સુરતમાં ખોડલધામ નવરાત્રીમાં ‘ગરવી રે ગુજરાતમાં પટેલ વટ છે તમારો’ ગીત પર અલ્પા પટેલ પર થયો ડોલરનો વરસાદ : જુઓ વિડિઓ

ટોપ ન્યૂઝ સુરત

આદ્યશક્તિ મા અંબાના આરાધના પર્વ નવરાત્રિની આરતીની ધૂમધામપૂર્વક શરૂઆત થઈ ગઈ છે. ત્યારે સુરતના મોટા વરાછા ખાતે યોજાયેલી ખોડલધામ પ્રી નવરાત્રિમાં ગાયિકા અલ્પા પટેલ પર ડોલરનો વરસાદ થયો હતો. નવરાત્રિ અગાઉની પૂર્વરાત્રિએ યોજાયેલા ગરબાના કાર્યક્રમમાં અલ્પા પટેલે જ્યારે ‘ગરવી રે ગુજરાતમાં પટેલ વટ છે તમારો’ ગીત ગાયું ત્યારે તેમના પર ડોલરનો વરસાદ થયો હતો. (વિડિઓ નીચે આપેલો છે )

અંદાજે 2000થી વધુ ડોલરનો વરસાદ થયો હતો. બેથી અઢી લાખ રૂપિયા ભારતીય કિંમત પ્રમાણે ઊડતા આ રૂપિયા ખોડલધામની સેવાકીય પ્રવૃત્તિમાં વાપરવામાં આવશે તેમ આયોજકોએ કહ્યું હતું. સુરતના મોટા વરાછા ખાતે આવેલા કેપિટલ ફાર્મમાં ખોડલધામ દ્વારા નવરાત્રિનું આયોજન કરવામાં આવ્યું છે.

આ નવરાત્રિના કાર્યક્રમમાં રોજેરોજ ગાયિકા તરીકે અલ્પાબેન પટેલ ગીતો ગાઇ રહ્યાં છે ત્યારે મોટી સંખ્યામાં અલ્પા પટેલના ગરબા પર રમવા માટે યુવાનોથી લઈને તમામ લોકો આવી રહ્યા છે. ત્યારે નવરાત્રિની પૂર્વ સંધ્યાએ યોજાયેલા પ્રી-નવરાત્રિ સેલિબ્રેશનમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા અને ભજનની જેમ ગરબા પર રૂપિયાનો વરસાદ ડોલર સ્વરૂપે થયો હતો.

ખોડલધામ નવરાત્રિ સાથે સંકળાયેલા સુખાભાઈ ગોયાણી પરવડીએ જણાવ્યું હતું કે, સામાન્ય રીતે ભજનમાં જ રૂપિયાનો વરસાદ ગાયકો પર થતો હોય છે. પરંતુ નવરાત્રિ અગાઉ યોજાયેલા રાસગરબા મહોત્સવમાં ખોડલધામની વિવિધ સેવાકીય પ્રવૃત્તિમાં એકઠા થનારા રૂપિયા વપરાવાના હોવાથી તમામ લોકો છૂટા હાથે દાનના સ્વરૂપે રૂપિયાનો વરસાદ કરી રહ્યા છે.

ત્યારે ભારતીય કિંમત પ્રમાણે બે લાખથી વધુની કિંમતની નોટ ધરાવતા પાંચ બંડલનો વરસાદ થયો હતો. આ રૂપિયા ખોડલધામની વિવિધ સેવાકીય પ્રવૃત્તિમાં વપરાશે અને આ જ રીતે રોજેરોજ લોકો યથાશક્તિ દાન કરે તેવી અપીલ કરવામાં આવે છે.

( વિડિઓ નં 2 જોવા માટે અહીં ક્લિક કરો : https://videos.bhaskarassets.com/2022/09/26/12-surat-dollar-rain-sunil_1664184167/mp4/v360.mp4 )


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *