હર્ષ સંઘવીએ આપ્યો ‘જોરદાર ઝટકો’ / જુઓ સુરતમાં આ પોલીસ સ્ટેશનમાંથી એક ઝાટકે PI સહીત 104 કર્મીઓની બદલી, જાણો શા માટે કરી મોટી કાર્યવાહી

ટોપ ન્યૂઝ સુરત

રાજ્યમાં પોલીસમાં સ્ટેશનમાં નો રિપિટ થીયરીનું અમલીકરણ શરૂ થઈ ગયું હોવાનું સામે આવ્યું છે. જેમાં જે તે બદનામ પોલીસ સ્ટેશનનો આખે આખો સ્ટાફ બદલાવવાનો સિલસિલો સુરતથી ચાલું થયો છે. સુરતથી ગૃહરાજ્યમંત્રીએ સપાટો બોલાવવાની શરૂઆત કરતા સલાબતપુરાના 104 પોલીસકર્મીઓની એકાએક બદલી કરી નાંખવામાં આવી છે.

ટેક્સટાઈલ માર્કેટની નજીક સલાબતપુરા પોલીસ સ્ટેશન આવેલું છે. ટેક્સટાઈલ માર્કેટ વેપારીઓના ઉઠામણાં થઈ રહ્યા હતા. ઉઠામણામાં પોલીસ કર્મીઓની શંકાસ્પદ ભૂમિકા હતી. જેના કારણે હર્ષ સંઘવીએ મોટો નિર્ણય લઈને PI સહિત આખા સ્ટાફની બદલી કરી નાંખી હતી. જાણવા મળી રહ્યું છે કે આજે હર્ષ સંઘવી કાપડ વેપારીઓ ટેલી કોન્ફરન્સ કરશે.

સુરતના સલાબતપુરા પોલીસ સ્ટેશનના પોલીસ કર્મીઓએ 7 લોકોને પકડીને ખોટી રીતે માર માર્યો હતો. પોલીસના વર્તન અને માર મારવા સામે અરજદારોએ હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી જેમાં આરોપીની ધરપકડ કર્યા બાદ જે પ્રકારની કાર્યવાહી થવી જોઈએ તે ન થઈ હોવાનું બહાર આવ્યું હતું. અને અરજદારો સાથે તે પ્રમાણે વર્તન પણ કરવામાં આવ્યું ન હતું જેની રજૂઆત હાઈકોર્ટથી માંડી ટેક્સટાઈલ એસોશિએશન તેમજ ભાજપના કાર્યકરોએ મળીને હર્ષ સંઘવી સુધી કરવામાં આવી હતી. જે બાદ આજે કાર્યવાહી થતાં PI કિકાણી સહિત 104 કર્મચારીઓની સામુહિક બદલી કરી નાખવામાં આવી છે.

સમગ્ર મામલો કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો જેમાં HCએ પોલીસ કમિશનર અને પોલીસકર્મીઓનેને દંડ ફટકાર્યો હતો. સુરત શહેર પોલીસ કમિશનર સહિત 4 પોલીસ કોન્સ્ટેબલને રૂપિયા 25 હજારનો દંડ ફટકારવાનું ફરમાન જાહેર કરવામાં આવ્યું હતું. સમગ્ર મામલે પોતાનો જવાબ રજૂ ન કરવામાં આવતા પોલીસની કાર્યવાહી સામે નારાજગી વ્યકત કરી હાઈકોર્ટના ચીફ જસ્ટિસની ખંડપીઠે દંડનો આકારો નિર્દેશ કર્યો હતો.

સુરત ટેક્સટાઈલ માર્કેટ વેપારીઓના ઉઠામણાંમાં વિવિધ વેપારી સંગઠનોની ફરિયાદને પગલે પોલીસ કમિશનર અજયકુમાર તોમરે સલાબતપુરા પોલીસ મથકના પીઆઇ, 11 પીએસઆઇ અને 104 પોલીસ કર્મીઓની એકસાથે બદલી કરી દેતા ખળભળાટ મચ્યો છે. પહેલીવાર એક પોલીસ સ્ટેશનમાં ટોપ ટુ બોટમ એમ આખા સ્ટાફની બદલીની ઘટના બનવા પામી છે. રવિવારે સાંજે સલાબતપુરા પોલીસ મથકના આખા સ્ટાફની બદલીનો હુકમ કરતા પોલીસ બેડામાં સોપો પડી ગયો છે.

નોંધનીય છે કે ખુદ પોલીસ બેડામાં જ ચર્ચા છે કે સલાબતપુરા પોલીસે સાત યુવકને ઢોર માર માર્યો હતો, જે મામલે હાઈકોર્ટમાં ફરિયાદ થઈ હતી. કોર્ટમાં માત્ર એક પ્રતિવાદીને ત્રણ વાર મહેતલ અપાઈ છતાં જવાબ રજૂ કર્યો ન હતો, જેને પગલે કોર્ટે પોલીસ કમિશનર અને સલાબતપુરાના 4 પોલીસ કર્મીને 25 હજારનો દંડ ફટકાર્યો હતો. જેને પગલે આ તવાઈ આવી હોવાની પોલીસ બેડામાં જ ચર્ચા ચાલી રહી છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.