નવું લાયા / નીતિન ગડકરીએ લીધો મહત્વનો નિર્ણય, જુઓ દેશભરના ટોલ બુથ તોડી નાખશે અને કરશે એવું કે જાણીને તમને પણ ચક્કર આવી જશે

ઇન્ડિયા ટોપ ન્યૂઝ

કેન્દ્ર સરકાર ભારત નેશનલ હાઈવે પર ટોલ પ્લાઝાને હટાવવાની યોજના પર આગળ વધી રહી છે. સ્વચાલિત નંબર પ્લેટ રીડર કેમેરાની મદદથી ટોલ વસૂલવામાં આવશે. જેના થકી વાહનની નંબર પ્લેટ જોઈ શકાશે અને વાહન માલિકો દ્વારા લિંક કરવામાં આવેલા બેંક એકાઉન્ટમાંથી ટોલની રકમ કાપી લેવામાં આવશે. જાણો આ પાછળ નીતિન ગડકરીનું પ્લાનિંગ શું છે?

કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું કે, આ યોજનાનો એક પાયલોટ પ્રોજેક્ટ ચાલી રહ્યો છે. જેને વધારે સુવિધાજનક બનાવવા માટે કાયદાકીય સંશોધન પણ કરવામાં આવી રહ્યું છે. જેનાથી ટોલ બૂથ પર ભીડ ઓછી થવાની સંભાવના છે. જો કે આ મહદઅંશે સિસ્ટમ પર નિર્ભર રહેશે.

NPR કેમેરા 9 નંબર સુધી જ રીડ કરી શકે છે. ગડકરીએ જણાવ્યું કે, 2019માં અમે એક નિયમ બનાવ્યો હતો કે, કાર કંપની ફિટેડ નંબર પ્લેટ સાથે જ આવશે. છેલ્લા 4 વર્ષમાં જે વાહન આવ્યા છે, તેના પર અલગ-અલગ નંબર પ્લેટ છે. હવે ટોલ પ્લાઝાને હટાવવા અને કેમેરા લગાવવાની યોજના છે.

જે આ નંબર પ્લેટની ખાતરી કરશે અને સીધા બેંક એકાઉન્ટમાંથી ટોલની રકમ કાપી નાંખવામાં આવશે. હાલ અમે આ યોજનાના પાયલોટ પ્રોજેક્ટ પર કામ કરી રહ્યાં છે. જો કે મોટી સમસ્યા છે કે, નિયમો અંતર્ગત ટોલ પ્લાઝામાં ચૂકવણી ના કરીને ભાગી જનારા વાહન ચાલકોને દંડ ફટકારવા માટે કોઈ જોગવાઈ નથી.

આપણે આ જોગવાઈ અંગે કાયદો બનાવવાની જરૂરિયાત છે. અમે એવા કારો માટે એક જોગવાઈ લાવી શકીએ છીએ, જેમાં આવી નંબર પ્લેટ નથી, તેમને એક ચોક્કસ સમયની અંદર નંબર પ્લેટ લગાડવા માટે કહેવામાં આવે. જો કે આ માટે અમારે એક બિલ લાવવાની જરૂરિયાત રહેશે.

વધુમાં મંત્રીએ જણાવ્યું કે, વર્તમાન સમયમાં લગભગ 40 હજાર કરોડ રૂપિયાના કુલ ટોલ કલેક્શનના લગભગ 97 ટકા ફાસ્ટૈગના માધ્યમથી થાય છે. જ્યારે અન્ય 3 ટકા ફાસ્ટૈગનો ઉપયોગ નથી કરતા અને ટોલ બૂથ પર વધારે ચૂકવણી કરે છે.

FASTagની સાથે એક ટોલ પ્લાઝાને પસાર કરવામાં પ્રત્યેક વાહનને લગભગ 47 સેકન્ડનો સમય લાગે છે. સરકારી આંકડા અનુસાર, મેન્યુઅલ ટોલ વસૂલવામાં પ્રતિ કલાક 112 વાહનોની સરખામણીમાં ઈલેક્ટ્રોનિક ટોલ કલેક્શનના માધ્યમથી પ્રતિ કલાક 260થી વધુ વાહનો સરળતાથી ટોલ બૂથ પસાર કરી શકે છે.

નંબર પ્લેટ રીડર કેમેરા જેને ઓટોમેટિક નંબર પ્લેટ રીડર (ANPR) કેમેરા તરીકે પણ ઓળખવામાં આવે છે. જેના ઉપયોગ થકી ટોલ વસૂલવામાં આવશે. જેનાથી ટોલ પ્લાઝા પર ભીડ ઓછી થવાની સંભાવના છે. જો કે મહદઅંશે સિસ્ટમ પર નિર્ભર રહેવું પડશે. આ કેમેરા 9 નંબર સુધી જ રીડ કરી શકે છે. આથી જેની આગળ કંઈ પણ લખ્યું હશે, તો આ કેમેરા રીડ નહી કરી શકે. આના ટેસ્ટિંગમાં સામે આવ્યું કે, 10 ટકા વાહનો આ કેમેરાથી બચીને નીકળી શકે છે. આ સિસ્ટમને લાગૂ કર્યા પહેલા આ ખામીને દૂર કરવી જોઈશે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.