આલે લે…બહેન ‘યે તુને ક્યાં કિયા’ / જુઓ વિડિઓ કૌભાંડથી ઉર્જા વિભાગમાં પહોંચેલી યુવતીને ખબર જ નથી કે પરીક્ષામાં કેટલા માર્ક આવ્યા, કહે કે મમ્મીને પુછીને કહું? : VIDEO

ગુજરાત ટોપ ન્યૂઝ

વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ પ્રેસ કોન્ફરન્સ કરીને આજે વધારે એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે. ઉર્જા વિભાગ ભરતી કૌભાંડમાં યુવરાજસિંહે વધારે વચેટિયાના નામ જાહેર કરતા ખળભળાટ મચ્યો છે. યુવરાજસિંહે જણાવ્યું કે, દિલીપ પટેલ, અરવિંદ પટેલ નામના વ્યક્તિઓ મુખ્ય કૌંભાડી છે. તેમણે પોતાના પરિવારના 45 લોકોને ખોટી રીતે સેટિંગ કરીને નોકરી અપાવી છે.

ખોટી રીતે ભરતી થયેલા ઉમેદવારો હાલ ફરજ પર છે. યુવરાજે જણાવ્યું કે, તમામ કૌભાંડના આધાર – પુરાવા ઉપલબ્ધ છે. તથા હેડક્લાર્કનો આરોપી પિનાકીન પણ સંડોવાયેલો છે. ગૃહમંત્રી અને મુખ્યમંત્રીને આરોપીઓની સંપત્તિ જપ્ત કરવા અને SIT સમિતિ રચી તપાસ કરવા માટે અપીલ કરી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, આ ભરતીમાં જ પાસ થયેલી એક હેપ્પી પટેલ નામની યુવતી કે જે અશ્વીન પટેલની ભત્રીજી હોવાનો દાવો કરાઇ રહ્યો છે તેના સુધી મીડિયા પહોંચ્યું હતું. આ યુવતી નાયબ હિસાબી ક્લાર્ક તરીકે જીઇબીમાં ફરજ બજાવે છે. જો કે જ્યારે તેને પુછવામાં આવ્યું કે, તમે જે પરીક્ષા પાસ કરી ત્યાં તમારો રેન્ક શું હતો. નોકરીમાં હાજર થયાને માત્ર 8 મહિના જેટલો ઓછો સમય થયો હોવા છતા પણ યાદ નહોતું.

આ ઉપરાંત તેને કેટલા માર્ક આવ્યા તે અંગે પુછવામાં આવતા તેણે જણાવ્યું કે, માર્ક હું મારા મમ્મીને પુછીને કહું? જેના પરથી જ સ્પષ્ટ થાય છે કે આ તરૂણી કેટલી ટેલેન્ડેટ છે. તેના જવાબો પરથી જ સાબિત થાય છે કે, આ તરૂણી ખુબ જ મહેનત કરીને પહોંચેલી છે. સમગ્ર ઇન્ટર્વ્યું દરમિયાન તે એક જ વાત આત્મવિશ્વાસથી કહી શકે છે કે, હું મહેનત કરીને અહીં સુધી પહોંચી છું.

યુવરાજસિંહે જણાવ્યું હતું કે અગાઉ મેં ઉર્જા વિભાગની ભરતીમાં વાત કરી હતી, એ સ્કેમ અત્યારે જે ચલાવે છે, તેમાં પરિવારવાદ, ઓળખાણવાદ ચાલે છે. હું આગામી સમયમાં આ કૌભાંડમાં અન્ય બીજા નામ આપીશ. ઉર્જા વિભાગમાં તમામ પરિવાર અને સગાઓ સ્કેમ કરી ફરજ બજાવી રહ્યા છે.

જેમાં મૂળ વ્યક્તિ દિલીપ ડાહ્યા પટેલ, ગળતેશ્વર, ઈટાળા પ્રાથમિક શાળાના શિક્ષક જેમના ત્રણ લોકોનો સમાવેશ થાય છે. દિલીપ પટેલના ભાઈ વિજય પટેલ છે. જ્ચારે ધર્મેન્દ્ર પટેલ, બાયડમાં રહે છે, અને તેઓ વચેટિયા છે. વિજય પટેલ, સ્વેત પટેલ પણ વચેટિયા છે.

( વિડિઓ જોવા માટે અહીં ક્લિક કરો : https://www.facebook.com/watch/?v=711461393592756 )


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.