કિશન ભરવાડની દીકરી પર રાજકારણનો પ્રેમ / જુઓ ગૃહ રાજ્યમંત્રી થી લઈને ઈસુદાન ગઢવી સહીત અનેક નેતાઓ અને આગેવાનોએ કિશનની બાળકીને રમાડી અને કરી આ મોટી મદદ 

ગુજરાત ટોપ ન્યૂઝ

ધંધૂકામાં 25 તારીખે બાઈક ઉપર આવેલી બે વ્યક્તિઓએ જાહેરમાં કિશન ભરવાડ નામના યુવક ઉપર ફાયરિંગ કરી મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હતો. આ ઘટનાના સમગ્ર રાજ્યમાં પડઘા પડ્યાં છે. જે મામલે હાલમાં ગુજરાત ATS તપાસ કરી રહી છે. મૃતક યુવક કિશનની 20 દિવસની દીકરીએ પિતાની છત્રછાયા ગુમાવી દીધી છે. ત્યારે નેતાઓ, મંત્રીઓ તથા સમાજના અગ્રણીઓ દ્વારા કિશનના પરિવારજનોની મુલાકાત લઈને દીકરીને આશીર્વાદ આપવામાં આવી રહ્યા છે. 28 જાન્યુઆરીથી 3 ફેબ્રુઆરી સુધીમાં ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી, ભાજપ નેતા અલ્પેશ ઠાકોર, આપના નેતા ઈસુદાન ગઢવી, કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ જગદીશ રાઠોડ તથા જાણીતા બિલ્ડર વિજય ભરવાડ દીકરીની ખોળામાં લઈને રમાડી ચૂક્યા છે.

હર્ષ સંઘવી દીકરીને ખોળામાં લઈને ભાવુક થયા
ધંધૂકામાં કિશન ભરવાડ નામના યુવકની કરાયેલ હત્યાએ છેલ્લા કેટલાક દિવસથી આખા ગુજરાતમાં આક્રોશ ફાટી નીકળ્યો છે. ગુજરાતમાં અલગ અલગ સમાજના સામાજિક અગ્રણીઓ નહીં સંતો પણ આ મામલે દુ:ખ વ્યક્ત કરી દાખલારૂપ કાર્યવાહીની માંગણી કરી રહ્યા છે. જ્યારે આ ઘટના માં રાજ્યના ગુહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ ધંધૂકા જઈ પરિવારને મળીને કિશન ભરવાડની દીકરીને ખોળામાં લીધી હતી. ત્યારે કિશન ભરવાડની દીકરીને હાથમાં લેતા જ હર્ષ સંઘવી ભાવુક થઈ ગયા હતા.

કિશનના પરિવારને સાંત્વના આપવા રાજકારણીઓ ધંધુકા જઈ રહ્યા છે ત્યારે ભાજપના નેતા અલ્પેશ ઠાકોરે ઉદાહરણીય કાર્ય કર્યું છે. અલ્પેશ ઠાકોરે ચચાણા જઈને કિશનભાઇનાં પરિવારજનોને સાંત્વના આપી હતી. ઠાકોર સેનાના પ્રમુખ અલ્પેશ ઠાકોરે કિશનભાઈ ભરવાડની નાની 20 દિવસની દીકરીને 1 લાખ રૂપિયા પણ પોતાના આશિર્વાદના પ્રતિકરૂપે આપ્યા હતા.

ઈસુદાન ગઢવીએ ખોળામાં લઈને બાળકીને રમાડી
AAP પ્રદેશ નેતા ઇસુદાનભાઈ ગઢવી પણ મૃતક કિશનને શ્રદ્ધાંજલિ અને તેમના પરિવારને સાંત્વના આપવા ચચાણા ગામ પહોંચ્યા હતા. આમ આદમી પાર્ટીના નેતા ઇસુદાનભાઈ ગઢવી ચચણા ગામે મૃતક યુવકના પરિવારને મળવા પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે કિશનની દીકરીને ખોળામાં લઈને આશીર્વાદ આપ્યા હતા. આ મામલે તેમણે પોલીસ તટસ્થ તપાસ કરી આરોપીઓને સખત સજા કરે એવી માંગ કરી હતી.

સુરતના જાણીતા બિલ્ડર અને ભરવાડ સમાજના અગ્રણી વિજયભાઇ ભરવાડ પણ ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી સાથે મૃતક કિશનને શ્રદ્ધાંજલિ પાઠવવા ગયા હતા. ત્યાં તેમણે નિશ્ચય કર્યો હતો કે કિશનની દીકરીને પોતાની દીકરીની જેમ રાખશે. તેમણે આ બાળકીને ખોળામાં લીધી અને તેની તમામ જવાબદારીઓ ઉપાડવાની વાત પરિવારને અને સમાજને કહેતાં સમાજે તેમને વધાવી લીધા હતાં. સમાજસેવી તરીકે જાણીતા વિજયભાઇની દરિયાદિલી દાખલારૂપ બની છે.

ધંધૂકા હત્યા મામલે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશભાઇ ઠાકોર સહિતના પ્રતિનિધિમંડળે ચચાણા મુકામે પહોંચીને કિશનની દીકરીને ખોળામાં લઈને રમાડી હતી અને પરિવારજનોને સાંત્વના આપી હતી. બાદમાં પત્રકારો સાથેની વાતચીતમાં આ કેસની તાકીદે ન્યાયિક તપાસની સાથે આ કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવી આ કેસમાં સંડોવાયેલા આરોપીઓ વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવાની માગ કરી હતી.

​​​​​​​જ્યારે કિશન ભરવાડ હત્યાકેસમાં પૂર્વ શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાં પણ પરિવારજનોને સાંત્વના આપવા પહોંચતાં પરિવારજનોની રોકકળ અને આક્રંદથી વાતાવરણમાં ગમગીની છવાઇ જવા પામી હતી.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *