BREAKING NEWS / ગુજરાતના આ મોટા શહેરમાંથી અયોધ્યામાં બૉમ્બ-બ્લાસ્ટ કરવાની ધમકી આપી, 112 નંબર પર ફોન કરી ધમકી આપતા બ્લેક કેટ કમાન્ડો તૈનાત – જુઓ કોણે આપી આ ધમકી

ગુજરાત ઇન્ડિયા ટોપ ન્યૂઝ

રામનગરી અયોધ્યા (Ayodhya) માં બ્લાસ્ટની ધમકી (Bomb Blast Threat) બાદ યૂપી પોલીસ હાઇ એલર્ટ પર છે. પોલીસે પ્રવેશ દ્રાર, હોટલો અને ધર્મશાળા ઉપરાંત રેલવે સ્ટેશન અને બસ સ્ટેશન પર સુરક્ષા વધારી દીધી છે. ગુરૂવારે કોઇ અજાણ્યા વ્યક્તિ ડાયલ-112 પર ફોન કરીને ધમકી આપી છે. ધમકી આપનાર યુવક અમદાવાદનો હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

બ્લાસ્ટની ધમકી (Bomb Blast Threat) આપનાર અમદાવાદનો હોવાની કોઇ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. ધમકી મળ્યા બાદ અયોધ્યામાં સ્થાનિક પોલીસ સર્તક થઇ ગઇ છે. અયોધ્યા ધામના પ્રવેશ દ્રારા પર સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. સાથે જ લોકોના આઇડી પ્રૂફ જોઇને જ અંદર પ્રવેશ આપવામાં આવી રહ્યો છે.

અયોધ્યાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા પોલીસતંત્ર અને ગુપ્તચર એજન્સી દોડતી થઈ છે અને અયોધ્યામાં હાઇએલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. પોલીસની પ્રાથમિક તપાસમાં અમદાવાદનાં યુવકે 112 નંબર પર ફોન કરીને અયોધ્યાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપી છે. ગુરુવારે આ ધમકીભર્યો ફોન આવ્યા બાદ અયોધ્યામાં સુરક્ષા વધારી દેવામાં આવી છે. ગુપ્તચર એજન્સીએ પોલીસ સાથે મળીને આ મામલે તપાસ શરૂ કરી છે.

ભીડવાળા વિસ્તારોનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે
એના સાથે જ રોડવેઝ, બસ સ્ટેશન, રેલવે સ્ટેશન સહિત અન્ય ભીડવાળાં સ્થાનોનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. SSP શૈલેષ પાંડેએ જાતે ગુરુવારે અયોધ્યામાં મંદિરોની સુરક્ષાનું નિરીક્ષણ કર્યું હતું. રામજન્મભૂમિ પરિસર અને અયોધ્યાનાં પ્રમુખ મંદિરો પર તેમણે પોલીસની ટીમ સાથે નિરીક્ષણ કર્યું હતું અને સુરક્ષાને લઈને નિર્દેશો જારી કર્યા હતા. પોલીસને આગામી તહેવારોને લઈને એક્ટિવ રહેવા જણાવાયું છે.

મહત્ત્વનાં સ્થાનો પર સુરક્ષાકર્મચારીઓ લોકોની તપાસ કરી રહ્યા છે
જાસૂસી એજન્સીઓ ભીડવાળા વિસ્તાર અને હોટલ-ધર્મશાળાઓમાં શંકાસ્પદને શોધી રહી છે. સુરક્ષાકર્મચારીઓની સંખ્યા વધારવામાં આવી છે. મહત્ત્વની જગ્યાઓ પર સુરક્ષાકર્મચારીઓ લોકોની તપાસ કરી રહ્યા છે. આતંકી હુમલાના ખતરાને પગલે અયોધ્યાની સુરક્ષા વધારવામાં આવી છે. મંદિરોમાં પણ લોકોને અલર્ટ રહેવાનું કહેવામાં આવ્યું છે. મઠ-મંદિર, હોટલ, ધર્મશાળાઓ વગેરે જગ્યાઓ પર કોઈપણ શંકાસ્પદ વ્યક્તિ દેખાય તો આ અંગેની માહિતી પોલીસને આપવાનું કહેવામાં આવ્યું છે. આ સિવાય લોકોને પણ આ અંગે જાગ્રત કરવામાં આવી રહ્યા છે.

અયોધ્યા હંમેશાં સુરક્ષાને લઈને અલર્ટ પર રહે છે. વિવિધ પ્રસંગોને ધ્યાનમાં સુરક્ષાની સમીક્ષા કરાઈ છે અને અધિકારીઓ દ્વારા આદેશ પણ બહાર પાડવામાં આવ્યો છે. મંદિરનું નિર્માણ ચાલી રહ્યું હોવાથી આ ઘટનાને લઈને સુરક્ષા વધારી દેવાઈ છે. એસએસપી સાથે પોલીસની ટીમે અયોધ્યાનું નિરીક્ષણ કર્યું હતું, સાથે ધાર્મિક સ્થળો, શ્રદ્ધાળુઓની રોકાવાની જગ્યા અને ભીડવાળાં સ્થળોની સુરક્ષાની સમીક્ષા કરી હતી.

જોકે રામ જન્મ ભૂમિ ક્ષેત્રની સુરક્ષા વધારવામાં આવી, બીજી તરફ ખૂણે ખૂણે બ્લૈક કૈટ કમાન્ડોની ટુકડી ગોઠવી દેવામાં આવી છે. પોલીસના અધિકારીઓએ મોટી સંખ્યામાં પોલીસબળની યલો ઝોનમાં રૂમ માર્ચ કરી. તમામ સુરક્ષાના પોઇન્ટ એક્ટિવ કરવામાં આવ્યા છે. ક્ષેત્રાધિકારી અયોધ્યાના નેતૃત્વમાં સંપૂર્ણ યલો ઝોન પર એટીએસની ટીમે નિરીક્ષણ કર્યું. અયોધ્યાના તમામ બેરિયર પર સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.

આ પહેલાં ગત મહિને યૂપી પોલીસને ગુપ્ત એલર્ટ મળ્યું હતું. આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાના નામથી મળેલા ધમકીભર્યા પત્રમાં લખનઉ, અયોધ્યા, કાનપુર, વારાણસી સહિત 46 રેલવે સ્ટેશનોને બોમ્બથી ઉડાડવાની ધમકી આપવામાં આવી હતી. આ ગુપ્ત એલર્ટ બાદ રેલવે સ્ટેશનો પર સુરક્ષા વધારવામાં આવી હતી. લખનઉ, કાનપુર, સહિત ઘણા રેલવે સ્ટેશનો પર આરપીએફ, જીઆરપી અને પોલીસ ઉપરાંત ડોગ સ્ક્વોર્ડએ પણ નિરિક્ષણ કર્યું હતું. સઘન તલાશી પણ ચલાવવામાં આવી રહી છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.