અમેરિકાના કેન્સાસ સિટીમાં થયું ગરબાનું આયોજન, જુઓ આમાં ગુજરાતીઓ સહીત ભૂરિયાઓ પણ મન મૂકીને ગરબે જુમ્યા

ટોપ ન્યૂઝ વર્લ્ડ

અમેરિકાના કેન્સાસ સિટીના ગુજરાતી સમાજે પરંપરાગત ભારતીય ગરબા સેલિબ્રેશન નાઇટનું આયોજન કર્યું હતું જે ફાલ્ગુની પાઠક દ્વારા રજૂ કરવામાં આવેલ શો સુપરહિટ બન્યો હતો. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભારતીયો અને ખાસ કરીને ગુજરાતી સમુદાય જોવા મળ્યો હતો.

કેન્સાસ સિટીના ગુજરાતી સમાજના પ્રમુખ દેવ ભરવાડે જણાવ્યું હતું કે આ કાર્યક્રમને માનનીય સેનેટર રોજર માર્શલ, એટર્ની જનરલ ડેરેક શ્મિટ અને કેટી સોયર દ્વારા બિરદાવવામાં આવ્યો હતો. સેનેટર માર્શલ આ કાર્યક્રમમાં ભીડની આભા અને ઉત્સાહથી એટલા બધા મંત્રમુગ્ધ થઈ ગયા હતા કે તેમણે સૌ કોઈ ખેલૈયાઓ અને GSKCના પ્રમુખ સાથે ભારતીય પરંપરાગત અને ખાસ કરીને ગુજરાતી ગરબા રમવાથી રોકી શક્યા ન હતા.

સેનેટર માર્શલે તેમના વક્તવ્યમાં પ્રમુખ દેવ ભરવાડ અને કેન્સાસ સિટીના ગુજરાતી સમાજની ટીમ દ્વારા કરવામાં આવેલ કાર્યક્રમના અદભૂત આયોજનની ખુબ પ્રશંસા કરી હતી. આ કાર્યક્રમની અન્ય મુખ્ય વિશેષતા એ હતી કે ગુજરાતના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા વીડિયો સંદેશ ગુજરાતથી મોકલવામાં આવ્યો હતો.

જે કાર્યક્રમ દરમિયાન દર્શાવવામાં આવ્યો હતો. જેમાં ગરબાનું આયોજન કરવા અને ગુજરાતીની પરંપરાને યુએસએમાં જીવિત રાખવા બદલ પ્રમુખ દેવ ભરવાડ અને કેન્સાસ સિટીના ગુજરાતી સમાજની સમગ્ર ટીમની વિશેષ પ્રશંસા કરી હતી અને માં આંબાના આશીર્વાદ સર્વે પર પોતાના સંદેશથી વરસાવ્યા હતા.

ગુજરાત રાજ્યના માનનીય ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પણ યુએસએના કેન્સાસ શહેરમાં આવા અદ્ભુત ગરબા નાઇટ કાર્યક્રમનું આયોજન કરવા બદલ કેન્સાસ સિટીના ગુજરાતી સમાજની પ્રશંસા પત્ર સંદેશ દ્વારા કરી હતી. જીએસકેસીના પ્રમુખ દેવ ભરવાડે માહિતી આપી હતી કે છેલ્લા 23 વર્ષમાં પ્રથમ વખત આટલા મોટા પાયાના ગરબા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

એ પણ જણાવ્યું હતું કે જીએસકેસીએ તેમના પ્રમુખપદના છેલ્લા 6 વર્ષમાં મહાત્માની ગાંધીની જન્મ જયંતીની ઉજવણી જેવા અન્ય ઘણા કાર્યક્રમોનું આયોજન કર્યું છે. ગાંધીની 150મી જન્મ જયંતિ (મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતિ), દિવાળી, હોળી અને ઉત્તરાયણ જેવા ભારતીય તહેવારની ઉજવણીથી ભારતીય મૂળના પરિવારોના મૂલ્યોને વધારવાના ઘનિષ્ઠ પ્રયાસો કરી રહ્યા છે અને યુએસએમાં જ ભારતની સંસ્કૃતિનું ઉચ્ચ પ્રદર્શન કરવાનો પ્રયત્ન ગુજરાતી સમાજ ના સહાય થી કરી રહ્યા છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.