આંખના પલકારે સર્જાયો ગમખ્વાર અકસ્માત, જુઓ ગીચ વિસ્તારમાં બેકાબુ થઇ લકઝુરીઅસ કાર : જુઓ વિડિઓ

ટોપ ન્યૂઝ રાજકોટ

અકસ્માતની ઘટનાઓ ખુબ જ વધતી જણાઈ રહી છે. ઘણી વાર લોકોની વાહન ચલાવવાની બેદરકારીને કારણે અકસ્માતો સર્જાતા હોય છે. ત્યારે હાલ રાજકોટશહેરના ગીચ વિસ્તાર એવા હરિહર ચોક નજીક પુરપાટ ઝડપે જતી લક્ઝુરિયસ કારે ભયાનક અકસ્માત સર્જ્યો છે.

જેમાં પૂરપાટ ઝડપે જતી એન્ડેવર કારના ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર વીજપોલી સાથે ધડાકાભેર અથડાઇ હતી. આ દરમિયાન બે એક્ટિવા સહિત ચાર વાહનને અડફેટે લીધા હતા. જેમાં કાર ચાલક સહિત બે વ્યક્તિને ઇજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે. આ ઘટનાના CCTV પણ સામે આવ્યા છે.

મળતી માહિતી અનુસાર, શહેરના હરિહર ચોક વિસ્તાર એટલે કે ખૂબ જ ગીચતાભર્યા આ વિસ્તારમાં બપોર પછી 4.21 વાગ્યે એન્ડેવર કાર પૂરપાટ ઝડપે લીમડા ચોકથી હરિહર ચોક તરફ જઈ રહી હતી. આ દરમિયાન ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર વીજપોલ સાથે ધડાકાભેર અથડાઇ હતી.

જેમાં ચાર ટુ-વ્હિલરનો કચ્ચરઘાણ નીકળી ગયો છે. જેમાં કાર વીજપોલ ધડાકાભેર અથડાતા વીજપોલ પણ ધરાશાયી થઈ ઢસડાયો હતો. જેનો વિડીયો પણ સામે આવ્યો છે.

ઘટનાને પગલે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. તેમજ ઘટનાની જાણ પોલીસને થતા પોલીસ પણ દોડી આવી હતી. ત્યારબાદ પોલીસે ટ્રાફિક ક્લિયર કરાવ્યું હતું. તેમજ આ અકસ્માતમાં કાર ચાલક સહિત બે વ્યક્તિ ઇજાગ્રસ્ત થતા તેને 108 મારફતે સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Trishul News (@trishulnews)

ઉલ્લેખનીય છે કે, કાર ચાલક નશામાં હોવાની ચર્ચા પણ આસપાસના લોકોમાં ઉઠી હતી. હાલ આ અંગે પોલીસ દ્વારા વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *