ગીતાબેન રબારીએ ખાસ અંદાજમાં પોતાના પતિ ને આપી જન્મ દિવસની શુભકામનાઓ, કિંજલ દવે પણ પતિ સાથે દેખાઈ : જુઓ તસવીરોમાં અનોખો અંદાજ

ગુજરાત ટોપ ન્યૂઝ

ગુજરાતીઓને પોતાના ગીતોના તાલે ઝુમાવનાર લોકપ્રિય ગાયિકા ગીતાબેન રબારી આજે દુનિયાભરમાં પોતાની આગવી ઓળખ બનાવી છે. ગીતાબેન રબારી તેમના ગીતો ઉપરાંત તેમના નાગત જીવનને લઈને પણ ચર્ચામાં રહે છે, તે પોતાની તસવીરો પણ સોશિયલ મીડિયામાં શેર કરે છે.

હાલમાં જ ગીતાબેને કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં તે તેમના પતિ પૃથ્વી રબારી સાથે જોવા મળી રહ્યા છે. ગીતા રબારીએ પોતાના પતિ પૃથ્વી રબારી સાથે કેટલીક ખાસ તસવીરો શેર કરી છે, જેને ચાહકો પણ ખુબ જ પસંદ કરી રહ્યા છે.

ગીતાબેનની આ તસવીરો શેર કરવા પાછળનું પણ એક ખાસ કારણ છે, કારણ કે આજે તેમના પતિ પૃથ્વી રબારીનો જન્મ દિવસ છે. જેના કારણે શુભકામનાઓ આપવા માટે તેમને આ તસવીરો શેર કરી છે અને સાથે ખાસ સંદેશ પણ લખ્યો છે.

ગીતાબેને કેપશનમાં લખ્યું છે, “જન્મ દિવસની શુભકામનાઓ મારા પ્રેમ, મારા જીવન પૃથ્વી રબારી. તમે અત્યાર સુધી મારી સાથે દરેક પરિસ્થિતિમાં મને સાચું માર્ગદર્શન, પ્રેમ, શક્તિ આપી છે. હું ખૂબ ભાગ્યશાળી છું કે તમે મારા પતિ તરીકે મળ્યો.”

ગીતાબેનની આ પોસ્ટ ઉપર તેમના ઘણા ચાહકો પૃથ્વી રબારીને જન્મ દિવસની શુભકામનાઓ આપી રહ્યા છે. આ ઉપરાંત ઘણા સેલેબ્સ પણ કોમેન્ટ કરીને તેમને જન્મ દિવસની શુભકામનાઓ આપી છે. લોકપ્રિય ગાયિકા કિંજલ દવેએ પણ પૃથ્વી રબારીને જન્મ દિસવની શુભકામનાઓ આપી છે.

પુથ્વી રબારીએ પણ તેમના જન્મ દિવસે તેમના સોશિયલ મીડિયામાં એક ખાસ તસ્વીર શેર કરી છે, જેમાં તે ગીતાબેન રબારી ઉપરાંત કિંજલ દવે અને કિંજલના ભાવિ પતિ પવન જોશી સાથે જોવા મળી રહ્યા છે. આ તસવીર શેર કરવાની સાથે તેમને કેપશનમાં “ફ્રેન્ડ ફોરએવર” લખ્યું છે.

તમને જણાવી દઈએ કે ગીતાબેન રબારી થોડા દિવસ પહેલા જ પતિ પૃથ્વી રબારી સાથે અમેરિકાના પ્રવાસે ગયા હતા, જ્યાંથી પણ તેમને ખુબ જ સુંદર તસવીરો પોતાના સોશિયલ મીડિયામાં શેર કરી હતી.

 

View this post on Instagram

 

A post shared by Pruthvi Rabari (@pruthvirabari79)


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

 

Leave a Reply

Your email address will not be published.