મજાક મોંઘી પડી / પાલનપુરમાં ખાનગી કોમલપેક્સના ત્રીજા માળેથી બે યુવકો પટકાયા, જુઓ મજાક મજાકમાં થયું એવું કે વિડિઓ જોઈને તમારી કંપારી છૂટી જશે : જુઓ વિડિઓ

ગુજરાત ટોપ ન્યૂઝ

પાલનપુરના એક કોમ્પલેક્સમાં બનેલી અકસ્માતની ઘટના સામે આવી છે. બે મિત્રો મજાક-મજાકમાં કોમ્પલેક્સના ત્રીજા માળેથી પટકાતા એક મિત્રનું મોત નિપજ્યું છે. જ્યારે બીજા મિત્રને ઈજાઓ પહોંચી છે. સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે.

પાલનપુર હાઈવે ઉપર ખાનગી કોમ્પલેક્ષ પરથી ગઈકાલે બે યુવકો પટકાયા હતા. જેમાંથી એક યુવકનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. જ્યારે એક ગંભીર રીતે ઘાયલ થયો હતો. તેના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે.

એક મિત્ર બીજા મિત્ર સાથે રેલિંગ પર બેઠેલા હતા મિત્ર સાથે બીજા મિત્ર મસ્તી કરવા જતા બંને મિત્રો રેલિંગ પરથી નીચે પટકાયા હતા. જેમાં એક મિત્ર ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જયારે બીજા મિત્ર ગંભીર રીતે ઘાયલ થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુર શહેરમાં આવેલ નેશનલ હાઈવે પર એક કોમ્પ્લેક્સના ત્રીજા માળ પરથી બે યુવકો નીચે પટકાયા હતા જેના સીસીટીવી વીડિયો સામે આવ્યા છે.

સીસીટીવી વીડિયોમાં જોઈએ તો એક મિત્ર કોમ્પ્લેક્સની રેલિંગ પર બેઠેલો છે જ્યારે અન્ય બીજો મિત્ર તેની સાથે મસ્તી કરવા જતાં બંનેએ નીચે લટકી જતાં બંને ત્રણ માળની કોમ્પ્લેક્સ પરથી નીચે પટકાયા હતા જેમાંથી એકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.

બીજા અન્ય એક મિત્ર ગંભીર રીતે ઘાયલ થતાં સ્થાનિક લોકોએ સારવાર માટે નજીકની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. કોમ્પલેક્સમાં થયેલા અકસ્માતમાં એક યુવકનું મોત અને અન્ય એક યુવક ઘાયલ થતા પોલીસ દ્વારા સમગ્ર મામલાની તપાસ હાથ ધરી છે.

( વિડિઓ જોવા માટે અહીં ક્લિક કરો : https://videos.bhaskarassets.com/2022/07/18/20-banaskantha-majak-ma-mot-bharat-shailesh_1658153381/mp4/v360.mp4 )


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.