ગાઝિયાબાદ(Ghaziabad)ના કવિનગર પોલીસ સ્ટેશનના લાલ કુઆન(Lal Kuan) વિસ્તારના મંગલ બજાર કોલોનીમાં એક માથું કપાયેલ એક મૃતદેહ મળી આવતા લોકોમાં ડરનો માહોલ છવાઈ ગયો હતો. મળેલા મૃતદેહની ઓળખ પ્રમોદ લોધી તરીકે થઈ છે. પ્રમોદએ તેની પત્નીનો ફોન ન ઉપાડતાં તેની પત્નીએ તાત્કાલિતપણે પોલીસને જાણ કરી હતી અને પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી.
પત્નીએ મૃતક પ્રમોદને ઘણી વખત ફોન કર્યો હતો, પરંતુ તેણે કોલ પર જવાબ આપ્યો ન હતો. ત્યાર બાદ તેણે પોલીસને આ ઘટના અંગેની જાણ કરી હતી. મૃતક પ્રમોદ લોધીની ઉંમર 37 વર્ષની હતી. તે યુપીના કસંગાજ જિલ્લાના સૂરજપુર ગામનો રહેવાસી હતો. પ્રમોદ ગાઝિયાબાદ પ્રિસિઝન પ્રોડક્ટ્સ પ્રાઈવેટ લિમિટેડ- 2 ઈન્ડસ્ટ્રીયલ એરિયામાં મશીન ઓપરેટર તરીકે કામ કરતો હતો.
પોતાના જ મિત્ર પર લગાવવામાં આવ્યો હત્યાનો આરોપ:
મૃતકની પત્ની મીરા દેવી કાસગંજમાં રહે છે, તેણે સોમવાર સાંજથી અનેકવાર તેના પતિને તેણે ફોન કર્યા હતા. પરંતુ ફોન ન ઉપાડતા તે ગાઝિયાબાદ આવી હતી. જે બાદ પતિની હત્યા કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, હત્યાનો આરોપી સંદીપ મિશ્રા પર લગાવવામાં આવ્યો છે, જે મૃતક પ્રમોદનો મિત્ર હોવાનું કહેવાય છે અને તે બંને મિત્ર એકસાથે કામ કરતા હતા.
લગભગ એક મહિના પહેલા સંદીપ અને પ્રમોદ વચ્ચે ઝઘડો થયો હતો. આ ગુસ્સામાં તેણે પ્રમોદનું માથું કાપીને નજીકમાં ખાલી પડેલા પ્લોટમાં ફેંકી દીધું હતું. આરોપી સંદીપ મિશ્રા આઝમગઢનો રહેવાસી છે. આરોપી સંદીપ મિશ્રાની ધરપકડ કરવામાં આવી છે, તેના ઈશારે મૃતકનું કપાયેલું માથું પડોશના એક ખાલી પ્લોટમાંથી મળી આવ્યું છે અને હત્યામાં વાપરવામાં આવેલ તીક્ષ્ણ હથિયાર પણ મળી આવ્યા હતા.
પ્રમોદએ તેની પત્નીનો ફોન ન ઉપાડતાં તેની પત્નીએ તાત્કાલિતપણે પોલીસને જાણ કરી હતી અને પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. પત્નીએ મૃતક પ્રમોદને ઘણી વખત ફોન કર્યો હતો, પરંતુ તેણે કોલ પર જવાબ આપ્યો ન હતો. ત્યાર બાદ તેણે પોલીસને આ ઘટના અંગેની જાણ કરી હતી. મૃતક પ્રમોદ લોધીની ઉંમર 37 વર્ષની હતી. તે યુપીના કસંગાજ જિલ્લાના સૂરજપુર ગામનો રહેવાસી હતો.
હત્યાનો આરોપી સંદીપ મિશ્રા પર લગાવવામાં આવ્યો છે, જે મૃતક પ્રમોદનો મિત્ર હોવાનું કહેવાય છે અને તે બંને મિત્ર એકસાથે કામ કરતા હતા. લગભગ એક મહિના પહેલા સંદીપ અને પ્રમોદ વચ્ચે ઝઘડો થયો હતો. આ ગુસ્સામાં તેણે પ્રમોદનું માથું કાપીને નજીકમાં ખાલી પડેલા પ્લોટમાં ફેંકી દીધું હતું. આરોપી સંદીપ મિશ્રા આઝમગઢનો રહેવાસી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે.
👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈
👉 વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈
નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!