જબરો સબક શીખવાડ્યો હો પણ / સ્માર્ટ સીટી સુરતમાં કચરાની ગાડીઓના ધાંધિયા, છેલ્લાં ચાર દિવસથી કચરું લેવા ન આવતા રહીશોએ રસ્તા પર જ કર્યો ઢગલો : જુઓ વિડીયો

સુરત ટોપ ન્યૂઝ

દેશભરના સ્વચ્છ શહેરોમાં બીજો નંબર હાંસલ કરનાર સુરત શહેરના પુણા વિસ્તારની શાંતિનિકેતન સોસાયટીમાં છેલ્લા ચાર દિવસથી ડોર ટુુ ડોર ગાર્બેજની ગાડીઓ કચરો ઉપાડવા માટે નહીં આવતા પાલિકા સામે રોષે ભરાયેલા રહીશોએ સોસાયટીની બહાર જાહેરમાં કચરો ઠાલવી વિરોધ પ્રદર્શન કર્યુ હતું.

પુણાગામ ખાતે આવેલી શાંતિનિકેતન સોસાયટીના સ્થાનિકોના જણાવ્યા મુજબ છેલ્લાં ચાર દિવસથી ડોર ટુ ડોર ગાર્બેજની ગાડીઓ સોસાયટીમાં ન આવતા અહીં કચરાનો ઢગલો થઇ ગયો હતો. આ મુદ્દે જ્યારે પણ મહાનગરપાલિકામાં ફરિયાદ કરવામાં આવે તો સામેથી ગાર્બેજની ગાડી રિપેરીંગમાં હોવાનું કારણ આપવામાં આવતું હતું. આ મુદ્દે અવારનવાર પાલિકાના અધિકારીઓને જાણ કરવા છતાં ડોર ટુ ડોર ગાર્બેજની ગાડીઓ કચરો લેવા આવતી ન હતી. જેથી પાલિકાની આ કામગીરીથી કંટાળીને રવિવારે સોસાયટીના રહીશો એકત્ર થયા હતા અને સોસાયટીના ગેટ બહાર જ કચરો નાંખી વિરોધ કર્યો હતો. વિરોધ પ્રદર્શન કરતા પાલિકાની ટીમ દોડતી થઇ હતી. માત્ર બે કલાકની અંદર જ ડોર ટુ ડોરની ગાડી આ સોસાયટીમાં આવી પહોંચી હતી અને રસ્તા પર ફેંકી દેવાયેલો કચરો ઉંચકી લીધો હતો.

શહેરના પુણાગામ ખાતે આવેલી શાંતિનિકેતન સોસાયટીના સ્થાનિકોના જણાવ્યા અનુસાર, છેલ્લાં ચાર દિવસથી ડોર ટુ ડોર ગાર્બેજની ગાડીઓ સોસાયટીમાં ન આવતી હોવાને કારણે અહીં કચરાનો ઢગલો થઇ ગયો હતો. આ મુદ્દા અંગે જ્યારે પણ મહાનગરપાલિકામાં ફરિયાદ કરવામાં આવતી તો જવાબમાં મળતું કે, ગાર્બેજની ગાડી રિપેરીંગમાં છે તે પ્રકારનું કારણ આપવામાં આવતું હતું.

આ મુદ્દે વારંવાર પાલિકાના અધિકારીઓને જાણ કરવા છતાં ડોર ટુ ડોર કચરાની ગાડીઓ કચરો લેવા આવતી ન હતી. જેને પગલે પાલિકાની આ કામગીરીથી કંટાળીને રવિવારે સોસાયટીના સ્થાનિકો અને રહીશો એકત્ર થયા હતા અને સોસાયટીના ગેટ બહાર જ કચરાનો ઢગલો નાંખી વિરોધ નોંધાવ્યો હતો. જાહેરમાં જ કચરો નાખીને વિરોધ પ્રદર્શન કરતા સુરત પાલિકાની ટીમ દોડતી થઇ ગઈ હતી અને ફક્ત બે કલાકની અંદર જ ડોર ટુ ડોરની ગાડી આ સોસાયટીની અંદર આવી પહોંચી હતી અને રસ્તા પર ફેંકવામાં આવેલ કચરાને ઉઠાવી લીધો હતો.

( વિડિઓ જોવા માટે અહીં ક્લિક કરો : https://www.facebook.com/watch/?v=451766626320609 )


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.