હેવાનિયત ની હદ વટાવી / યુવતીને બારીમાંથી યુવકે કહ્યું, તારા ઘરની પાછળ મોટો ખજાનો છે, આવ સાથે મળી ખોદીએ અને પછી જે થયું એ જાણીને હેરાન થઇ જશો

ટોપ ન્યૂઝ

17 વર્ષની સગીર બાળાને ભગાડી લઈ જઈ તેની પર ગેંગરેપ કરનાર આરોપીઓને 20 વર્ષની સખત કેદ એટલે કે જ્યાં સુધી જીવે ત્યાં સુધીની કેદની સજા નડિયાદ એડિશનલ સેસન્સ કોર્ટ દ્વારા ફટકારવામાં આવી છે. કપડવંજ તાલુકાના એક ગામમાં 12-01-2021 20ના રોજ રાત્રે આઠ વાગ્યાની આસપાસ આરોપી દેવરાજ ઉર્ફે ધર્મેશ ઉર્ફે ધમો અને નવનીત ભાઈ દિનેશભાઈ પરમાર 17 વર્ષની સગીર વયની દીકરીને બળજબરીપૂર્વક ઘરની પાછળના ભાગે ખુલ્લી જગ્યામાં લઈ જઈ તને મોઢું દબાવીને આ બંને નરાધમોએ બળાત્કાર ગુજાર્યો હતો.

બળાત્કાર ગુજાર્યા બાદ તિક્ષ્ણ હથિયાર બતાવીને સગીરાને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. ત્યારબાદ આ સમગ્ર ઘટનાની જાણ તેના પિતાને કરતા પિતાએ કપડવંજ ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

આ ફરિયાદના આધારે પોલીસે આરોપીઓની ધરપકડ કરી જેલ હવાલે કર્યા અને કોર્ટમાં આઠ જેટલા સાક્ષીઓની જુબાની તેમજ દસ્તાવેજી પુરાવા રજુ કરી ફક્ત પાંચ જ દિવસમાં કોર્ટ દ્વારા ગેંગરેપ કેસમાં ચુકાદો જાહેર કરવામાં આવ્યો છે.

ભોગ બનનાર સગીરા ગર્ભવતી બની હતી, ત્યારબાદ તેણે એક બાળકીને જન્મ આપ્યો હતો. આ બાળકીનો ડી.એન.એ આરોપી સાથે મેચ છતાં પુરવાર થયું કે આ આરોપીએ જ સગીરા પર બળાત્કાર ગુજાર્યો હતો. જેના પગલે તેને જીવે ત્યાં સુધીની આજીવન કેદની સજા અને બંને આરોપીઓને ચાર ચાર લાખ રૂપિયા સગીરાને ચૂકવવાનું દંડ ફટકાર્યો છે. નડિયાદની કોર્ટે બંને આરોપીઓને કસૂરવાર ઠેરવી 20 વર્ષની કેદની સજા ફટકારી છે.

આ કેસ પાંચ દિવસના ટ્રાયલમાં જ પુરો થતાં ભોગ બનનારને ઝડપથી ન્યાય મળ્યો હતો. ત્યારે હાલ સગીર દીકરીઓ ઉપર દિવસેને દિવસે વધી રહેલા બળાત્કારના ગુનાઓને અટકાવવા માટે સમાજમાં દાખલો બેસાડવા માટે આ સજા ફટકારવામાં આવી છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.