરો : https://videos.bhaskarassets.com/2022/04/08/78-lagn-anokhi-gift-prithvy_1649411740/mp4/v360.mp4 )


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.