ભારે કરી / આ કાળા રંગના વાઘે દુનિયાને પાગલ કરી છે, જુઓ આ દુલ્ભ વાઘનો વિડિઓ પવનવેગે થઇ રહ્યો છે વાઇરલ : જુઓ વિડિઓ

અજબ ગજબ

નાનપણમાં વાઘ-સિંહની કહાનીઓ તો બહુ સાંભળી પણ શું તમે ક્યારે રિયલ ટાઈગર જોયો છે ખુલ્લામાં. જંગલમાં વાઘદર્શન એ પણ એક મોટો લાહ્વ છે. ત્યારે હાલ સોશિયલ મીડિયામાં એક વાઘની તસવીરો ભારે ચર્ચા જગાવી છે. શું આવો બ્લેક કલરનો વાઘ તમે ક્યાંય જોયો છે ખરાં? તમે દુનિયાભરમાં આવા ઘણા જંગલી પ્રાણીઓ જોયા હશે, જે પોતાની વિશેષતા માટે જાણીતા છે, પરંતુ કેટલીકવાર આપણને કંઈક એવું જોવા મળે છે જેની આપણે કલ્પના પણ નથી કરી શકતા.

હાલમાં જ સોશિયલ મીડિયા પર કંઈક આવું જ જોવા મળી રહ્યું છે, જેને જોઈને તમે પણ એક મિનિટ માટે તમારી આંખો પર વિશ્વાસ નહીં કરી શકો. વાયરલ થઈ રહેલા વીડિયોમાં એક ‘દુર્લભ’ વાઘ જોવા મળી રહ્યો છે, જે કાળા રંગનો છે. આ વીડિયોને સોશિયલ મીડિયા પર ખૂબ જ પસંદ કરવામાં આવી રહ્યો છે.

વાયરલ થઈ રહેલો આ વીડિયો ઓડિશા ટાઈગર રિઝર્વનો કહેવામાં આવી રહ્યો છે, જ્યાં એક ‘ખૂબ જ દુર્લભ’ કાળા રંગનો વાઘ જોવા મળી રહ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે આ કાળા રંગનો વાઘ કેવી રીતે પોતાના વિસ્તારને ચિન્હિત કરી રહ્યો છે. એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે 1773થી કાળા વાઘ જોવા મળી રહ્યા છે. 1950માં ચીન અને 1913માં મ્યાનમાર આવા જ દાવા કરવામાં આવ્યા હતા.

સોશિયલ મીડિયા પર આ વીડિયો IFS ઓફિસર સુશાત નંદાએ પોતાના ટ્વિટર હેન્ડલ પરથી શેર કર્યો છે. તમને જણાવી દઈએ કે આ વીડિયો 29 જુલાઈએ શેર કરવામાં આવ્યો હતો, જેને અત્યાર સુધીમાં 35 હજારથી વધુ વખત જોવામાં આવ્યો છે. વીડિયો જોયા બાદ યુઝર્સ તેના પર એકથી એક ચડિયાતા રિએક્શન આપી રહ્યા છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.