આશા-અપેક્ષા / નાણામંત્રી નિર્મલા સીતારમણ પાસેથી લોકોને છે આ 10 મોટી અપેક્ષાઓ, જુઓ શું આ વખતે પૂરી થશે?

ઇન્ડિયા ટોપ ન્યૂઝ

નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે દેશનું સામાન્ય બજેટ રજૂ કરશે. કોરોના મહામારીના કારણે આ વખતે બજેટમાં સરકાર સામે દર વખતની સરખામણીએ વધુ પડકારો છે. મહામારીમાંથી દેશ ધીમે ધીમે બહાર આવી રહ્યો છે. આ વખતે બજેટ પહેલા થતી હલવા સેરેમની પણ ન થઈ. આ સાથે જ ગત વખતની જેમ આ વખતે પણ બજેટ પેપરલેસ હશે એટલે કે પેપર પ્રિન્ટિંગ નહીં થાય અને ડિજિટલ રીતે બજેટ ડોક્યૂમેન્ટ્સ ઉપલબ્ધ કરાવવામાં આવશે. આવો જાણીએ આ બજેટ પાસેથી લોકોને શું અપેક્ષાઓ છે.

પગારદારોને ટેક્સમાં રાહતની આશા
2014માં તત્કાલિન નાણામંત્રી અરુણ જેટલીએ આવકવેરા ટેક્સની બેઝિક છૂટ બે લાખથી વધારીને અઢી લાખ કરી હતી. આ વખતે ટેક્સ પેયર્સને નાણામંત્રી પાસેથી આશા છે કે બેઝિક છૂટનો દાયરો વધારીને અઢી લાખની જગ્યાએ ત્રણ લાખ કરવામાં આવે. જો આમ થાય તો તેનો સૌથી વધુ ફાયદો મિડલ ક્લાસને થશે. આ ઉપરાંત ટેક્સ સ્લેબમાં પણ લાંબા સમય બાદ ફેરફારની આશા છે.

80C ની મર્યાદા વધી શકે છે
ટેક્સ એક્સપર્ટ્સનું માનવું છે કે સેક્શન 80C ની લિમિટ દોઢ લાખથી વધીને બે લાખ થઈ શકે છે. હાલ 1.5 લાખ રૂપિયા સુધીના રોકાણ પર ટેક્સ છૂટ મળે છે. તેની પાછળ તર્કએ છે કે 80C માં જરૂર ક રતા વધુ ટેક્સ વિકલ્પોની ભરમાર છે. આથી તેની લિમિટ વધવી જોઈએ. અત્રે જણાવવાનું કે ELSS, PF, ટર્મ પ્લાનનું પ્રિમિયમ, બાળકોની ફી, હોમ લોન રિપેમેન્ટ સહિત 10 ખર્ચાને 80C માં નાખવામાં આવ્યા છે.

હોમ લોન પ્રિન્સિપલ પર અલગથી ટેક્સ છૂટ
રિયલ એસ્ટેટ સેક્ટરની માગણી છે કે હોમ લોનના પ્રિન્સિપલ અમાઉન્ટ પર 80સીથી અલગ છૂટ આપવી જોઈએ. હાલ તે 80C માં જ સામેલ છે. જેમાં તમે દોઢ લાખ સુધીનો ક્લેમ કરી શકો છો. રિયલ સેક્ટરનું સૂચન છે કે બજેટમાં ટેક્સ છૂટની મર્યાદા વધારવાથી હાઉસિંગ ઈન્ડસ્ટ્રીમાં માંગણી વધશે.

કિસાન સન્માન નિધિની રકમ વધી શકે છે
ખેડૂતોની નારાજગી દૂર કરવા અને તેમની કમાણી વધારવા માટે સરકાર કિસાન સન્માન નિધિ વધારવાની જાહેરાત કરી શકે છે. હાલ ખેડૂતોને PM Kisan Yojna હેઠળ 6000 રૂપિયા વાર્ષિક મળે છે. જેને બજેટમાં વધારીને આઠ હજાર રૂપિયા સુધી કરવામાં આવી શકે છે.

કૃષિ લોનનું લક્ષ્ય વધી શકે છે
કૃષિ કાયદાના વિરોધ બાદ સરકાર ખેડૂતોની નારાજગી દૂર કરવા માટે કૃષિ લોનનું લક્ષ્ય વધારી શકે છે. ખબરોનું માનીએ તો સરકાર નાણાકીય વર્ષ 2022-23 માટે એગ્રીકલ્ચર લોન વધારવા પર વિચાર કરી રહી છે. જો આમ થયું તો તે ખેડૂતોના હિતમાં મોટું પગલું ગણાશે.

ખેડૂત ક્રેડિટ કાર્ડની લિમિટ વધી શકે છે
સૂત્રોનું માનીએ તો સરકાર આ વખતે KCC ની લિમિટ વધારવા જઈ રહી છે. અત્યાર સુધીમાં ખેડૂતોને કેસીસી દ્વારા 3 લાખ રૂપિયા સુધીની લોન 7 ટકા વાર્ષિક દર પર મળે છે. સમય પહેલા લોનની ચૂકવણી કરવામાં આવે તો 3 ટકાની વધારાની છૂટ મળે છે. એટલે કે 4 ટકા પર ખેડૂતોને વર્ષ માટે લોન મળી જાય છે. હવે આશા છે કે લિમિટ વધશે.

હેલ્થ સેક્ટર પર ફોકસ રહેશે
કોરોના મહામારીના કારણે આ વખતે પણ બજેટમાં હેલ્થ સેક્ટર પર ફોકસ રહેવાની આશા છે. જાણકારોનું માનવું છે કે આ વખતના બજેટમાં ગત વર્ષના રસીકરણ માટે રિઝર્વ ફંડ આપવામાં આવી શકે છે.

વર્ક ફ્રોમ હોમ અલાઉન્સ
લગભગ છેલ્લા બે વર્ષથી તમામ કંપનીઓમાં વર્ક ફ્રોમ હોમ પોલીસી લાગૂ થવાથી કર્મચારીઓનો વીજળી, ફર્નીચર, બ્રોડબેન્ડ વગેરે ખર્ચો વધી ગયો છે. આવામાં નોકરીયાતો વર્ક ફ્રોમ હોમ અલાઉન્સની માગણી કરી રહ્યા છે. ગત દિવસોમાં ટેક્સ સર્વિસિઝ અને ફાઈનાન્શિયલ સર્વિસ આપનારી કંપનીDeloitte India એ કહ્યું હતું કે જો સરકાર સીધી રીતે અલાઉન્સ ન આપી શકે તો આવકવેરામાં છૂટની જોગવાઈ કરે.

NPS માં રોકાણ પર ટેક્સ છૂટ વધી શકે છે
આશા છે કે સરકાર નેશનલ પેન્શન સ્કિમમાં રોકાણ પર 80CCD(1B) હેઠળ મળનારી ટેક્સ છૂટની મર્યાાદાને 50 હજાર રૂપિયાથી વધારીને એક લાખ રૂપિયા કરી શકે છે. હાલ NPS માં રોકાણ પર 50,000 રૂપિયા સુધીની છૂટ મળે છે. આ ટેક્સ છૂટ 80C હેઠળ મળનારી 1.5 લાખ રૂપિયાની છૂટ કરતા અલગ છે. એટલે કે કુલ છૂટ 2 લાખ રૂપિયા થઈ શકે છે.

પીપીએફની લિમિટ વધવાની આશા
ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની સંસ્થા ICAI એ નાણામંત્રીને પોતાનું સૂચન આપ્યું છે. ICAI તરફથી નાણામંત્રીને પીપીએફમાં રોકાણની વધુમાં વધુ મર્યાદા 1.5 લાખ રૂપિયાથી વધારીને 3 લાખ રૂપિયા સુધી કરવાનું સૂચન અપાયું છે. ICAI ના જણાવ્યાં મુજબ પીપીએફમાં રોકાણ કરવાની મર્યાદા વધારવાથી જીડીપીમાં ઘરેલુ સેવિંગની ભાગીદારી વધારવામાં મદદ મળશે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *