ચોંકાવનારું નિવેદન / સંજય રાઉતના આ નિવેદન થી રાજકારણમાં ખળભળાટ મચી ગયો : અમારા સંબંધો ભારત-પાકિસ્તાન જેવા ન…..

ઇન્ડિયા ટોપ ન્યૂઝ

છેલ્લા ઘણા સમયથી ભાજપ અને શિવસેના ફરી એક થવાના છે તેવી ચર્ચાઓ ચાલી રહી છે. ત્યારે શિવસેના નેતા સંજય રાઉત દ્વારા હાલ એવું નિવેદન આપવામાં આવ્યું છે કે તેમના સંબંધો ભારત-પાકિસ્તાન જેવી નહી પરંતુ આમિર અને કિરણરાવ જેવા છે.

  • અમારા સબંધો ભારત-પાકિસ્તાન જેવા નથી :શિવસેના 
  • સંજય રાઉતે આમિર અને કિરણ જેવા સંબંધો ગણાવ્યા 
  • ભાજપ અને શિવસેના સહયોગી પાર્ટી છે દુશ્મન નથી : ફડણવીસ 

શિવસેના અને ભાજપ મહારાષ્ટ્રમાં ફરી એક થશે તેવી ચર્ચાએ ઘણા દિવસોથી જોર પકડ્યું છે. ત્યારે આ ચર્ચા વચ્ચે શિવસેનાના નેતા સંજય રાઉતે મહત્વનું નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું કે તેમની પાર્ટીના સંબંધો ભાજપ સાથે આમિરખાન અને કિરન રાવ જેવા છે. આ નિવેદન લઈને લોકો હેરાનગતિમાં છે કારણકે આમિર અને કિરનરાવે થોડાક દિવસો પહેલાજ છૂટાછેડા લેવાની જાહેરાત કરી છે.

દુશ્મન નહી પરંતુ સહયોગી પાર્ટી 

અગાઉ મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડડવીસે કહ્યું હતું કે ભાજપ અને તેમની સહયોગી પાર્ટી શિવસેના દુશ્મન નથી. જોકે હાલ લોકો એવી વાતો કરી રહ્યા છે કે બંને પાર્ટીઓ ફરી એક સાથે જોડાવાની છે. પરંતુ આ મામલે હજુ સુધી કોઈ ચોક્કસ માહિતી સામે નથી આવી.

આમિર અને કિરણ જેવા સંબંધ

શિવસેનાના નેતા સંજય રાઉતે એવું કહ્યું કે અમે ભારત પાકિસ્તાન નથી. તમે આમિર ખાન અને કિરણરાવનું ઉદાહરણ લઈ શકો છો. કારણકે અમારા સંબંધો તેમના જેવાજ છે. વધુંમાં સંજય રાઉતે એવું પણ કહ્યું હતું તે તેમના રાજનૈતિક રસ્તાઓ અલગ છે પરંતુ તેમની વચ્ચે મિત્રતા હંમેશા પહેલા જેવીજ રહેશે.

પાર્ટી એક થશે કે નહી તે પરિસ્થિતી પર આધાર

સમગ્ર મામલે પૂર્વ મુખ્યમંત્રી ફડણવીસને જ્યારે પુછવામાં આવ્યું કે શું બંન્ને પાર્ટીઓ ફરી એક થવાની છે કે નતી થવાની. ત્યારે આ મામલે તેમણે એવું કહ્યું હતું કે પાર્ટી એક થશે કે નહી થાય તે પરિસ્થિતી પર આધાર રાખે છે.

2019માં સાથે વિધાનસભા ચૂંટણી લડી 

ઉલ્લેખનીય છે કે ફડણવીસે એવું પણ કહ્યું હતું કે ભાજપ અને શિવસેના દુશ્મન નથી. બંને પાર્ટી વચ્ચે થોડાક મતભેદ છે. તેમણે એવું પણ કહ્યું હતું કે 2019માં ભાજપે અમારી સાથે ચૂંટણી લડી હતી. પરંતુ બાદમાં તેમણે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી અને કોંગ્રેસ સાથે હાથ મીલાવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published.