તંત્રની બેદરકારી કોઈકનો જીવ લેશે / સુરતમાં કચરું વીણી રહેલી મહિલા ઉપર જ ઠાલવી દીધો કચરો, પછી બુલડોઝરે મહિલા સાથે જે કર્યુ એ જાણીને તમે હેરાન થઇ જશો : જુઓ વિડિઓ

સુરત ટોપ ન્યૂઝ

કચરો વીણતી મહિલા પર ટ્રેક્ટરચાલકે ભૂલમાં કચરો ઠાલવ્યો હતો

સુરતના અમરોલી વિસ્તારમાં શ્રીરામ ચાર રસ્તા પાસે આવેલી એસએમસીની ડમ્પિંગ સાઇટ પાસે કચરો વીણતી મહિલા પર કચરાવાળાએ કચરો નાખી દીધો હતો. ત્યાર બાદ જેસીબીએ કચરા સાથે મહિલાને પણ ઊંચકીને કચરાનો મોટા ઢગલા પર નાખી દીધી હતી. ત્યાર બાદ આ મહિલાને લોકોએ કચરામાંથી શોધીને બહાર કાઢી હતી.

જોયા વગર કચરો નાખ્યો : અમરોલીના સ્થાનિક હસમુખ પરમારે જણાવ્યું હતું કે સાયણ રોડ પર શ્રીરામ ચોકડી પાસે ડમ્પિંગ સાઇટ છે. ત્યાં બે મહિલા નીતાબેન પપ્પુ ડામોર અને રજનીબેન થોડા અંતરે કચરો વીણતી હતી. આ સમયે એક ટ્રેક્ટર-ડ્રાઇવર અને મજૂરો કચરો નાખવા આવ્યા હતા. જેમણે જગ્યા જોયા વિના જ કચરો નાખી દીધો હતો, જેની નીચે નીતાબેન દબાઈ ગયાં હતાં.

રજનીબેન તેમને શોધતી હતી ત્યારે એક જેસીબીવાળો આવ્યો. તેને પણ આખો કચરો ઊંચકીને કચરાના મોટા ઢગલા પર ફેંકી દીધો હતો. એ સમયે રજનીબેને શંકા ગઈ કે કદાચ નીતાબેન કચરાની નીચે દબાઈ ગયાં હશે. તેથી તેણે બૂમાબૂમ કરી હતી. લોકો ભેગા થયા હતા. કચરો ખસેડતા જ દસેક મિનિટ થઈ ગઈ હતી. કચરામાંથી નીતાબેનને રેસ્ક્યૂ કરાયાં હતાં.

હાલમાં મહિલાની તબિયત સ્વસ્થ : નીતાબેનને તાત્કાલિક સ્મિમેરમાં ખસેડાયાં હતાં. બે કલાક ઓબ્ઝર્વેશનમાં રખાયાં હતાં. તેઓ સંપૂર્ણ સ્વસ્થ થતાં તેમને રજા અપાઈ હતી.

જેસીબીએ કચરા સાથે મહિલાને પણ ઊંચકીને કચરાનો મોટા ઢગલા પર નાખી દીધી હતી. ત્યાર બાદ આ મહિલાને લોકોએ કચરામાંથી શોધીને બહાર કાઢી હતી. અમરોલીના સ્થાનિક હસમુખ પરમારે જણાવ્યું હતું કે સાયણ રોડ પર શ્રીરામ ચોકડી પાસે ડમ્પિંગ સાઇટ છે. ત્યાં બે મહિલા નીતાબેન પપ્પુ ડામોર અને રજનીબેન થોડા અંતરે કચરો વીણતી હતી.

(વિડિઓ જોવા માટે અહીં ક્લિક કરો : https://fb.watch/9VicuApFJ_/ )


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.