ગુજરાતીઓના આરોગ્ય સાથે ચેડા / અમદાવાદમાં આઝાદના અથાણામાંથી અને મણિનગરના દાસના ખમણની ચટણીમાંથી નીકળ્યું એવું કે જાણીને તમને ઉપકા થશે

અમદાવાદ ટોપ ન્યૂઝ

અમદાવાદની કોઈપણ હોટલ કે રેસ્ટોરાંમાં દર મહિને જમવામાં અથવા ઓર્ડર કરીને પાર્સલ મગાવેલી વસ્તુમાંથી કોઈપણ જીવજંતુ કે ખરાબ વસ્તુ નીકળવાના કિસ્સાઓ સતત વધી રહ્યા છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓના ચેકિંગ બાબતે નિષ્ફળતાને કારણે અમદાવાદીઓના આરોગ્ય પર જોખમ છે.

શહેરના જાણીતી રેસ્ટોરાં અને ખાણીપીણીની દુકાનમાંથી પણ હવે જીવડા નીકળવાની શરૂઆત થઇ છે. રિલીફ રોડ પર આવેલી પ્રખ્યાત આઝાદ રેસ્ટોરન્ટ અને મણિનગર વિસ્તારમાં દાસ ખમણમાંથી જીવડાં નીકળવાની ઘટના બની હતી. આ મામલે મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગનું ધ્યાન દોરવામાં આવ્યું હતું.

અમદાવાદમાં રહેતો યુવક રિલીફ રોડ પર આવેલી પ્રખ્યાત આઝાદ રેસ્ટોરન્ટમાં પૂરી-શાક ખાવા ગયો હતો. ત્યારે અથાણામાંથી એક જીવડું નીકળ્યું હતું. આ બાબતે તેણે રેસ્ટોરન્ટના કર્મચારી અને વ્યક્તિનું ધ્યાન દોર્યું, ત્યારે વરસાદમાં ઊડીને આવ્યું હશે એવો જવાબ આપ્યો હતો અને જમવાનું બદલી આપવાની વાત કરી હતી.

બીજી તરફ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ટ્વિટર પર આશા પટેલ નામના એક યુઝર દ્વારા મણિનગર વિસ્તારમાં આવેલા દાસ ખમણમાંથી જીવડું નીકળ્યું હોવાનો ફોટો પણ ટ્વીટ કરી ફરિયાદ કરવામાં આવી હતી. મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર તરફથી તેમને ફરિયાદ નોંધાવવા માટે એડ્રેસ માગવામાં આવ્યું હતું.

જ્યારે ટ્વીટમાં લખ્યું હોવા છતાં પણ આ રીતે માત્ર જવાબ આપી દેવામાં આવ્યો હતો, જેથી કોર્પોરેશનની ઓનલાઈન સિસ્ટમની કામગીરી સામે પણ સવાલ ઊભા થયા છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગના અધિકારી ડોક્ટર ભાવિન જોશીએ જીવડાં નીકળવા મામલે જણાવ્યું હતું કે હું આ મામલે તપાસ કરાવું છું.

બીજી વખત કાર્યવાહી મામલે તેમનો સંપર્ક કરતાં તેમણે ફોન ઉપાડ્યો નહોતો. અમદાવાદમાં આશરે 5000થી વધુ હોટલ અને રેસ્ટોરન્ટ તેમજ ફાસ્ટ ફૂડની દુકાનો આવેલી છે. મોટા ભાગની હોટલ-રેસ્ટોરન્ટમાં ફૂડ વિભાગના અધિકારીઓ અને હોટલના માલિકો, સંચાલકોની ભ્રષ્ટાચારની મિલીભગત છે, જેને કારણે ત્યાં કોઈપણ પ્રકારનું ચેકિંગ થતું નથી.

માત્ર હોટલ અને રેસ્ટોરન્ટ જ નહીં, નાનીમોટી દુકાનો અને લારીઓમાં તો માત્ર વ્યવહાર જ થાય છે. નાની રકમો મેળવી ફૂડ ઇન્સ્પેક્ટરો ત્યાં ચેક કરવા જ જતા નથી. શું આગામી દિવસોમાં આ મામલે મ્યુનિસિપલ કમિશનર લોચન સહેરા કે ભાજપના સત્તાધીશો ધ્યાન આપશે?


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

 

Leave a Reply

Your email address will not be published.