હિન્દૂ-મુસ્લિમ નું ઉત્તમ ઉદાહરણ / હિંસા વચ્ચે કોમી એકતાનું આનાથી મોટું ઉદાહરણ નહિ મળે, જુઓ હિન્દુ-મુસ્લિમ મિત્રોએ એકસાથે કર્યું એવું કાર્ય કે જાણીને તમે ગર્વ અનુભવશો

ટોપ ન્યૂઝ ગુજરાત

આણંદ જિલ્લાના વાસદ તારાપુર સિક્સ લેન હાઇવે પર બોરસદ નજીક સર્જાયેલા ગોઝારા અકસ્માતમાં પેટલાદ તાલુકાના સુંદરા ગામના બે જીગરજાન હિન્દૂ મુસ્લિમ મિત્રોના કરુણ મોત થયા હતા. ત્યારે સુંદરા ગામમાં બંને મિત્રોની અંતિમ યાત્રા એકસાથે નીકળી હતી. આ અંતિમ યાત્રામાં કોમી એકતાનુ પ્રતિક જોવા મળ્યુ હતું.

એક તરફ કુરાનની આયતોનું પઠન થઈ રહ્યુ હતું, તો બીજી તરફ ‘રામ બોલો રામ’નાં જાપ થઈ રહ્યા હતા. આમ, બંને મિત્રોની અંતિમ યાત્રા તોફાની તત્વો માટે એક મિસાલ રૂપ છે. તેમની વિદાયએ આખુ ગામ ચોધાર આસુંએ રડી પડ્યુ હતું. સુંદરા ગામનાં યુસુફઅલી સૈયદ અને ગોવિંદભાઈ ઠાકોર બંને જણા જીગરજાન મિત્રો હતા. ‘યે દોસ્તી હમ નહી તોડેંગે’ લલકારીને તેઓ મોટા થયા હતા.

તેમની મિત્રતા પેટલાદ પંથકમાં ચર્ચાનુ કેન્દ્ર હતી. કારણ કે, 40 વર્ષથી આ મિત્રતા અકબંધ હતી. એટલુ જ નહિ, બંને મિત્રો સાથે એક જ હોટલના વ્યવસાયમાં સંકળાયેલા હતા. 10 વર્ષથી તેઓ હોટલ સંભાળે છે. ગોવિંદભાઈ ઠાકોર મિત્ર યુસુફઅલીની રીક્ષામાં બુધવારે વહેલી સવારે બોરસદમાં શાકભાજી લેવા જઈ રહ્યા હતા. ત્યારે તારાપુર વાસદ હાઇવે પર બોરસદ ટોલનાકા નજીક રીક્ષાને કોઈ અજાણ્યા વાહનના ચાલકે તેમની રીક્ષાને ટક્કર મારી હતી.

જેને કારણે બંને મિત્રો ગંભીર પણે ઘવાયા હતા. જોકે, બંને મિત્રોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા, જેને લઈને સુંદરા ગામમાં શોક પ્રસરી જવા પામ્યો હતો.  યુસુફઅલી સૈયદ અને ગોવિંદભાઇ ઠાકોરના મૃતદેહો સુંદરા ગામે લાવવામાં આવ્યા હતા અને બંને મિત્રોની અંતિમ યાત્રા એકસાથે નીકળી હતી. જનાજા અને નનામી સાથે નીકળેલી અંતિમ યાત્રામાં બંને કોમના લોકો જોડાયા હતા. ગામલોકોએ જનાજા અને અર્થીને કાંધ આપી બંને મિત્રોને અંતિમ વિદાય આપતા સમગ્ર ગામ હિબકે ચઢ્યું હતું.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.