પતિ પત્ની નો સંબંધ સૌથી પવિત્ર અને સૌથી ખાસ હોય છે. આ સંબંધનો પાયો હોય છે પ્રેમ અને વિશ્વાસ. જો કોઈપણ સંબંધમાં આ બેમાંથી એક વસ્તુ પણ ન હોય તો સંબંધ ટકતો નથી. તેમાં પણ જો બેમાંથી એક વ્યક્તિ વિશ્વાસઘાત કરે તો બીજા વ્યક્તિની હાલત કફોડી થઈ જાય છે.
આજે તમને સંબંધોમાં થયેલા આવા જ વિશ્વાસઘાતનું એક ચોકાવનારો કિસ્સો જણાવીએ. આ ઘટનામાં એક પતિએ પોતાની પત્નીની કેનેડા જઈને ભણવાની ઈચ્છા પૂરી કરી. પરંતુ બદલામાં તેની સાથે જે થયું તે જાણીને તમને આંચકો લાગી જશે. આ ઘટના પંજાબમાં બની હતી.
અહીં જસપ્રિત સિંહે પોલીસ સ્ટેશનમાં આ મામલે ફરિયાદ નોંધાવતા સમગ્ર ઘટના પ્રકાશમાં આવી. જ્યારે ચશ્પ્રિત ના લગ્ન નક્કી થયા ત્યારે એવી બોલી થઈ હતી કે લગ્ન પછી સાસરીયાઓ તેમની દીકરીને કેનેડા ભણવા મોકલશે. યુવતીએ પણ પોતાના પતિને એવા જ સપના દેખાડ્યા કે પહેલા પોતે જઈને સેટલ થઈ જશે અને પછી પતિને પણ ત્યાં બોલાવી લેશે.
પરંતુ જ્યારે તે સેટલ થઈને પરત આવી તો પહેલા પતિ સાથે છૂટાછેડા લીધા વિના લુધિયાણામાં એક યુવક સાથે લગ્ન કરી લીધા. આ વાત જાણીને તેના પહેલા પતિને રીતસર આંચકો લાગી ગયો. તેનો વિશ્વાસ જ સંબંધો પરથી ઉઠી ગયો. કારણકે તેની સ્થિતી ખરાબ હોવા છતાં તેને 25 લાખથી વધુ નો ખર્ચ કરીને પત્નીને કેનેડા મોકલી હતી.
પરંતુ જ્યારે પત્ની કેનેડામાં સેટલ થઈ ગઈ તો તેણે બીજા યુવક સાથે લગ્ન કરી લીધા. આ મામલે યુવકે યુવતી અને તેના પરિવારના લોકો વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે.
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!