ગુજરાતમાં દારુબંધીના નિયમો મૂકાયા નેવે, વાંસદા ભાજપના SC મોરચાના મહામંત્રીનો દારુ વેચતો વીડિયો વાયરલ
શું ખરેખર ગુજરાતમાં દારુબંધી છે ખરા ? એક દિવસ એવો હોતો નથી કે જ્યારે દારુબંધીના ધજાગરા ઉડાવતી કોઇ ઘટના સામે આવી ન હોય. ગુજરાતમાં બેફામ દારુના અડ્ડા ધમધમે છે આવા વિપક્ષ આક્ષેપો કરી રહ્યું છે તો બીજી તરફ એવી પણ ઘટના આવે છે જ્યાં પોલીસ જ બુટલેગરોને છાવરતી હોય. ત્યારે ભાજપ શાસિત આ રાજ્યમાં ભાજપના જ નેતા દારુબંધીના નિયમો નેવે મૂકીને બેફામ દારુનું વેચાણ કરી રહ્યા હોવાનું સામે આવ્યું છે.
વાત છે ગુજરાત નવસારીના વાંસદા ગામની. ગામમાં વાંસદા ભાજપના SC મોરચાના મહામંત્રી દારુ વેચતા હોય તેવો વીડિયો વાયરલ થયો છે. આ મહામંત્રીનુ નામ ચિરાગ કડોડીયા છે. જેઓ વાંસદા ગ્રામપંચાયતના સભ્ય હોવાની સાથે ભાજપ મીડિયા સેલના કન્વીનર પણ છે. તેઓના હાથમાં દારુની બોટલ જોવા મળી રહી છે.
ત્યારે ભાજપના હોદ્દેદારોનો આવો વીડિયો વાયરલ થતા ચર્ચાનો દોર શરુ થયો છે. ત્યારે અહીં સવાલ એ થાય કે શું તમે સત્તા પક્ષના હોદ્દેદાર હોવ એટલે નિયમોનું ઉલ્લંઘન કરશો ? કોણે તમને દારુ વેચવાવો પરવાનો આપ્યો ? વાંસદા પોલીસ શું કરી રહી છે ? કે પછી હોદ્દદારો સાથે પોલીસની પણ સાંઠગાંઠ છે ? દારુનું વેચાણ કરીને ગુજરાત યુવાધનને બરબાદ કરવાનો કોણે પરવાનો આપ્યો ? ક્યાં સુધી પોલીસ નિયમોને નેવે મુકનારને છાવરતી રહેશે ?
વાંસદા ભાજપના SC મોરચાના મહામંત્રી ચિરાગ કડોડીયાનો વીડિયો વાયરલ થતા અનેક તર્ક વિતર્ક શરુ થયા છે. વીડિયોમાં દેખાઇ રહેલો ચિરાગ ક્યાંથી લાવ્યો હશે દારુ, શું તેની પોલીસ જોડે સાંઠગાંઠ હશે.. શું ચિરાગ કડોડીયા સામે કાર્યવાહી કરવામાં આવશે ? આવા અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે જો કે વીટીવી ન્યૂઝ સમગ્ર વીડિયોની કોઇ પુષ્ટિ કરતું નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે.
👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈
👉 વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈
નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!