શા માટે વિરોધ / જાણો શા માટે સોશિયલ મીડિયામાં રત્નકલાકારો થી માંડીને સૌ કોઈ સવજીભાઈ ધોળકિયાને પદ્મશ્રી આપવા પર વિરોધ કરી રહ્યા છે

ટોપ ન્યૂઝ ગુજરાત સુરત

સોશિયલ મીડિયામાં ભાવેશ ટાંક Bhavesh Tank દ્વારા જે કહેવામાં આવ્યું છે એ અમે તમને જણાવી રહ્યા છીએ : ભારત સરકાર દ્વારા દેશ ના નામાંકિત વ્યક્તિ ઓ ને પદ્મશ્રી પુરસ્કાર આપવા ની જાહેરાત કરવા મા આવી છે જેમા સુરત હીરાઉધોગ ના ઉધોગપતિ શ્રી સવજીભાઈ ધોળકિયા ( savji dholakiya) ને પણ પદ્મશ્રી (padma shri) પુરસ્કાર થી સન્માનિત કરવા મા આવશે એવી જાહેરાત સરકારશ્રી દ્વારા કરવા મા આવી છે.

ત્યારે સવજી ભાઈ ની જાહેરાતો ને કારણે ફરી વખત વિવાદ થવાની શકયતા છે કેમ કે સવજી ભાઈ તેમની કંપની મા કામ કરતા કર્મચારીઓ એટલે કે રત્નકલાકારો ના પ્રોવિડન્ટ ફંડ ના રૂપિયા ચાઉ કરી ગયા હતા જેનો વિવાદ ફરી ઉખળવા ની શકયતા છે.

મુદ્દો એવો છે કે દરેક કંપની એ પોતાને ત્યા કામ કરતા કામદારો ના પ્રોવિડન્ટ ફંડ કાપવા અને જેટલી રકમ કામદારો ના પગાર માંથી કાપવા મા આવે એટલી જ રકમ તે કંપની એ પ્રોવિડન્ટ ફંડ કમિશનર ને જમા કરાવવી પડે છે અને એ જમા રકમ ઉપર સરકાર અંદાજે 8% વાર્ષિક વ્યાજ આપે છે. જેથી કામદાર ને નિવૃત્તિ ના સમયે કોઈ પાસે લાંબો હાથ ના કરવો પડે.

પણ સવજી ભાઈ એ પોતાની જ કંપની મા કામ કરતા કામદારો ના પી.એફ.ના રૂપિયા જમા કરાવ્યા નહોતા. જેના કારણે તેમની ઉપર રિજયોનલ પ્રોવિડન્ટ ફંડ કમિશનરશ્રી દ્વારા કેસ દાખલ કરવા મા આવ્યો હતો અને તેમની કંપની ને અંદાજે 16 કરોડ રૂપિયા નો દંડ ફટકારવા મા આવ્યો હતો એ મીડિયા રિપોર્ટ એ પણ તે સમયે ભારે ચર્ચા જગાવી હતી.

ત્યારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે સવજી ભાઈ ને શું કામદારો ના પી.એફ.ના રૂપિયા ચાઉ કરવા બદલ કે સરકારશ્રી ની વાહવાહી કરવા બદલે તેમને પદ્મશ્રી પુરસ્કાર થી સન્માનિત કર્યા હશે ???

સવજીભાઈ કરતા ગોવિંદ ધોળકીયા, સેવંતી શાહ અથવા ખજૂરભાઈને એવોર્ડ મળવો જોઈતો હતો તેવી લાગણી
ફેસબુક પેજ પર કેટલાંક લોકોએ સવજી ધોળકીયા કરતા પદ્મશ્રી એવોર્ડ માટે ગોવિંદ ધોળકીયા અને સેવંતી શાહને વધુ લાયક ગણાવ્યા છે, જ્યારે કેટલાંક યુઝર્સે તો ખજુરભાઈ ઉર્ફે નિતિન જાનીને એવોર્ડ મળવો જોઈતો હતો તેવી લાગણી વ્યક્ત કરી છે. તાજેતરમાં ગુજરાતમાં ભારે વરસાદ અને ચક્રવાતને લીધે સર્જાયેલી તબાહી બાદ ગામે ગામ ગરીબ લોકોને પાક્કા ઘર બનાવી આપનાર ખજૂરભાઈને એવોર્ડ મળવો જોઈતો હતો તેવી લાગણી વ્યક્ત કરવામાં આવી રહી છે.

રત્નકલાકારોને જેલની જેમ પૂરી રાખે છે તેવા આક્ષેપો કર્યા
કેટલાંક યુઝર્સે સવજી ધોળકીયા પર વ્યક્તિગત આક્ષેપો કર્યા છે. તો કેટલાંકે લખ્યું છે કે રત્નકલાકારોને જેલની જેમ પુરી રાખે છે. કંઈ સારું કામ નથી કરતા. તો કેટલાંકે સારી વાતો પણ લખી છે. હંમેશા હીરા ઉદ્યોગ અને રત્નકલાકારોના હીતમાં સવજીભાઈ કામ કરતા હોવાનો પક્ષ પણ અનેક યુઝર્સે લીધો છે.

સવજીભાઈ કરતા ગોવિંદ ધોળકીયા, સેવંતી શાહ અથવા ખજૂરભાઈને એવોર્ડ મળવો જોઈતો હતો તેવી લાગણી
ફેસબુક પેજ પર કેટલાંક લોકોએ સવજી ધોળકીયા કરતા પદ્મશ્રી એવોર્ડ માટે ગોવિંદ ધોળકીયા અને સેવંતી શાહને વધુ લાયક ગણાવ્યા છે, જ્યારે કેટલાંક યુઝર્સે તો ખજુરભાઈ ઉર્ફે નિતિન જાનીને એવોર્ડ મળવો જોઈતો હતો તેવી લાગણી વ્યક્ત કરી છે. તાજેતરમાં ગુજરાતમાં ભારે વરસાદ અને ચક્રવાતને લીધે સર્જાયેલી તબાહી બાદ ગામે ગામ ગરીબ લોકોને પાક્કા ઘર બનાવી આપનાર ખજૂરભાઈને એવોર્ડ મળવો જોઈતો હતો તેવી લાગણી વ્યક્ત કરવામાં આવી રહી છે.

રત્નકલાકારોને જેલની જેમ પૂરી રાખે છે તેવા આક્ષેપો કર્યા
કેટલાંક યુઝર્સે સવજી ધોળકીયા પર વ્યક્તિગત આક્ષેપો કર્યા છે. તો કેટલાંકે લખ્યું છે કે રત્નકલાકારોને જેલની જેમ પુરી રાખે છે. કંઈ સારું કામ નથી કરતા. તો કેટલાંકે સારી વાતો પણ લખી છે. હંમેશા હીરા ઉદ્યોગ અને રત્નકલાકારોના હીતમાં સવજીભાઈ કામ કરતા હોવાનો પક્ષ પણ અનેક યુઝર્સે લીધો છે.

સવજીભાઈ એ પોતાના કર્મચારીઓ ને બોનસ મા ગાડી ઓ આપી હતી ત્યારે ભારે ચર્ચા મા આવ્યા હતા અને ભારે પબ્લિસિટી મેળવી હતી અને આખા વિશ્વ મા સવજીભાઈ એ ચર્ચા જગાવી હતી પરંતુ પોતાના કામદારો ને બોનસ એકટ હેઠળ બોનસ નથી આપતા એવા લોકો કર્મચારીઓ ને બોનસ મા ગાડી આપે ખરા ???

એવો સવાલ ઘણા લોકો ના મન મા ઉઠ્યો હતો એટલે ગાડી ઓ ની તપાસ કરવા મા આવી તો ખબર પડી કે સવજી ભાઈ ની કંપની મા જે કર્મચારી કામે બેસે એટલે તેમનો 20000 રૂપિયા પગાર હોઈ તો તેમના પગાર માંથી 2000 હજાર રૂપિયા કંપની કાપી ને પોતાની પાસે જમા રાખતા હતા અને એવી રીતે જેમ પગાર વધારે હોય તેમના વધારે પૈસા જમા રાખવા મા આવતા હતા

ત્રણ વર્ષ સુધી કારીગરો ના પગાર માંથી આવી રીતે રૂપિયા કાપ્યા પછી જે રૂપિયા જમા થયા હોય (પહેલા સૌથી સસ્તી અને માર્કેટ મા ચાલી ના હોય એવી ગાડી નુ સર્વે કરવા મા આવે છે જેથી એ મફત ના ભાવે મળી શકે) પછી કારીગરો ના પૈસા દ્વારા જ સવજી ભાઈ ડાઉન પેમેન્ટ ભરે છે ભરે છે.

બોનસ એકટ મુજબ દરેક કારીગર ને કંપની એ પોતાના પગાર મુજબ અંદાજે 10% રૂપિયા બોનસ સ્વરૂપે આપવા થાય એટલે કામદારો ને એક પગાર બોનસ સ્વરૂપે મળે પણ સવજી ભાઈ એ બોનસ આપવા ને બદલે કારીગરો ના પગાર માંથી રૂપિયા કાપે અને એ કાપેલા રૂપિયા માંથી ગાડી ઓ ના ડાઉન પેમેન્ટ ભરે અને પછી આખી દુનિયા મા ઢંઢેરા પિટે કે અમે ગાડી ઓ આપી.

આવી રીતે ગાડી ઓ આપવા નો એક ફાયદો કંપની ને એ પણ થાય કે જ્યા સુધી ગાડી ઓ ના હપ્તા પુરા નો થાય ત્યા સુધી કારીગરો સવજી ભાઈ ને મૂકી ને બીજે ક્યાંય જઈ શકે નહી કામ થાય કે નો થાય.

એક વખત આ સિસ્ટમ સામે ડાયમંડ વર્કર યુનિયન ગુજરાત દ્વારા અવાજ ઉઠાવવા મા આવ્યો હતો. જેથી પોતાની ભૂલ સુધારવા ને બદલે સવજી ભાઈ એ યુનિયન સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી અને કમિશનર ના બળે યુનીયન નો અવાજ દબાવવા ની કોશિશ પણ કરવા મા આવી હતી. પણ સોશિયલ મીડિયા મા ભારે ઉહાપોહ થયો જેના કારણે સવજીભાઈ નો અને કમિશનર નો દાવ ઊંધો પડી ગયો હતો, ભારે નાલેસી અને ફજેતી થઈ હતી, પછી સવજીભાઈ એ કારીગરો ને ગાડી ઓ આપવા ની બંધ કરી હતી જેથી કારીગરો એ હાશકારો અનુભવ્યો હતો.

ત્યારે સરકારે સવજીભાઈ ને પદ્મશ્રી પુરસ્કાર આપવા ની જાહેરાત થતા ની સાથે જ ફરી વિવાદ ઉભો થઇ ગયો છે કેમ કે પદ્મશ્રી પુરસ્કાર મેળવવા ના સાચા હકદાર ગોવિંદભાઈ ધોળકિયા, સેવંતીભાઈ શાહ, લવજી ભાઈ બાદશાહ, મહેશભાઈ સવાણી, મનજીભાઈ ધોળકિયા જેવા મહાનુભવો સરકાર ના એવોર્ડ મેળવવા ને લાયક છે તેમની સરકાર એ કદર કરવી જોઈએ.

અત્રે એ ઉલ્લેખનીય છે કે છડે ચોક નિયમો નો ભંગ કરતા સવજી ભાઈ ની ફેકટરી નુ ઉદઘાટન કરવા પ્રધાનમંત્રી પોતે આવ્યા હતા ત્યારે સરકાર ને ગમતા લોકો ને એવોર્ડ ની લહાણી કરી પદ્મશ્રી પુરસ્કાર ની શાન ઘટી જશે એવો પણ આક્રોશ લોકો વ્યક્ત કરી રહ્યા છે અગાવ સરકારે કંગના ને એવોર્ડ આપ્યો ત્યારે આવો જ વિવાદ ઉભો થયો હતો.

( જુઓ સવજીભાઈ ધોળકિયાએ પદ્મશ્રી એવોર્ડ મળતા શું નિવેદન આપ્યું : https://videos.bhaskarassets.com/2022/01/26/10-surat-savaji-pankaj_1643190426/mp4/v360.mp4 )


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.