બોયકોટ હ્યુન્ડાઇ ટ્રેન્ડિંગ / હ્યુન્ડાઇ પાકિસ્તાની ડીલરશિપના આ કારસ્તાનથી દેશભરમાં વિરોધનો વંટોળ, જુઓ કાશ્મીર વિષે એવી પોસ્ટ કરતા બજરંગદળના સંયોજક આવ્યા મેદાનમાં

ઇન્ડિયા ટોપ ન્યૂઝ

IPS ઓફિસર શમશેર સિંહે પણ ટ્વિટર પર હ્યુન્ડાઈને બોયકોટ કરવા ટ્વીટ કર્યું હતું, બજરંગદળના સંયોજક જ્વલિત મહેતાએ હ્યુન્ડાઈના મેનેજરને ફોન કર્યો

ઓટોમોબાઈલ ઉત્પાદક હ્યુન્ડાઈ મોટર કંપનીની પાકિસ્તાની ડીલરશિપ દ્વારા જમ્મુ અને કાશ્મીરના કેન્દ્રશાસિત પ્રદેશને ભારત સંઘમાંથી વિખેરી નાખવાની હાકલ કર્યા પછી વિવાદ સર્જાયો હતો. જ્યારે ભારતીય નેટિઝન્સે હ્યુન્ડાઈ ઈન્ડિયાને ભારતના સમર્થનમાં ટ્વીટ કરવા કહ્યું અને પ્રશ્ન કર્યો કે શું તેઓ હ્યુન્ડાઈ પાકિસ્તાનના ટ્વીટને સમર્થન આપે છે, ત્યારે હ્યુન્ડાઈ ઈન્ડિયાએ તે ભારતીયોને ટ્વિટર પર બ્લોક કરવાનું શરૂ કર્યું. આ મુદ્દે બજરંગદળે હ્યુન્ડાઈ ઈન્ડિયાના મેનેજરને ભારતતરફી યોગ્ય કાર્યવાહી કરવા બે દિવસની મુદત આપી છે. તેમણે સમગ્ર દેશમાં હ્યુન્ડાઈનાં વાહનોનો બોયકોટ કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે.

બજરંગદળના સંયોજક જ્વલિત મહેતાએ હ્યુન્ડાઈ ઈન્ડિયાના મેનેજરને ફોન કરીને કહ્યું હતું કે તેમને ભારત તરફી યોગ્ય કાર્યવાહી કરવા માટે બે દિવસની મુદત આપી છે. જો એ પ્રમાણે નહીં થાય તો દેશભરમાં હ્યુન્ડાઈનાં વાહનોનો બોયકોટ કરવાની ચીમકી પણ તેમણે ઉચ્ચારી છે. તેમણે મેનેજરને એમ પણ કહ્યું હતું કે શહીદ સૈનિકો અને કાશ્મીરી પંડિતોનું અપમાન બજરંગદળ સાંખી નહીં લે.

 

આ ઉપરાંત બજરંગ ગુજરાતે સ્પષ્ટ કર્યું હતું કે હ્યુન્ડાઈ ઇન્ડિયા પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર સ્પષ્ટ કરે કે જમ્મુ-કાશ્મીર ભારતનો અભિન્ન ભાગ છે, નહિ તો બજરંગદળના વિરોધનો સામનો કરવા તૈયાર રહે. કાશ્મીર એ વ્યાપારી મુદ્દો નથી, પણ ભારતમાતાનું મસ્તક છે, ભારતીયોનું ગૌરવ છે અને દેશભક્ત હિન્દુ સમાજ વિદેશી કંપનીની આ બે ધારી નીતિ ચલાવી નહિ લે.

હ્યુન્ડાઈ મોટર્સ પાકિસ્તાને ટ્વિટર પર તેના સત્તાવાર હેન્ડલ પરથી કાશ્મીરની આઝાદીનું સમર્થન કરતાં હોબાળો મચી ગયો છે. હ્યુન્ડાઈની પાકિસ્તાની ડીલરશિપ નિશાંત જૂથ સાથે ભાગીદારી ધરાવે છે. આ અંગે ભારતીય યુઝર્સે હ્યુન્ડાઈ ઈન્ડિયાને સવાલ પૂછ્યો હતો કે શું તમે હ્યુન્ડાઈ પાકિસ્તાનના કાશ્મીર અંગેના વલણનું સમર્થન કરો છો? તેના જવાબમાં હ્યુન્ડાઈ ઈન્ડિયાએ અનેક યુઝર્સને બ્લોક કરી દીધા હતા. બાદમાં અનેક યુઝર્સે ટ્વિટર પર ‘બોયકોટ-હ્યુન્ડાઈ’ ટ્રેન્ડ શરૂ કર્યો હતો. આ અંગે ભાજપના નેતા મનજિન્દર સિંહ સિરસાએ હ્યુન્ડાઈ ગ્લોબલ સમક્ષ માફીની માગ કરી હતી.

 

હ્યુન્ડાઈ ઈન્ડિયાને સવાલ કરતા યુઝર્સને બ્લોક કરવા બદલ સોશિયલ મીડિયામાં અનેક લોકોએ વાંધો ઉઠાવી પૂછ્યું હતું કે શું હ્યુન્ડાઈ પાકિસ્તાન કાશ્મીરમાં પાકિસ્તાનની મદદથી ચાલતા આતંકનું સમર્થન કરે છે? નવાઈની વાત એ છે કે હ્યુન્ડાઈ ઈન્ડિયા યુઝર્સને બ્લોક કરીને વિચિત્ર રીતે આ વાતનું સમર્થન કરે છે. હ્યુન્ડાઈએ ફક્ત માફી જ ના માગવી જોઈએ, પરંતુ પાકિસ્તાનના ડીલરની પણ હકાલપટ્ટી કરવી જોઈએ.

ઓટો કંપનીHyundai Motor Indiaએ ટ્વિટર પર બહિષ્કારના ટ્રેન્ડ બાદ રવિવારે રાત્રે સ્પષ્ટતા રજૂ કરી હતી. દક્ષિણ કોરિયાની ઓટો કંપનીની ભારતીય પેટાકંપનીએ એક નિવેદન જારી કરીને કહ્યું કે તેઓ ભારતીય રાષ્ટ્રવાદનું સન્માન કરે છે. કંપનીએ દક્ષિણ કોરિયા પછી હ્યુન્ડાઈ બ્રાન્ડ માટે ભારતને બીજું ઘર પણ ગણાવ્યું છે.

વાયરલ પોસ્ટ સાથે કોઈ લેવાદેવા નથી: Hyundai
હ્યુન્ડાઈ મોટર ઈન્ડિયાએ નિવેદનમાં કહ્યું કે તેઓ લાંબા સમયથી ભારતીય બજાર માટે પ્રતિબદ્ધ છે. કંપનીએ કહ્યું કે, 25 વર્ષથી વધુ સમયથી અમે ભારતીય બજાર માટે પ્રતિબદ્ધ અને કટીબદ્ધ છીએ. રાષ્ટ્રવાદની મજબૂત ભાવના સાથે મજબૂત છીએ. અમને સોશિયલ મીડિયા પર એક એવી પોસ્ટ સાથે જોડવામાં આવી રહ્યા છે કે જેની સાથે અમારે કોઈ લેવા-દેવા નથી. આ અમારી સેવા અને ભારત જેવા મહાન દેશ પ્રત્યેની અજોડ પ્રતિબદ્ધતા માટે એક ફટકો છે.

કંપનીના પાકિસ્તાન યુનિટના ટ્વીટથી નારાજ ભારતીય નેટીઝન્સે લોકોને સ્વદેશી બ્રાન્ડ મહિન્દ્રા અને ટાટા પાસેથી વાહનો ખરીદવાની સલાહ આપી હતી. કેટલાકે કહ્યું કે બજાર ખોલવા દો અને પછી તમને જણાવીએ.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *